Author: Shukhabar Desk

ત્યારે તાજેતરમાં જ પડેલ કમોસમી વરસાદનાં કારણે અમુક ખેડૂતોને જીરાનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો પણ જે ખેડૂતોને જીરાનો પાક સારા એવા પ્રમાણમાં થયો છે. તેના માટે જીરૂ હાલ સોના બરાબર છે. ત્યારે જીરાનાં પાકમાં માનવામાં ન આવે એટલી હદે તેજી આવતા ખેડૂત તેમજ વેપારી બંને ખુશખુશાલ છે. આ તેજી કોને તારશે તે તો આવનાર સમય જ બતાવશે. ત્યારે એશિયાનાં સૌથી મોટા ઊંઝા ગંજબજારને જીરા માટે સૌથી મોટું માર્કેટ ગણવામાં આવે છે. મંગળવારે ઊંઝા ગંજબજારમાં ૨૦ કિગ્રા (મણ) નાં કોમોડીટીનાં ભાવ રૂા. ૧૦,૪૦૦ ની ઉંચાઈએ હતા. હાલ ખેડૂતો બજારમાં જીરાની રોજ ૧૦ થી ૧૨ હજાર જેટલી…

Read More

સાવરકુંડલાના મણીભાઈ સર્કલ સામે આવેલ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં સુરભી મેજિક નામની ટિકિટો વહેંચીને અનેક લોકોની સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું ચૂનો લગાડી નાસી જનાર હિરેન વનરા નામના યુવકને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો. રૂપિયા ૧૦,૨૦,૫૦ અને રૂપિયા ૧૦૦ની ટિકિટો વહેંચીને છેતરપિંડી આચરી હતી. સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ મણીભાઈ સર્કલ ની સામે સૂર્યદીપ કોમ્પ્લેક્સ માં ૨૦૧૮ થી ૨૦૨૧ના ગાળામાં અવનવી લોભામણી સ્કીમો સુરભી ગ્રુપના નામે ચલાવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવી જનાર બે સગા ભાઈઓને અમરેલી પોલીસે અમદાવાદ થી ઝડપી લીધા આ યોજનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ હીરેન વનરા ની અમદાવાદ થી ઝડપી પાડ્યો છે ત્યારે આ ચીટીંગમાં તેનો ભાગીદાર તેનો સગો જ ભાઈ…

Read More

વલસાડ શહેરની એક હોસ્પિટલ માં પ્રસૂતા અને ગર્ભમાં રહેલ બાળકનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. હોસ્પિટલની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારમાં રોષ વ્યાપ્યો હતો. રોષે ભરાયેલ પરિવારજનો મૃતદેહ સાથે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચતા મામલો ગરમાયો હતો. વલસાડના છરવાડાના નીલા બેન પટેલ નામની પ્રસુતાને ૧૬મી જુનના રોજ પ્રસુતિ માટે વલસાડની સર્જીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે દરમ્યાન તારીખ ૧૯ ના રોજ તેમની તબિયત બગડતા પ્રસુતાને ૧૦૦ મીટર દૂર આવેલ અન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર પર જ લઈ જવામાં આવ્યા હતા. અન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર પર લઇ જતી વેળાએ રસ્તામાં ખાડા અને આંચકા લાગતા પ્રસુતાની તબિયત વધુ બગડી…

Read More

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રસ્તાના રોડ પર રૂપિયા ૨૦ લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા ૨૦ લાખની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા, પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરવામાં આવી છે અને લૂંટારોઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતાં અને કમિશન એજન્ટ તરીકે કામ કરતાં અવેશ દોસ્તમામાદભાઈ ખીરા નામનો યુવાન કાલે પોતાના ઘેરથી જામનગરના વેપારીને રૂપિયા ચૂકવવા માટે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ નીકળ્યા…

Read More

બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સાંજે વડોદરા પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે વાઘોડિયા રોડ પર આવેલા શ્રી મહેંદીપુર બાલાજી ધામના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થતિ રહ્યા હતા. બાબા બાગેશ્વરના હસ્તે હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. હનુમાનજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ભક્તો માટે વિશેષ ડોમ તૈયાર કરાયો હતો. આ ઉપરાંત પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે સાંજે વડોદરા આવી પહોંચ્યા હતા. તેઓ વડોદરા આવવાના છે, તેવી કોઈને પણ…

Read More

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી સોનાના પાવડરયુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પર ગ્રાહકોની જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે. રાજકોટ સોની બજાર અને પેલેસ રોડ લગાવેલા પોસ્ટરમાં સોનામાં પાવડર ભેળવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ લોકોને દાગીનાની ખરીદી કરતી વખતે તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘સાવધાન ”પીળુ એટલે સોનું નથી”, લે-ભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઈનની ખરીદી પહેલા પાવડરયુક્ત સોનાની ગુણવત્તાની ચકાસણી કરવાનો આગ્રહ રાખો.’ સોનાના દાગીનામાં…

Read More

કેનેડામાં છેલ્લા ઘણા દિવસોથી એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટના બની રહી છે. ત્યારે ગુજરાતના આણંદનો વિષય પટેલ (ઉં.વ ૨૦) નામનો યુવક છેલ્લા ૬ દિવસથી ગાયબ થઈ ગયો હતો. કેનેડા પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી. ત્યારે કેનેડા પોલીસને બ્રાન્ડોન શહેરના પૂર્વમાં એસિનિબોઈન નદી હાઈવે બ્રિજ પાસેથી વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય પટેલે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે, તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઁસ્ રિપોર્ટ બાદ જ યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવશે. હાલ મૃતક યુવકના માતા-પિતા કેનેડા…

Read More

સૌપ્રથમ વડોદરાના અટલ બ્રિજ બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે ગાંધીનગરમાં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજમાં તિરાડો જાેવા મળતા કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે. નોંધનીય છે કે ૫૨ કરોડના ખર્ચે ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ત્રણ દિવસ અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં હાલ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જાેવા મળતા ભ્રષ્ટાચારની અને ગેરરીતિની ગંધ આવી રહી છે. જાેકે આ મામલે તંત્ર મૌન સેવીને બેઠું છે.ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ બ્રિજને ૩ દિવસ પહેલા જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જાેકે તમામ નીતિ નિયમના પાલન સાથે ટેસ્ટિંગ કરીને બ્રિજ ખુલ્લો…

Read More

આણંદ જિલ્લામાં શાળા બાંધવાના કામમાં નબળી ગુણવત્તાનો માલસામાન વપરાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, તારાપુર તાલુકાના મોરજ અને ખાખસર ગામમાં શાળાનું મકાન નવું બની રહ્યું છે. શાળાના નિર્માણમાં જ કોન્ટ્રાક્ટર-એન્જિનિયરની મીલીભગતથી કામ થઈ રહ્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. ગુજરાતના આણંદ જિલ્લાની બે શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વપરાયું હોવાનું ખૂલતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ તારાપુર તાલુકાના મોરજ અને ખાખસર ગામમાં શાળાના સમારકામને લઈ અનેક સવાલો ઊભા થયા છે. જેમાં શાળાના નિર્માણમાં કોન્ટ્રાક્ટર-એન્જિનિયરની મીલીભગતથી કામ થઈ રહ્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ તરફ ગ્રામજનોએ નબળા માલસામાનનો વીડિયો બનાવ્યો અને એન્જિનિયરને…

Read More

શ્રેયંકા પાટિલ અને મન્નતત કશ્યપના જાદુને કારણે ભારતે બુધવારે બાંગ્લાદેશને ફાઈનલમાં ૩૧ રનથી હરાવી મહિલા ઈમર્જિંગ એશિયા ટી-૨૦નો ખિતાબ પોતાના નામે કર્યોછે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરીને ૭ વિકેટ ગુમાવીને ૧૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં શ્રેયંકાએ (૧૩ રનમાં ચાર વિકેટ) અને મન્નતે (૨૦ રન આપીને ત્રણ વિકેટ) ઝડપીને બાંગ્લાદેશને ૧૯.૨ ઓવરમાં ૯૬ રન પર સમેટી લીધી હતી. ઓફ સ્પિનર કનિકા આહુબાએ પણ ૨૩ રન આપીને બે વિકેટ ઝડપી લીધી હતી. શ્રેયંકા, મન્નત અને કનિકાની સ્પિનર તિકડીએ મિશન રોડ ગ્રાઉન્ડની ધીમી પિચ પર બાંગ્લાદેશના બેસ્ટમેનોને કોઈ ચાન્સ આપ્યો ન હતો. નાહિદ અખ્તરે બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ ૧૭…

Read More