Author: Shukhabar Desk

ભારતમાં વર્લ્ડ કપ ૨૦૨૩ આવતા મહિને શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં રમાશે. આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ૨૦૧૬માં ચહલે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતનો અગ્રણી સ્પિનર છે. જાેકે, તેમ છતાં ચહલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્કીમ ઓફ થિંગ્સમાં પણ સામેલ નથી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સ્થાન મળ્યું છે. એશિયા કપની ફાઈનલમાં અક્ષર પટેલના…

Read More

ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયેલી જી૨૦ સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો જી૨૦માં એક મંચ પર એક સાથે હતા. જાેકે, આ સમિટ બાદ અચાનક સંબંધો જાણે બદલાયેલા બદલાયેલાં લાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, રાજદ્વારી દ્વંદ્ર વચ્ચે કેનેડા માટે ભારત સરકારે એડ્‌વાઈઝરી જાહેર કરી. કેનેડા અને ભારત વચ્ચે હાલ કથળેલા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારત સરકારે બુધવારે કેનેડા જનારા ભારતીયો માટે સાવચેતી દાખવવાની સલાહ આપતી એડવાઈઝરી પ્રસિદ્ધ કરતાં અત્યારે જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે અથવા સગાં-સંબંધી કેનેડામાં રહે છે તેવા ગુજરાતીઓમાં થોડીક ચિંતાનો માહોલ જાેવા…

Read More

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકની બુધવારે (૨૦ સપ્ટેમ્બર) રાત્રે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ૧૯ જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ છે. આરોપીએ સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકે પર લગભગ ૧૫ ગોળીઓ મારી હતી. સુખા દુનેક ૨૦૧૭માં નકલી દસ્તાવેજાેની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખદુલ સિંહ વિરુદ્ધ સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. પંજાબ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાંથી ઓછામાં ઓછા ૨૯ ગેંગસ્ટર છે, જેઓ કાયદાથી બચવા માટે ભારતની બહાર આશ્રય લઈ રહ્યા છે. તેઓ ઘણા વર્ષો પહેલા ભારતીય પાસપોર્ટ પર અથવા નકલી મુસાફરી દસ્તાવેજાેની મદદથી નેપાળ થઈને અન્ય દેશમાં ભારત…

Read More

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો જવાનની OTT રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે ‘જવાન’ તેના ડિલીટ કરેલા વર્ઝન સાથે OTT પર રિલીઝ થશે. ‘જવાન’ના સમયગાળાને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા અને તે પછી જ તેને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ હવે મેકર્સ એ ડિલીટ કરેલા સીન સાથે ફિલ્મને OTT પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે ‘જવાન’ના ડાયરેક્ટર એટલી કુમાર ફિલ્મના નવા કટ પર કામ…

Read More

પોન્નિયન સેલ્વન અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર અભિનેત્રી આગામી દિવસોમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશાના ભાવિ જીવનસાથી મલયાલમ ફિલ્મોના નિર્માતા છે. જાેકે, તે કોણ છે તે અંગે કોઈ અપડેટ નથી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ત્રિશાને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર અભિનેત્રીએ કહ્યું કે તેણે હજુ સુધી આ વિશે વિચાર્યું નથી. તે લગ્ન કરવા માંગતી નથી, કારણ કે આ પછી તેના પર જવાબદારી આવશે. ત્રિશાએ કહ્યું કે તેના ઘણા મિત્રો છે જેઓ પરિણીત છે અને તેઓ તેમના જીવનમાં ખૂબ ખુશ છે. જાે કે,…

Read More

કપૂર પરિવારની પ્રિય અને બોલિવૂડની બેબો કરીના કપૂર ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને આ બે વર્ષમાં કરીના કપૂર ખાને પોતાની પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ કરીનાએ માત્ર અભિનય જ નહીં પરંતુ અનેક સ્ટીરિયોટાઇપ્સ પણ તોડી નાખ્યા. ચાલો અભિનેત્રીનો જન્મદિવસ પર તેની ખાસ વાત જાણો. પહેલાના જમાનાની અભિનેત્રીઓ માટે પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવું કોઈ કલ્પનાની પૂર્તિથી ઓછું નહોતું. પહેલાના જમાનામાં પણ અભિનેત્રીની કારકિર્દી લગ્ન પછી ખતમ થઈ જતી હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ સમય સાથે જીવન બદલાઈ ગયું. કરીના કપૂરે તેના ગર્ભાવસ્થાના તબક્કા દરમિયાન શૂટ કર્યું અને એક આદર્શ સેટ કર્યો.…

Read More

ગદર ૨ બ્લોકબસ્ટર સાબિત થયા બાદ લોકોના મનમાં સતત પ્રશ્ન હતા કે સની દેઓલની હવે પછીની ફિલ્મ કઈ હશે. આ સાથે જ સની દેઓલ માટે કેટલીક જૂની ફિલ્મોની સિક્વલની પણ ચર્ચા હતી. પરંતુ તાજેતરના મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર સની દેઓલે તેની આગામી ફિલ્મ તેના જૂના મિત્ર રાજકુમાર સંતોષી સાથે કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ સાથે આમિર ખાનનું પણ કનેક્શન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સનીએ આ પ્રોજેક્ટને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કર્યો છે. કારણ કે સની દેઓલ ગદર ૨ની સફળતાને આગળ વધારવા માંગે છે. ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષીની અભિનેતા-દિગ્દર્શક જાેડીએ ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મોથી…

Read More

અંબાણીની પાર્ટી સમાચારોમાં છે અને ગણેશ ચતુર્થીના અવસર પર, ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને ખેલાડીઓ પણ આ પાર્ટીનો ભાગ બન્યા હતા. આ દરમિયાન બધાએ ખૂબ જ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. પરંતુ દિશા પટણીની પાર્ટીમાં પ્રવેશતાની સાથે જ વાતાવરણ ગરમાયું હતું. દિશા પટણીનો લૂક જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે ખૂબ જ સેક્સી લુક સાથે આવી હતી. જાેકે તેણીએ સાડી પહેરી હતી, પરંતુ બ્લાઉઝ એટલો રિવલિંગ હતો કે લોકો તેના પર ગુસ્સે થતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ બ્રેલેટ સ્ટાઈલના બ્લાઉઝ સાથે હળવા રંગની સાદી સાડી પહેરી હતી. એક્ટ્રેસનું આ બ્લાઉઝ સામેથી સાવ ખુલ્લું હતું. આ બ્લાઉઝ પાછળથી પાતળી…

Read More

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ૨૪ સપ્ટેમ્બરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્નની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ જ કારણ છે કે લોકો આ લગ્ન સાથે જાેડાયેલી દરેક વસ્તુ સર્ચ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન માટે ઉદયપુરની સૌથી લોકપ્રિય હોટેલ ધ લીલા પેલેસ પસંદ કરી છે. આ હોટલની ગણતરી દેશની સૌથી મોંઘી હોટલોમાં થાય છે. અહીંનું ભાડું એટલું છે કે તમે તેના વિશે સાંભળીને ચોંકી જશો. આવો અમે તમને જણાવીએ કે આ હોટલમાં આવનારા મહેમાનો જે ભોજન કરશે તેની કિંમત શું…

Read More

ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું છે. તેની અસરથી ઓડિશા, પ.બંગાળના ગંગા નદીના કિનારાના વિસ્તારો અને ઝારખંડ સહિત પૂર્વ મધ્ય ભાગો અને પૂર્વોત્તર ભારતમાં જાેરદાર વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસમાં તે ઉત્તર ઓડિશા અને દક્ષિણ ઝારખંડ તરફ આગળ વધી શકે છે. તેની અસરથી ઓડિશાની સાથે જ ઝારખંડ, બિહાર, યુપી અને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ (આઈએમડી) ના અહેવાલ અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મંગળવારે મૂશળધાર વરસાદ પડ્યો હતો. અહીં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જૂનાગઢના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૩૦૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સરકારી આંકડા…

Read More