પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. લોકપ્રિય વીડિયોમાં હાનિયા તેના મિત્રો સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ગીત પર ડાન્સ કરતી જાેવા મળે છે. હાનિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, હાનિયાએ શનિવારે તેના નાઈટ આઉટનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના મિત્રો સાથે એન્જાેય કરતી જાેવા મળી હતી.હાનિયાની પાર્ટીની એક તસવીર શેર કરી, જેમાં તેના મિત્રો સિંગર યશલ શાહિદ, આસીર વજાહત, નાયલ વજાહત અને અન્ય ઘણા લોકો પણ તેની સાથે જાેવા મળી રહ્યા છે. આ સિવાય અભિનેત્રીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના…
Author: Shukhabar Desk
મોહમ્મદ પયગંબર પર વિવાદીત ટિપ્પણીના કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પ્રથમવાર નુપૂર શર્મા જાહેર કાર્યક્રમમાં જાેવા મળ્યા હતા. નૂપુર શર્માએ રવિવારે દિલ્હીમાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ની પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઇવેન્ટ દરમિયાન નુપૂર શર્માએ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ સાથે જાેવા મળ્યા હતા અને કાર્યક્રમમાં હાજર વેક્સિનના વૈજ્ઞાનિકોનો આભાર માનતા કહ્યું હતું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારા પ્રયત્નોને કારણે જ આજે આપણે ભારતીયો જીવિત છીએ. તેમણે આમંત્રણ આપવા બદલ ફિલ્મના આયોજકોની પણ પ્રશંસા કરી અને કહ્યું કે હું ફક્ત એક જ વાત કહીશ – ભારત માતા કી જય!” તેમણે કહ્યું…
ગણપતિ બાપ્પાની સ્થાપના મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે કરવામાં આવી હતી અને આખું બોલિવૂડ તેમના દર્શન માટે એકત્ર થયું હતું. એકનાથ શિંદેના ઘરે બોલિવૂડથી લઈને ટીવી સુધીની જાણીતી હસ્તીઓનો મેળાવડો હતો. પરંતુ જ્યારે શાહરૂખ ખાન અને સલમાન ખાન આવ્યા ત્યારે બધાના ચહેરા ચમકી ઉઠ્યા. સલમાન અને શાહરૂખે માત્ર એકનાથ શિંદે સાથેની તસવીરો માટે જ પોઝ આપ્યાં નહીં પરંતુ એકબીજાને ગળે લગાવીને પ્રેમની વર્ષા પણ કરી. બાદમાં શાહરૂખ અને સલમાને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને તેમની આરતી કરી હતી. સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને શાહરૂખ ખાનની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેણે હલચલ મચાવી દીધી છે. શાહરૂખ અને…
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત જન્મ માટે એકબીજાના બની ગયા છે. આ બંને સ્ટાર્સના લગ્નના ફોટો જાેવાની આતુરતા લોકોમાં ઘણા દિવસોથી હતી. આ આતુરતાનો અંત હવે આવી ગયો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પછીનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં બંને સ્ટાર્સ સુંદર દેખાય છે. ફોટામાં પરિણીતી ગુલાબી સાડીમાં સેંથામાં સિંદૂર સાથે જાેવા મળી રહી છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન પછી ઉદયપુરમાં જ પહેલા રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં પરિણીતીએ સિમ્પલ પિંક કલરની સાડી પહેરી છે સાથે જ ગળામાં હેવી ડાયમંડ ચોકર નેકલેસ અને સેંથામાં સિંદૂર લગાવેલું…
રિલીઝ થયાના દરેક દિવસ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એક પછી એક ઘણા રેકોર્ડ તોડી રહી છે. પ્રથમ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ૭૫ કરોડ રૂપિયાની ઓપનિંગ સાથે, આ ફિલ્મે કમાણીના મામલામાં અજાયબીઓ કરી હતી. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એટલે કે આ ફિલ્મ ૧૮ દિવસથી સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. આવો તમને જણાવીએ કે ૧૮માં દિવસે ફિલ્મનું પ્રદર્શન કેવું રહ્યું. પ્રારંભિક અહેવાલ મુજબ, જવાને ત્રીજા રવિવારે અંદાજે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં ભારતમાં રિલીઝ થયેલી તમામ ભાષાઓનો સમાવેશ થાય છે. આ આંકડા ફિલ્મની છેલ્લા કેટલાક દિવસોની કમાણી કરતા વધુ છે. અગાઉ ૧૭માં દિવસે જવાને…
સુરત પોલીસે ડ્રગ્સ,ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમી આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાં માંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ, ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે કર્યો છે. આરોપી નવસારીના યુવક પાસેથી સ્નેપ ચેટથી ગાંજાનો ઓર્ડર આપી મંગાવતો હતો. વરાછા યુવક પાસેથી ડ્રગ્સ મંગાવી વેચતો હતો. સુરત શહેર પોલીસ એક તરફ નો ડ્રગ્સ ઇન સુરત સીટી બનાવવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પકડાયો છે. પોલીસ પુત્ર દિવ્યેશ તડવા સિટીલાઈટ વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજા આપવા જવાનો હતો.પોલીસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને સિટીલાઈટ ખાતેથી ડ્રગ્સ,ગાંજા સાથે પકડી પડ્યો છે. શહેરના અલથાન…
દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના ૬૦ ટકા ભાગમાં વરસાદ જાેવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. જુલાઈ અને સપ્ટેમ્બરમાં ચોમાસાએ ભારે કરી છે. એક આગાહી મુજબ, ૨૫ મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. આ પહેલા બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે. ૨ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ ૨૩ મીના રોજ બપોરે ૧૨ કલાક ૨૧ મિનિટે આવતા દક્ષિણ ગોળારંભમાં આવશે. ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતુ…
ડાયમંડ કટ પોલિશ્ડનું કામ સસ્તુ હોવાથી વિદેશી કંપનીઓની નજર હવે સુરત પર પડી છે. એક કંપનીને સુરત જીઈઢ માં મંજૂરી મળી ગઈ છે જયારે અન્ય બે કંપનીઓની જમીન મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ડાયમંડ કટ અને પોલિશ્ડનું કામ ખુબજ સારુ અને ઓછી કિમતે થતુ હોવાથી જ્વેલરીની પડતર કિમત પણ ઘટી જાય છે. જેનો લાભ લેવા માટે વિદેશના ઉદ્યોગકારો અહીં યુનિટ શરુ કરી રહ્યા છે. હાલમાં જ સાઉથ કોરિયાના એક ડાયમંડ જ્વેલરી મેન્યુક્ચર્સે સ્થાનિક ભાગીદાર સાથે મળીને સચિન સ્થિત સ્પેશ્યલ ઇ કોનોમિક ઝોનમાં યુનિટ શરુ કરવા માટેની પરવાનગી મેળવી છે. જ્યારે અન્ય બે વિદેશી કંપનીઓ દ્વારા પ્રોસેસ શરુ કરવામાં આવી…
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજાે દિવસ છે. મેળાના પ્રથમ દિવસે ૨.૨૫ લાખયાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિરે પ્રથમ દિવસે મંદિરના શિખરે ૧૦૦ જેટલી ધજાઓ ચઢી હતી. તો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું દોઢ લાખ જેટલા પેકેટ વેચાણ થયુ. તો ચીકીના માત્ર ૬ હજાર પેકેટનું વિતરણ થયું. અંબાજી મંદિરમાં મેળાના પ્રથમ દિવસે કુલ દાન ભેટની આવક ૫૬.૩૮ લાખની થઈ છે. ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા દૂરદૂરથી ભક્તો માં અંબાના ધામમાં માંના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે ત્યારે દૂરદૂરથી પગપાળા અંબાજી આવ્યા બાદ અનેક ભક્તો પોતાની માનેલી મનોકામના પુરી થતાં અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રમાણ કરતા પહોંચી…
ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડ્યા છે ભક્તો નાચતા ગાતા ઢોલ નગારા સાથે માં ના ધામમાં મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે ભક્તો અંબાના ધામમાં આવતા તેમનામાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.. સુરતના ઓલપાડથી ૧૩ દિવસ પગપાળા યાત્રા કરીને ૫૦ લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને ૧૩ દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી. ૧૩ ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા…