Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»અંજૂ એક સપ્તાહમાં આવી શકે છે ભારત અંજૂની પાકિસ્તાનમાં રડી-રડીને ખરાબ સ્થિતિ થઈ છે
    Uncategorized

    અંજૂ એક સપ્તાહમાં આવી શકે છે ભારત અંજૂની પાકિસ્તાનમાં રડી-રડીને ખરાબ સ્થિતિ થઈ છે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજૂ આ દિવસોમાં ખુબ પરેશાન છે. અંજૂના પાકિસ્તાની પતિ નસરૂલ્લાહે જણાવ્યું કે તે આજકાલ ખુબ રડી રહી છે. તેવામાં તેને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જાે ભારતીય દૂતાવાસ દ્વારા તેના દસ્તાવેજાેની ચકાસણી થઈ જાય તો તે એક અઠવાડિયામાં ભારત પહોંચી જશે. અંજૂ જુલાઈમાં તેના ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે માત્ર નસરુલ્લાહને મળવા આવી હતી અને તેનો પાકિસ્તાનમાં રહેવાનો કે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ બાદમાં તેણે લગ્ન કરી લીધા અને તેના વિઝા પણ લંબાવી દીધા.

    પાકિસ્તાની મીડિયા અનુસાર જાે તે પોતાના દસ્તાવેજાેનની ચકાસણી કરાવી લે તો અંજૂ એક સપ્તાહની અંદર ભારત આવવા તૈયાર છે. નસરૂલ્લાહે પણ બાળકોના જીવની ચિંતા વ્યક્ત કરતા મંજૂરી આપી દીધી છે. નસરૂલ્લાહે જણાવ્યું કે અંજૂ આજકાલ રડી રહી છે. તેને પોતાના બાળકોની યાદ આવી રહી છે. તે પોતાના બાળકોને મળવા ભારત આવવા ઈચ્છે છે. તેવામાં નસરૂલ્લાહ હવે તેને ભારત મોકલવાના પ્રયાસમાં લાગેલો છે.

    અંજૂ આ વર્ષે જુલાઈમાં ૧ મહિનાના વિઝિટર વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી. જ્યારે તેણે પાકિસ્તાની યુવક નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા ત્યારે તેને તેના વિઝા લંબાવવાની જરૂર લાગી. આવી સ્થિતિમાં નસરુલ્લાહે તેને પાકિસ્તાનના આંતરિક મંત્રાલય પાસે લઈ ગયો અને અંજુને ૧ વર્ષ માટે વિઝા મળી ગયા. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું કે અંજૂ હવે નસરુલ્લાની પત્ની તરીકે પાકિસ્તાનમાં રહેશે, પરંતુ બદલાતા સંજાેગોએ તેને ભારત આવવા મજબૂર કરી દીધી છે.

    અંજૂ વિરુદ્ધ તેના પતિએ રાજસ્થાનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. આ એફઆઈઆરમાં અંજૂના પતિએ ખુદના જીવને ખતરો ગણાવ્યો છે અને કહ્યું કે અંજૂ અને નસરૂલ્લાહ તેની હત્યા કરી શકે છે. તેણે અંજૂના બે લગ્ન કરવાને લઈને પણ ફરિયાદ કરી છે. ભારતીય કાયદા અનુસાર, છુટાછેડા વગર કોઈ બે લગ્ન ન કરી શકે. અંજૂએ નાગરિકતા છોડી નથી, તેવામાં તેના પર ભારતના કાયદા લાગૂ થશે. અંજૂના પતિએ તે પણ કહ્યું કે તેણે પોતાના બાળકોને પાકિસ્તાન લઈ જવાની ધમકી પણ આપી છે. તેવામાં બની શકે કે ભારત આવવા પર અંજૂએ પોલીસની પૂછપરછનો સામનો કરવો પડે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      મધ્ય પૂર્વમાં વધતો તણાવ: “ઈરાનને ઘેરવાની વ્યૂહરચના? ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો યુએઈનો સિક્રેટ પ્રવાસ”

      September 28, 2026

      દિલ્હીના રાજકારણમાં ગરમાવો: રાહુલ ગાંધીના પ્રહારો અને ભાજપનો પલટવાર

      August 14, 2026

      US Iran War: ઈરાન પતનની અણી પર? ડોનાલ્ડ ટ્રમ્પનો હોર્મુઝ જળમાર્ગ અંગે મોટો દાવો

      April 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.