એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, ૨૯ સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ ૨૯ અને ૩૦ તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના ૬૦ ટકા ભાગમાં વરસાદ જાેવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે…
Author: Shukhabar Desk
બહારના પિઝા ખાતા પહેલા ચેતજાે. કારણ કે, વધુ એક વખત અમદાવાદમાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. ઓનલાઈન ઓર્ડર કરેલા પિત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. શખ્સે ઓનલાઈન ફુડ ડિલીવરી એપ પર ઓર્ડર કર્યો હતો. અગાઉ એલિસબ્રિજના લા પીનોઝ પિઝા સેન્ટરમાં જીવાત નીકળી હતી. તો બોપલ આઉટલેટમાંથી પણ ફરિયાદ ઉઠી હતી. વંદો નીકળતા છસ્ઝ્રના આરોગ્ય વિભાગને જાણ કરાઈ છે. અમદાવાદમાં વધુ એક વાર પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. જાેધપુરના પિત્ઝા ગ્રાહકને કડવો અનુભવ થયો. ઓનલાઇન ઓર્ડર કરેલા પીત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. ઓનલાઇન ફુડ ડિલીવરી એપ પર પિત્ઝા ઓર્ડર કર્યો હતો. ગત સપ્તાહે એલિસબ્રિજ લા પીનોઝ પિત્ઝા સેન્ટરમાં કીડા મકોડા જાેવા મળ્યા હતા. ત્યારે…
રાજ્યના ખેડૂતો માટે સરકારે આવકારદાયક ર્નિણય લીધો છે. કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં આગામી તા. ૨૧મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે. ખેડૂતો તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા…
જાે આપ ઘરમાં કોઈપણ જાતની ખાતરી કે ઓળખ વિના કોઈ ને નોકર તરીકે રાખી રહ્યા હોય તો ચેતી જજાે. કારણ કે ખાતરી કર્યા વિના રાખેલા નોકર કોઈ દિવસ આપના ઘરની તિજાેરીનું તળિયું પણ સાફ કરી શકે છે. અને તમને લૂંટાવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દાદર હવેલીમાં બની છે. જાે કે ચોંકાવનારી વાતે છે કે ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર અજાણ હતું. પરંતુ વાપી ટાઉન પોલીસે જાણ કર્યા બાદ પરિવારને જાણ થઈ હતી કે તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં…
પોલીસને જ્યારે કોઈ અજાણ્યો મૃતદેહ મળી આવે અને કોઈ પરિવાર તેના માટે ક્લેમ કરે ત્યારે ઘણી વખત કાનૂની વિવાદ પેદા થતો હોય છે. ખાસ કરીને મૃતહેદની ઓળખ બરાબર થઈ છે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે ડેથ સર્ટિફિકેટ માટે કાનૂની જંગ ખેલાય છે. આણંદમાં એક મહિલાએ એક મૃતદેહને પોતાના પતિના ડેડ બોડી તરીકે ઓળખી કાઢ્યો હતો જેની પોલીસે અંતિમક્રિયા પણ કરી નાખી હતી. પરંતુ તેના પુત્રનો ડ્ઢદ્ગછ તેની સાથે મેચ થતો ન હોવાના કારણે સત્તાવાળાઓ તેને મૃત્યુનું સર્ટિફિકેટ નથી આપી રહ્યા. આ કાનૂની લડાઈ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે. આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલે છે અને કોર્ટ…
અમેરિકામાં જ્યોર્જિયાની રાજધાની એટલાન્ટા માં શનિવારે (૨૩ સપ્ટેમ્બર) એક શોપિંગ મોલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ૩ લોકોના મોત થયા છે. એપીના અહેવાલ મુજબ સાઉથ વેસ્ટ એટલાન્ટાના ઇવાંસ સ્ટ્રીટ પર (સ્થાનિક સમયાનુસાર) લગભગ ૧ઃ૩૦ વાગ્યે એક વ્યક્તિને ગોળી મારવાની સૂચના હોમિસાઇડ અધિકારીઓએ આપી હતી. ફાયરિંગની માહિતી મળતાં જ હોમિસાઈડ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકો આવ્યા અને ગોળીબારી શરૂ કરી દીધી. અને ફાયરિંગ શરૂ કર્યું. એપી રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેમાંથી એકે પિસ્તોલ પણ કાઢી અને જવાબી ગોળીબાર કર્યો. તપાસકર્તાઓનું કહેવું છે કે ઘટનાસ્થળેથી…
ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજૂ આ દિવસોમાં ખુબ પરેશાન છે. અંજૂના પાકિસ્તાની પતિ નસરૂલ્લાહે જણાવ્યું કે તે આજકાલ ખુબ રડી રહી છે. તેવામાં તેને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જાે ભારતીય દૂતાવાસ દ્વારા તેના દસ્તાવેજાેની ચકાસણી થઈ જાય તો તે એક અઠવાડિયામાં ભારત પહોંચી જશે. અંજૂ જુલાઈમાં તેના ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે માત્ર નસરુલ્લાહને મળવા આવી હતી અને તેનો પાકિસ્તાનમાં રહેવાનો કે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ બાદમાં તેણે લગ્ન કરી લીધા અને તેના વિઝા પણ લંબાવી દીધા. પાકિસ્તાની મીડિયા અનુસાર જાે તે પોતાના દસ્તાવેજાેનની ચકાસણી…
સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી. આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OIC) કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને OCI કાર્ડ્સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-૨૦૨૩ની ફાઈનલ માટે ટિકિટ બુક કરાવી લીધી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમે રવિવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે. હવે આ ટીમ ગોલ્ડથી માત્ર એક જીત દૂર છે. હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. જાે કે, આ ર્નિણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો અને બાંગ્લાદેશની આખી ટીમ પત્તાના ઘરની જેમ પડી ભાંગી. માત્ર નિગાર સુલતાના (૧૨) ડબલ ફિગર સુધી પહોંચી શકી હતી. બાંગ્લાદેશની ટીમ ૧૭.૫…
ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-૨૦૨૩ માં ભારતે જાેરદાર શરૂઆત કરી છે. સ્પર્ધાના પહેલા જ દિવસે રવિવારે આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ૪ મેડલ જીત્યા છે. સ્ટાર શૂટર મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાની ત્રિપુટીએ ભારતને તેનો પ્રથમ મેડલ જીતાડ્યો હતો. શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો હતો જ્યારે રોઈંગમાં દેશને અત્યાર સુધીમાં ૩ મેડલ મળ્યા છે. શૂટિંગમાં ભારતે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ૧૮૮૬ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ ૬૩૧.૯, મેહુલીએ ૬૩૦.૮ અને આશિએ ૬૨૩.૩નો સ્કોર કર્યો હતો. યજમાન…