Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»છેલ્લા ત્રણ મહિનામાં આવી ત્રીજી ઘટના કેનેડાની નદી પાસેથી આણંદના ૨૦ વર્ષીય વિષય પટેલનો મૃતદેહ મળ્યો
    Gujarat

    છેલ્લા ત્રણ મહિનામાં આવી ત્રીજી ઘટના કેનેડાની નદી પાસેથી આણંદના ૨૦ વર્ષીય વિષય પટેલનો મૃતદેહ મળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેનેડામાં છેલ્લા ઘણા દિવસોથી એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટના બની રહી છે. ત્યારે ગુજરાતના આણંદનો વિષય પટેલ (ઉં.વ ૨૦) નામનો યુવક છેલ્લા ૬ દિવસથી ગાયબ થઈ ગયો હતો. કેનેડા પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી. ત્યારે કેનેડા પોલીસને બ્રાન્ડોન શહેરના પૂર્વમાં એસિનિબોઈન નદી હાઈવે બ્રિજ પાસેથી વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય પટેલે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે, તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઁસ્ રિપોર્ટ બાદ જ યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવશે. હાલ મૃતક યુવકના માતા-પિતા કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે. તો તે પરીક્ષામાં એક વિષયમાં ફેઈલ થયો હોવાની વાત પણ સામે આવી છે.
    મળતી માહિતી અનુસાર, આણંદના બોરીયાવી ગામનો વતની વિષય પટેલ છેલ્લા ૨ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. તે ૧૫ જૂને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઘરની બહાર નીકળતા જાેવા મળ્યો હતો. જે બાદ ઘણા સમય સુધી તે ઘરે પરત ન આવતા મિત્રો અને સગાસંબંધીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી. વિષય પટેલની શોધખોળ કરવામાં આવતા તેની કોઈ ભાળ મળી નહોતી. જેથી આ અંગે બ્રાન્ડોન પોલીસને જાણ કરવામાં આવી હતી.
    જે બાદ પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન એસિનિબોઇન નદી અને હાઇવે ૧૧૦ બ્રિજ પાસે લાપતા યુવાનના કપડા મળી આવ્યા હતાં. ત્યારબાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓએ આ વિસ્તારની તપાસ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
    આ (વિષય પટેલ) પ્રથમ યુવક નથી કે જે શંકાસ્પદ રીતે ગુમ થયો હોય અને પછી તેનો મૃતદેહ મળી આવ્યો હોય. આ પહેલા પણ ગુજરાતના જ હર્ષ પટેલ અને આયુષ ડાખરા નામના યુવકો શંકાસ્પદ હાલતમાં ગુમ થયા હતા, જે બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આયુષ ડાખરા મૂળ ભાવનગરના સિદસર ગામનો વતની હતો, તે ટોરન્ટો શહેરની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત ૫મી મેના રોજ આયુષ ડાખરા અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ આયુષના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી અને આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આવી જ રીતે એપ્રિલ મહિનામાં હર્ષ પટેલના ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.