સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાના વાયરલ થયેલા વિડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ સફાળી જાગી છે. ત્યારે શહેર પોલીસે શહેરના ૩૫૦ સ્પા પૈકી ૨૧૫ સ્પામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ૨૪ સ્પા પર કાયદેસરની કાર્યવાહી કરી છે. થોડા દિવસ અગાઉ સિંધુભવન રોડ પર સ્પાની મહિલા કર્મચારીને મારમારતો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્પા તથા મસાજ પાર્લરમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સુચના આપવામા આવી છે. જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા મસાજ પાર્લર તથા સ્પામાં તપાસ હાથ ધરાઇ. રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી…
Author: Shukhabar Desk
સુરતમાં પિતા પુત્ર એ પરણીતાને દારૂ પીવડાવી હાથ પગ બાંધીને બળાત્કાર ગુજાર્યો છે. પરણીતાના લેવાના પૈસા નીકળતા પૈસા લેવા ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી ૪૯ વર્ષીય પરિણીતાએ તેના પતિના મિત્રને વેપાર ધંધા માટે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે પૈસા પરિણીતાએ પરત માંગતા તેણીને પૈસા લેવાના બહાને ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાદમાં પરિણીતાએ ઘરે આવી પતિને…
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક્શનમાં આવી ગયા છે. ત્યારે આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણ મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો હતો. હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. પાર્સલ પ્રકરણમાં જાે પાર્સલ મોકલવા વાળાની તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે એમ છે. પોલીસ, પ્રશાસન અને પૈસાના જાેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપના…
રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિ એક જ બેટ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો હતો. પત્નીને મારામારી મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપી મિત્ર પતિની હાજરીમાં જ પત્ની સાથે દુષ્કર્મ કરતો હતો.પત્ની દ્વારા પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે પતિ અને દુષ્કર્મ કરનાર મિત્રની ધરપકડ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રહેતી ૩૩ વર્ષીય યુપી વાસી પરિણીતાને તેના પતિ ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપી તેના મિત્ર પાસે શરીર…
ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં તો છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં ૪૫૦ કેસ નોંધાયા છે. જેથી વહીવટી તંત્રનીચિંતા વધી ગઈ છે. તેવામાં આજે હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જી હા… સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે.પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાેકે, આ પહેલીવાર…
ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયકંર યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ બધામાં ઈઝરાઈલમાં એક જાેવા જેવી ઘટના બની. ઈઝરાઈલના પૂર્વ પીએમ નફ્તાલી બેનેટ યુદ્ધ મોરચે ઉતરી પડ્યાં છે અને તેઓ હવે સૈનિકો સાથે મળીને હમાસના આતંકીઓનો સફાયો કરશે. તેમણે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસના સૈનિકો સાથે પણ હાથ મિલાવ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. બેનેટે પરિસ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતાં કહ્યું કે, ઈઝરાયેલના ઈતિહાસનો આ સૌથી પડકારજનક દિવસ હતો. બેનેટે પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારે પણ શરણ લીધી છે. બેનેટે એમ પણ કહ્યું કે હમાસના ખતરાની સાથે સાથે આ આતંકી સંગઠનને પણ…
દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની કંપની રિલાયન્સ કેપિટલની સબ્સિડિયરી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને જીએસટી તરફથી નોટિસ મળી છે. સમાચાર મળ્યા છે કે GST ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે ૯૨૨.૫૮ કરોડ રૂપિયાની રકમ માટે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. તમને જણાવી દઈએ કે આ નોટિસ કંપનીને તેવા સમયે ફટકારવામાં આવી છે જ્યારે રિલાયન્સ કેપિટલ વર્તમાનમાં એનસીએલટી પ્રક્રિયા હેઠળ લોન સમાધાનમાંથી પસાર થઈ રહી છે. આ સમય પર હિન્દુજા ગ્રુપે તે માટે સૌથી મોટી બોલી લગાવી છે. સૂત્રો પ્રમાણે કંપનીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ તરફથી ચાર નોટિસ મળી છે, જેમાં રિ-ઇન્શ્યોરન્સ અને કો-ઇન્શ્યોરન્સ જેવી સેવાઓમાંથી થતી…
વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જાેવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જાેવા મળી હતી, જ્યારે રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં ઉછાળો જાેવા મળ્યો હતો. જ્યારે મેટલ, પીએસઈ, બેન્કિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૬૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના વધારા સાથે ૬૫,૯૯૫.૬૩ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૭.૭૫ અંક એટલે કે…
ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને ૫-૧થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત ૪-૨ થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જાેવા મળી હતી. ભારતની સામે વિપક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું. આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ ૨૦૨૪માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની ૨૫મી મિનિટે ભારત તરફથી મેચનો…
ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ ૨૦૦૮ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો છે. અબુધાબીમાં તેમણે વૈશ્વિક ક્રુડ તેલની ખરીદીમાં ભારતની હિસ્સો અને ક્રુડ ઓઈલની કિંમતો અંગે ભારતના વલણ પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજનામાં દેશના નાગરિકોના હિતોનું ઉપરાંત વૈશ્વિક હિતોનું પણ ધ્યાન રખાયું છે. અન્યથા ૨૦૦૮ની મંદી જેવી સ્થિતિ સર્જાવાની આશંકાને ટાળી શકાય તેમ નથી. એડીઆઈપીઈસી ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સના ભાગ લેતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ…