રાજ્યમાં યુવાનોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ભારે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક-યુવતી શહેરની વસ્ત્રાલની એક હોટલના રૂમમાં અંગતપળો માણવા ગયા હતા. આ દરમિયાન અંગતપળો માણતી વખતે યુવકને હાર્ટઅટેક આવતા તેનું હોટલની બેડમાં જ મોત થયુ છે. જાેકે યુવાનનું મોત નીપજતાની સાથે યુવતી ગભરાઇ ગઇ હતી. જેથી તેને મૂકીને તે ત્યાંથી ભાગી છૂટી હતી. કલાકો પછી પણ રૂમમાંથી યુવક બહાર નહીં નીકળતા હોટલના સ્ટાફે તપાસ કરતા યુવક બેડ પર પડેલો હતો. પહેલા તો યુવકની હત્યા થઈ હોવાની ચર્ચા થઇ રહી હતી. જે બાદ રામોલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટઅટેક આવ્યો હોવાનુ બહાર…
Author: Shukhabar Desk
કુલ ૫૧ શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ૨૩ સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો. વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ હતો. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે. કંઈક આવા જ દ્રશ્યો અહીં જાેવા મળી રહ્યાં છે. અંબાજીમાં માતાજી દર્શન કરવા આવતા માઈભક્તોમાં માતાજી માટે અપાર શ્રદ્ધા છે. એટલાં માટે જ લોકો દૂર દૂરથી અહીં પોતાના…
અમેરિકાએ ભારતીયોના વિઝા પ્રોસેસ કરવાની ઝડપ વધારી દીધી છે. કેટલાય સમયથી ફરિયાદ હતી કે અમેરિકા વિઝા આપવામાં બહુ ધીમી ગતિએ કામ કરે છે. જાેકે, હવે વિઝાની પ્રોસેસ અગાઉ કરતાં ફાસ્ટ બની છે અને ચાલુ વર્ષમાં ૧૦ લાખ ભારતીયોની નોન -ઇમિગ્રન્ટ વિઝા અરજીને અમેરિકાએ પ્રોસેસ કરી દીધી છે. વર્ષ ૨૦૧૯માં અમેરિકાએ જે વિઝા પ્રોસેસ કર્યા હતા તેની સાથે સરખામણી કરવામાં આવે તો ૨૦૨૩માં ૨૦ ટકા વધુ અરજીઓ પ્રોસેસ થઈ છે તેમ કહી શકાય. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે કરેલી જાહેરાત પ્રમાણે ગયા વર્ષે ૧૨ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. એટલે કે ભારત અને યુએસ વચ્ચે ટ્રાવેલના સંબંધો ગાઢ બની રહ્યા છે.…
અમદાવાદઃ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા લોકોની સંખ્યા છેલ્લા એકાદ-બે મહિનાથી સતત વધી રહી છે ત્યારે અમેરિકાની વિવિધ કોર્ટ્સમાં પેન્ડિંગ ડિપોર્ટેશનના કેસોનો આંકડો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. એક રિપોર્ટ અનુસાર, માત્ર ઓગસ્ટ મહિનામાં જ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ૧.૮૦ લાખ લોકો વિરૂદ્ધ નોટિસ ટુ અપિયર ઈશ્યૂ કરી હતી, જ્યારે જુલાઈમાં આ આંકડો ૧.૫૧ લાખ હતો. ૨૦૨૩ના જ વર્ષમાં અમેરિકાની અલગ-અલગ ઈમિગ્રેશન કોર્ટ્સમાં ડિપોર્ટેશનના ૧૨.૩૦ લાખ નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે લોકો વિરૂદ્ધ આ કેસ કરવામાં આવ્યા છે તે તમામને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ઈમિગ્રેશન કોર્ટમાં હાજર થઈને ડિપોર્ટેશનની પ્રોસેસ સામે પોતાનો પક્ષ રજૂ કરવા માટે…
એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વિદેશ વિભાગમાં આ મુલાકાત અગાઉ બ્લિંકન સાથે મીડિયા સામે જયશંકરે કહ્યું હતું કે અહીં આવીને સારું લાગ્યું…જી૨૦ સંમેલન માટે તમામ પ્રકારના સહયોગ બદલ અમેરિકાનો આભાર. અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે જી૨૦ અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર સહિત છેલ્લા કેટલાક સપ્તાહમાં વિવિધ અવસરોએ તેમની સારી ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના ભારતીય સમકક્ષ સાથે ચર્ચા અંગે આશાસ્પદ છે. આમ તો બંને નેતાઓએ મીડિયાના કોઈ સવાલનો…
એશિયન ગેમ્સમાં ભારતનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. ચીનના હોંગઝોઉમાં યોજાયેલા એશિયાડમાં ભારતે આજે ફરીથી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં ૨૭ મેડલ જીત્યા છે. જેમાં ૭ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે. એશિયન ગેમ્સમાં ભારતને આજે ફરી શુટિંગમાં ગોલ્ડ મેડલ મળતા કુલ ગોલ્ડ મેડલની સંખ્યા હવે સાત થઈ ગઈ છે. ભારતે શુટિંગમાં આ સાથે કુલ ૧૫ મેડલ જીત્યા છે. ઐશ્વર્ય, સ્વપ્નિલ અને અખિલની ત્રિપુટીએ ૫૦ મીટર રાઈફલ ૩પી (શુટિંગ)માં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય શુટર્સ પલક ગુલિયા, ઈશા સિંહ અને દિવ્યા ટીએસે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ…
બોલિવૂડનું લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા. વિકી અને કેટરીનાની જાેડી ચાહકોને ઘણી પસંદ છે. વિકી અને કેટરીનાના લગ્ન પછી ચાહકો તેમની કેમેસ્ટ્રીને પડદા પર જાેવા માંગે છે. હવે વિક્કી કૌશલે કહ્યું કે તેને કેટરિના સાથે ફિલ્મો કરવાની ઘણી ઓફર મળી છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ઓફર સ્વીકારી નથી. એક ઈન્ટરવ્યુમાં વિકી કૌશલે કહ્યું હતું કે અમને સાથે ફિલ્મો કરવાની ઑફર મળી છે. પરંતુ સાચી વાત એ છે કે જ્યારે તમે એ રોલમાં ફિટ બેસો ત્યારે તમને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવે છે. એટલા માટે નહીં કે ચાહકો તે…
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રણબીર પહેલીવાર જુદા જ પ્રકારના લુક સાથે જાેવા મળશે. અનિલ કપૂર તેના પિતાની ભૂમિકામાં છે. ટીઝરમાં પિતા અને પુત્ર વચ્ચેનો ચહેરો જાેવા મળશે. બંન્ને વચ્ચે સામસામે આવવાનું કારણ શું છે, શું તેની પાછળ કોઈ ઈતિહાસ છે? ટીઝરમાં આ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના લીડ એક્ટ્રેસ છે. ટીઝરની શરૂઆત તેની અને રણબીર કપૂરની સિક્વન્સથી થાય છે. ટીઝરના અંતમાં બોબી દેઓલ દમદાર લુકમાં જાેવા મળ્યો હતો. બોબીએ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. ભૂષણ કુમાર ફિલ્મના નિર્માતા છે. નિર્માતાઓએ અત્યાર સુધીમાં આ ફિલ્મના ૪ કલાકારો રણબીર, રશ્મિકા, અનિલ અને…
ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપડા તેના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે કેટલાક બોલિવૂડ પ્રોડ્યુસર્સે તેની કારર્કિદીની શરુઆતમાં સર્જરી કરાવી તેની સુંદરતા વધારવાની સલાહ આપી હતી. જાે કે હવે આ વાત પર નિર્દેશક અનિલ શર્માએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અનિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા ચોપરાએ તેની ફિલ્મ દરમિયાન નાકની સર્જરી કરાવી હતી. શર્માએ આગળ કહ્યું હતુ કે આ સર્જરીના કારણે પ્રિયંકાનો દેખાવ બગડી ગયો હતો અને તેને ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. તેના કારણે પ્રિયંકા એટલી નર્વસ થઈ ગઈ હતી તે મુંબઈ છોડીને પોતાના ઘરે જતી રહેવા ઈચ્છતી હતી. અનિલ શર્માએ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅમ મુનમુન દત્તાનો ૨૮ સપ્ટેમ્બરના રોજ ૩૪મો જન્મદિવસ હતો. મુનમુન દત્તાએ પોતાનો જન્મદિવસ માતા તથા પાલતુ બિલાડી સાથે સેલિબ્રેટ કર્યો હતો. મુનમુને સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. હાલમાં જ ટપુ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી. ‘એક ખાનગી ના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે. કામની સાથે, મુનમુન વિવાદોને કારણે પણ હેડલાઇન્સમાં રહી છે, એક સમયે તે જેલ જવાની અણી પર હતી. બબીતાજી બનીને તે બધાનું દિલ…