ભારતને ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. બુધવારે શૂટિંગમાં ભારતનો આ બીજાે મેડલ છે. હવે ભારતના હિસ્સામાં ૪ ગોલ્ડ મેડલ આવી ગયા છે. જાે શૂટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો મેડલ ટેબલમાં ટોપ ૫ સુધીની સફર મુશ્કેલ રહેશે નહી. ભારતીય શૂટિંગ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે ૫૦ મીટર ૩ઁ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સિફ્ટ કુમાર સામરા, આશિ ચોકસી અને માનિની કૌશિકની ટીમ ચીનની જિયા સિયુ, હાન જિયાયુ અને ઝાંગ ક્વિઓંગ્યુને પાછળ છોડીને બીજા ક્રમે રહી હતી. ભારતીય ટીમે હાંગઝોઉમાં…
Author: Shukhabar Desk
અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ મેદાન કોરોના સમયગાળા દરમિયાન નવેમ્બર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મ પોસ્ટપોન રાખવામાં આવી હતી. મેદાનનું ટીઝર માર્ચ ૨૦૨૩માં રિલીઝ થયું હતું, પરંતુ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન રાખવામાં આવી રહી છે. અગાઉ સમાચાર હતા કે મેદાન જૂનમાં રિલીઝ થશે, પરંતુ હવે ફિલ્મના મેકર બોની કપૂરે કહ્યું છે કે ફિલ્મમાં હજુ કામ કરવાનું બાકી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ VFX પર કામ ચાલી રહ્યું છે. મેદાનમાં ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાની ૧૯૫૨ થી ૧૯૬૨ સુધીના સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન લીડ રોલ પ્લે કરી રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં મેદાનના નિર્માતા બોની કપૂરે…
દિવ્યા ભારતી એ ૯૦ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી અને ચર્ચિત અભિનેત્રી હતી. દિવ્યાએ ખુબ જ ટૂંકા સમયમાં એ મોભો અને ખ્યાતિ મેળવી હતી જ્યાં પહોંચવાનું અનેક કલાકારોનું સપનું હોય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિવ્યાએ પોતાના ૩ વર્ષના ફિલ્મી કરિયરમાં ૨૧ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં દીવાના, વિશ્વાત્મા, શોલા અને શબનમ, દિલ કા ક્યાં કસૂર, વગેરે સામેલ છે. દિવ્યા વિશે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી ઈનિંગ ખેલશે. પરંતુ એ થાય તે પહેલા જ માત્ર ૨૦ વર્ષની ઉંમરે તેનું નિધન થઈ ગયું. દિવ્યા ભારત ૫ એપ્રિલ ૧૯૯૩ના રોજ તેના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી હતી.…
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધૂમ મચાવ્યા બાદ આલિયા ભટ્ટ હવે તેની આવનાર ફિલ્મ જીગરામાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન અવતારમાં જાેવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં આલિયા ભટ્ટ પોતાના ખભા પર બેગ લઈને ઊભેલી જાેવા મળી રહી છે. આ ફિલ્મને કરણ જાેહર, આલિયા ભટ્ટ અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.ફિલ્મ જીગરાના મોશન પોસ્ટરની સાથે આલિયા ભટ્ટની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે. જીગરાના આ…
૨૦૨૩ના વર્ષમાં બોલિવૂડને સંખ્યાબંધ હિટ ફિલ્મો મળી છે. પઠાણથી શરૂ કરીને જવાન સુધીની સફરમાં અનેક ફિલ્મોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ગદર ૨, સત્ય પ્રેમ કી કથા, ઓહ માય ગોડ ૨ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એકંદરે આ વર્ષમાં છ જેટલી ફિલ્મો સારી ચાલી છે. જાે કે કેટલીક ફિલ્મો ઓડિયન્સને ખેંચવામાં નિષ્ફળ રહી છે. આ યાદીમાં વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’નો સમાવેશ થાય છે. આ ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં માંડ રૂ.૫.૧૨ કરોડનું કલેક્શન મેળવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ માટે પહેલું વીકેન્ડ સારું રહ્યું…
અમદાવાદના ઝોન-૫ ના ડીસીપીની કચેરીમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મોબાઈલ કોલ ડીટેઈલ નકલી સાયબર એક્સપર્ટને આપતો હોવાનુ ખૂલ્યુ છે. પોલીસના જાણમાં આ ઘટના આવતા જ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. ખુલાસો થયો છે, કોલ ડીટેઈલ આપીને તે પૈસા કમાતો હતો અને મહત્વના ડેટા લોકાના તેણે નકલી સાયબર એક્સપર્ટને પુરા પાડ્યા છે. જાે તમને એમ હોય કે તમારા ફોનનો ડેટા સુરક્ષીત છે તો, જરા સાવધાન રહેજાે. તમારો જ ડેટા તમારા હરીફના સુધી પહોંચી શકે છે. નકલી સાયબર એકસપર્ટ અલગ અલગ બહાને આપતા માહિતી અસલી પોલીસ પાસેથી પૈસા ખર્ચીને જ મેળવીને પહોંચાડી શકે છે. જાેકે આ બાબતે તમને જાણ સુદ્ધા પણ આવી શકે એમ…
જાે સોશિયલ મીડિયા પર તમને કોઈ અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને સ્વીકારતા પહેલા એકવાર ચેતી જજાે. કેમ કે આ અજાણી યુવતી ખરેખર કોણ છે અને શા માટે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહી છે તે જાણવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બિલ્ડરને સોશિયલ મીડિયા ઉપર એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી અને તેની ટોળકીએ બિલ્ડર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા કે જાેકે બિલ્ડરને ખ્યાલ આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સોશિયલ મીડિયા ઉપર સક્રિય થયેલી ઠગ ટોળકીનો પર્દાફાશ થયો હતો. ફરિયાદને આધારે બોપલ…
દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ આંદોલન બીજા કોઈ નહીં પરંતુ રાજ્ય સરકારના જ સરકારી કર્મચારી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારની સરકારી શાળાઓના શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગાંધી જયંતીના દિવસે શિક્ષકોના રાજ્યવ્યાપી આંદોનનની જાહેરાત કરી છે. સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં હવે શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જાેવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું છે કે,…
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી. એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટમાં કંટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર અને ખરાબ રસ્તા માટે હાઈકોર્ટે અનેકવાર અમદાવાદ…
નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદનાં તેલીબાયા માર્કેટમાં એક અઠવાડિયામાં સીંગતેલનાં ભાવમાં રૂા. ૩૦ નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે સીંગતેલનાં ભાવમાં રૂા. ૩૦ નો વધારો થતા હવે સીંગતેલનો ડબાનાં રૂા. ૩૨૦૦ થયા હતા. તેલનાં ભાવ વધતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે. આ બાબતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડો નોંધાયો છે. જેથી ૯૫ ટકા મિલો બંધ છે. જ્યારે ૫ ટકા મિલો જ ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે…