શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે. જેથી હવે આ મંદિરને રિડેવલપ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એક સાથે ૫૦ હજાર લોકો ભગવાનના દર્શન કરી શકે તેવું વિશાળ મંદિર પરિસર બનાવવામાં આવશે. તે ઉપરાંત ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થાની સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, મંદિરના રિડેવલપ માટેનો સરવે એક વખત થઈ ગયો છે. થોડા સમય બાદ ફરીથી સરવે કરીને તેનો એસ્ટીમેટ કાઢ્યા બાદ રિડેવલપની કામગીરી હાથ ધરાશે. રથયાત્રા દરમિયાન ૧૮થી ૨૦…
Author: Shukhabar Desk
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ હાલ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ પણ ગુજરાતની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ નવા પ્રભારીની પણ ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. શક્તિસિંહે પદ સંભાળતાં જ કોંગ્રેસના ૩૫ વર્ષ જુના નેતા ગોવાભાઈ રબારી ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જાેડાઈ ગયાં. બીજી બાજુ પહેલાં સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષપલટો કરીને આમ આદમી…
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને વધુ એક સ્ફોટક ખુલાસો કરીને પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવા પર નિશાન સાધ્યુ છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હતી કે મારે સેના સાથે મળીને કામ કરવાનુ છે અને શરૂઆતમાં અમારી વચ્ચે તાલમેલ પણ સારો રહ્યો હતો પણ જ્યારે મેં જનરલ બાજવાને વધારે છૂટ આપી ત્યારથી તકલીફોની શરૂઆત થઈ હતી. આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. ઈમરાનના જણાવ્યા અનુસાર તે પછી જનરલ બાજવા બદલાઈ ગયા…
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનની ચીન યાત્રા બાદ પણ બંને દેશો વચ્ચેનો ખટરાગ યથાવત છે. પીએમ મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે ત્યારે જ અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને ચીનના રાષ્ટ્રપતિ જાે બાઈડનને તાનાશાહ ગણાવતુ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. બિજિંગમાં એક તરફ બ્લિન્કને અમેરિકા અને ચીન વચ્ચે સબંધો સુધારવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારની રાત્રે કેલિફોર્ન્યિામાં એક પ્રોજેકટના શિલાન્યાસ સમારોહ દરમિયાન બાઈડને કહ્યુ હતુ કે, તાજેતરમાં જ એક ચીની ગુબ્બારો જાસૂસી માટે અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ્યો હતો. આ ગુબ્બારાને અમેરિકાએ તોડી પાડ્યો હતો અને તેના કારણે જિનપિંગ રોષે ભરાયા હતા પણ તેમને ખબર નહોતી કે…
મોરોક્કોએ વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું છે. ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે. તેની સાથે જ તે પેટ્રોલ, ડીઝલ અને કોલસા આધારિત ઉર્જાનો ઉપયોગ કરવાનું બંધ કરશે. આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે. મોરોક્કો ઊર્જા ઉત્પાદન મામલે વિશ્વની સૌથી મોટી શક્તિ બનવા માંગે છે. મોરોક્કો રિન્યુએબલ એનર્જી માટે વિશ્વમાં પોતાનું નામ બનાવવા માંગે છે. આ સોલાર ફાર્મ વિશ્વ માટે જરૂરી મનાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર છે. આ ફાર્મની મદદથી મોરોક્કોની જરૂરિયાતોની ૩૫% રિન્યૂએબલ એનર્જી જનરેટ થશે. આ પ્લાન્ટ સહરાના રણમાં ૩૦૦૦ એકર જમીન પર બનાવવામાં આવ્યો છે. આ પાવર…
ભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતે આજે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને સાથે ભારતીય રાજદ્વારીએ યુએનમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા છે. યુએનમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જાે આપણે સ્થાપિત આતંકવાદીઓને યુએનની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં સક્ષમ નથી, તો તે આનો સામનો કરવાની…
યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખ લઘુમતીમાં છે. અહીં અનેકવાર તેમને પ્રતાડિત કરાય છે. અહેવાલ અનુસાર પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં હોળી સમારોહને એમ કહેતા પ્રતિબંધ મૂકાયો હતો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દેશના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંપૂર્ણપણે અલગ છે. આયોગે હોળીને દેશની ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવ્યો છે. નોટિફિકેશનમાં આયોગે એ વાતનો ઉલ્લેખ કર્યો…
મોદી સાથે ભારતને લઈને ચિંતાઓ પર પણ ચર્ચા કરો ઃ યુએસ સેનેટર્સ અમેરિકા પહોંચેલા પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત થયુ છે. જાેકે અમેરિકામાં પીએમ મોદી વિરોધી લોબી સક્રિય થઈ ગઈ છે. અમેરિકામાં ૭૫ સેનેટરો તેમજ ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસના સભ્યોએ અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડનને એક પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે, પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવે પણ તેની સાથે સાથે ભારતને લઈને જે ચિંતાઓ છે તેના પર પણ ચર્ચા કરવામાં આવે. આ સેનેટરો અને કોંગ્રેસના સભ્યોએ અમેરિકાના વિદેશ વિભાગ તથા બીજા સંગઠનોના અહેવાલનો હવાલો આપીને કહ્યુ છે કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે તેમજ પત્રકારો તથા નાગરિકોના સંગઠનોને ટાર્ગેટ કરવામાં…
પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ ચારે બાજુથી ચર્ચામાં છે. રિલીઝ બાદથી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. તેના પર પ્રતિબંધ લાદવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ મામલો પીએમ મોદી અને હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જાેકે, ફિલ્મ પર પ્રતિબંધ પર કોઈ ર્નિણય નથી આવ્યો. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને જેટલો વિવાદ થયો એટલી જ વધારે પ્રથમ ૩ દિવસમાં કમાણી પણ કરી લીધી છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૪૦ કરોડનો બિઝનેસ કરી લીધો હતો. પરંતુ મન્ડે ટેસ્ટમાં ફિલ્મ ફેલ થઈ ગઈ છે. ફિલ્મના ડાયલોગ ઉપરાંત તેના પાત્રોના લુક પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો…
રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી બંને પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા છે. તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ આરોપીઓની ધરપકડ બાદ જ મૃતદેહ ઉઠાવશે. સ્થિતિને ધ્યાનમાં રાખી ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. બિકાનેર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ઓમપ્રકાશએ જણાવ્યું…