ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર ગઈકાલે પથ્થરમારો થયો હતો અને બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અત્રે જણાવી દઈએ કે, શિવજીની યાત્રા પર પથ્થરમારા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પથ્થરમારા મામલે ૩ અલગ અલગ FIR નોંધાઈ છે. તેમજ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ૧૧ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ૧ હજાર ૫૦૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ૧૭ લોકો સામે નામ જાેગ સહિત ૭૦ લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બીજી ફરિયાદમાં ૭ નામજાેગ…
Author: Shukhabar Desk
દુનિયાભરના પ્રમુખ નેતાઓની અપ્રૂવલ રેટિંગ મોર્નિંગ કંસલ્ટ ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકર રિપોર્ટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સિયોર યૂલ સૌથી છેલ્લા નંબર પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આ યાદીમાં ૧૦મા નંબર પર છે. ત્યારે સૌથી પ્રિય નેતાઓની ટોપ-૫ લિસ્ટની વાત કરીએ તો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ ૬૪ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે બીજા, મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર ૬૧ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે ત્રીજા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડિસિલ્વા ૪૯ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે ચોથા જ્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ૪૮ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે પાંચમા નંબર…
જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ચાલી રહેલા એનકાઉન્ટર વચ્ચે આજે સેનાએ સવારથી જ બારામુલ્લાના એલઓસીપાસે ઉરી, હથલંગા વિસ્તારમાં સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ એનકાઉન્ટરમાં સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. બારામુલ્લામાં આજ સવારથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસે સોશ્યલ મીડિયા સાઈટ એક્સ(આગાઉનું ટિ્વટર) પર જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સેનાએ અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે જ્યારે સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આજે સવારે શરુ થયેલા આ ઓપરેશનમાં પહેલા બે આતંકવાદીઓ ઠાર થયા હતા…
જ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ ૧૪ મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો ર્નિણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયાગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ઘેર્યા હતા. સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા એક્સ પર જે.પી.નડ્ડાને ટાંકીને લખ્યું કે વડાપ્રધાન મોદી એ છેલ્લા ૧૦ વર્ષોમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન યોજીને દરેક ભારતીય પત્રકારનો બહિષ્કાર કર્યો છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે ૧૪ એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી છે. ઈન્ડિયાગઠબંધનની…
જાે તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારે આ મામલે ગૂગલ અને એપલને આદેશ આપી દીધો છે. સરકારે આ ર્નિણય આવી લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને લીધો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આજે ગુગલ એપ સ્ટોરઅને એપલ એપ સ્ટોરબંને પર અનેક એપ્લિકેશન છે જેનો ભારતીયો દ્વારા ઉપયોગ કરાય છે. અમે એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે. તેમણે આગળ કહ્યું કે અમે ગુગલઅને…
દુનિયા કોરોના વાયરસના આતંકથી વાકેફ છે. ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ પર અન્ય ઘણા પ્રકારના વાયરસ જાેવા મળ્યા છે. આ જ રીતે હાલ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત અને પાંચ શંકાસ્પદ લોકોની પુષ્ટિ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડીજી રાજીવ બહલે ડેટા જાહેર કર્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર, નિપાહ વાયરસમાં મૃત્યુદર ૪૦-૭૦ ટકાની વચ્ચે છે. આ ઉપરાંત, નિપાહ વાયરસને રોકવા માટે, કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના ૨૦ ડોઝ ખરીદવાનો ર્નિણય કર્યો છે. આઈસીએમઆર ચીફે કહ્યું, ‘વર્ષ ૨૦૧૮ માં, અમે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના કેટલાક ડોઝ લીધા હતા. હાલમાં આ ડોઝ માત્ર…
પાદરા ખાતે એક યુવતી અને ૨ બાળકોની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્રણ લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે. બે બાળકો અને માતા એમ ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. પાદરાના અંબાજી તળાવ ખાતે આ દુર્ઘટના ઘટી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહિલા પાણીમાં ડૂબી ગઈ હતી. તો બીજી તરફ મહિલા સિવાય બે બાળકોના ચંપલ અને પૈસા પણ તળાવ બહાર જાેવા મળ્યા હતા. જેથી મહિલા સાથે બે બાળકો પણ ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જે બાદ સ્થાનિકો દ્વારા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે…
ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈઓના ઉલટી થયા બાદ શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા રોહિત મકવાણા અને હરેશ મકવાણા નામના બંને સગા ભાઈઓના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક રીતે જ બનાવ શંકાસ્પદ જણાતા મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓના ફોરેન્સિક પીએમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આખરે બંને સગા ભાઈઓના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે? સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મૃતકના માતા-પિતાએ ૧૫ દિવસ પૂર્વે છૂટાછેડા લીધા…
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જાેવા મળી રહ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ૫ તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલી, ગરુડેશ્વર, સોનગઢમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. ગરબાડા અને ઉમરપાડામાં પણ ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. ૧૭ જેટલા તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર જંગલના ઉપરવાસમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. શિંગોડા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે શિંગોડા ડેમનો એક…
ફેબ્રુઆરી ૨૦૨૧માં, ચમોલીની ઋષિ ગંગામાં સાડા પાંચ હજાર મીટરની ઉંચાઈથી આવેલા ખડક અને બરફના પતનથી માત્ર નીચલા વિસ્તારોમાં વિનાશ જ નહીં પરંતુ ૨૦૦ થી વધુ લોકોના જીવ પણ લીધા. આ દુર્ઘટનાના અઢી વર્ષ બાદ વાડિયા ઇન્સ્ટિટ્યૂટે મોટો ઘટસ્ફોટ કર્યો છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, આ ખડક પડવાના ઘણા સમય પહેલા જ આ સમગ્ર વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ શરૂ થઈ ગઈ હતી. ટ્રિગર સાઇટથી લગભગ ૧૨ કિલોમીટર દૂર તપોવન ખાતે સ્થાપિત વાડિયાના બ્રોડબેન્ડ સિસ્મોમીટરે ઘટનાના ત્રણ કલાક પહેલા સિગ્નલ રેકોર્ડ કર્યા હતા. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર કાલાચંદ સાઈએ કહ્યું કે, જાે રિયલ ટાઈમ મોનિટરિંગની વ્યવસ્થા હોત તો ઋષિ ગંગામાં સર્જાયેલી દુર્ઘટનામાંથી જીવ…