શહેર નજીક લોથડા ગામ પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા લોધીકાના યુવાન સંજય ઉર્ફે ખોડાભાઈ નાગડુકિયા (ઉવ.૨૨)નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આજી ડેમ પોલીસ દ્વારા સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવાન સંજય તારીખ ૨૦ના રોડ રાતે એટીએમમાં બાઇક પર જતો હતો ત્યારે ગાય વચ્ચે આવી જતા તેની બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજ્યુ છે. આ સમાચારને કારણે પરિવાર સહિત આખા વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય કારખાનામાં મોટર બાંધવાનું કામ કરતો હતો. ત્યારે ૨૦ તારીખના રોજ તેના ખાતામાં પગાર જમા થતા રાત્રિના નવ વાગ્યાના અરસામાં તે…
Author: Shukhabar Desk
નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા એક ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના એક ગામનો ૨૬ વર્ષનો હાર્દિક પ્રજાપતિ અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની હિરલ પટેલ છેડછાડ કરાયેલા પાસપોર્ટ પર કેનેડા જઈ રહ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે તેમણે ચેન્નઈથી વાયા દિલ્હી થઈ ટોરેન્ટો જતી ફ્લાઈટમાં પોતાના સમગ્ર પ્રવાસનું ચેક-ઈન પણ કરી લીધું હતું. જાેકે, ચેન્નઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલી તેમની ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ ત્યારે એરલાઈનના સ્ટાફને શંકા જતાં આ બે પેસેન્જર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પરથી પકડાયેલા આ ગુજરાતી યુવક-યુવતીનો મૂળ પ્લાન કેનેડા પહોંચ્યા બાદ ત્યાંથી ગમે…
કોઈ પણ કામને લોકો પાસે કરાવવા માટે રિવોર્ડ અથવા પનિશમેન્ટ પોલિસી અપનાવવામાં આવતી હોય છે. જાે કામ સમયસર સારી રીતે થઈ જાય તો, ઈનામ આપવામાં આવે છે અને જાે કામ ન થાય તો, તેના માટે સજાની પણ જાેગવાઈ રાખવામાં આવતી હોય છે. સ્કૂલોમાં સજા થોડી વધારે સખત હોય છે, પણ મોટા થવા પર કોઈ શારીરિક સજા આપવામાં આવતી નથી. જાે કે, કોર્પોરેટ સેક્ટરમાં સજાઓની વાત કરવામાં આવે તો, ચીનમાં આવું બહું જાેવા મળે છે. અહીં લોકોને સારી રીતે પરફોર્મ ન કરવા પર સજા આપવાના અજીબોગરીબ કિસ્સા અને વીડિયો સામે આવી ચુક્યા છે. ક્યારે તેમને એકબીજાને થપ્પડ મારવામાં આવે છે, તો…
મીરા રોડ પર મનોજ સાનેએ પોતાની લિવ ઈન પાર્ટનર સરસ્વતીની હત્યા કરી નાખી હતી. આ કેસ હજુ ઠંડો પડ્યો નથી ત્યારે વધુ એક લિવ ઈન પાર્ટનરની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી નાખી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, એક યુવકે સોમવાકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનર પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. એ પછી આરોપીએ પોતાના પર પણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સાકીનાકા પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવતા વિસ્તારમાં બની છે. પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું…
આશરે ત્રણ વર્ષ પહેલા આવેલી અનુભવ સિન્હાની ફિલ્મ ‘થપ્પડ’ જાે તમે જાેઈ હશે તો ખ્યાલ જ હશે કે, તેમાં અમૃતાનો (તાપસી પન્નુ) પતિ વિક્રમ (પવૈલ ગુવાટી) તેના પર હાથ ઉપાડે છે. જે બાદ અમૃતા ડિવોર્સ આપવાનું નક્કી કરે છે, તેના પર વિક્રમ તેને આટલો મોટો ર્નિણય ન લેવા અને નારાજગી દૂર કરવા સામે તેને પણ થપ્પડ મારી દેવાનું કહે છે, પરંતુ અમૃતા તેમ કરતી નથી. બિહારના ભોજપુરમાં પણ આવો જ કંઈક કિસ્સો બન્યો હતો પરંતુ તેનો અંત અલગ હતો. અહીં રહેતા દંપતી વચ્ચે સામાન્ય વાત પર ઝઘડો થતાં પતિએ પત્નીને લાફો માર્યો હતો અને જ્યારે પત્નીએ જવાબમાં સામે લાફો મારતાં…
એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જાેવા ગયેલી સબમરીન વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઊંડા પાણીની અંદરથી અવાજાે સંભળાઈ રહ્યા છે, જેણે આશા જગાવી છે. યુએસ નેવીનો ઝ્રેંઇફ૨૧ રોબોટ પણ તેને શોધવા માટે છેલ્લા પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રવાસી સબમરીન ઐતિહાસિક જહાજ ટાઈટેનિકનો કાટમાળ જાેવાના મિશન પર ગુમ થઈ ગઈ હતી. પાકિસ્તાની મૂળના અબજાેપતિ અને એન્ગ્રો કોર્પના વાઇસ-ચેરમેન અને તેનો ૧૯ વર્ષીય પુત્ર સુલેમાન ટાઇટેનિકના કાટમાળ પાસે ગુમ થયેલા પાંચ લોકોમાં સામેલ છે. સબમરીન પર સવાર લોકો માટે આગામી થોડા કલાકો નિર્ણાયક છે. કારણ કે આજે બપોર સુધીમાં સબમરીનની અંદરનો ઓક્સિજન ખતમ થઈ જશે. બચાવ જહાજાેનો કાફલો સબમરીનને શોધવામાં…
વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઈડન તેમના પત્ની જિલની સાથે પીએમ મોદીને આવકારવા માટે ઉભા હતા. મોદી જેવા કારમાંથી ઉતર્યા તે બાઈડન ખૂબ જ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે કેટલીક હળવી વાતો પણ થઈ હતી. એક વાત કહેતી વખતે તો મોદી ખડખડાટ હસી પડ્યા હતા. વ્હાઈટ હાઉસમાં મોદી અને બાઈડન વચ્ચે એવી તો શું વાત થઈ કે હાસ્યનું મોજું ફરી વળ્યું? મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા તે પહેલા જ બાઈડન પોતાની પત્ની જિલની સાથે તેમના દરવાજા પર ઉભા હતા. મોદીની કાર ઉભી રહી હતી અને બાઈડન તેમને આવકારવા માટે આગળ વધ્યા હતા. જિલ પાછળ જ ઉભા…
અમેરિકાની સરકારી મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ જાે બિડેન અને જીલ બિડેન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ભેટોની આપ-લે કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ લેડી ડૉ. જીલ બિડેનને ૭.૫ કેરેટનો લીલો હીરો ભેટમાં આપ્યો હતો, જ્યારે રાષ્ટ્રપતિ જાે બિડેનને ખાસ ચંદનનું બૉક્સ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બિડેનને ૭.૫ કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. જે બોક્સમાં આ હીરો આપવામાં આવ્યો હતો તેના પર કાશ્મીરી કારીગરી સ્પષ્ટપણે જાેઈ શકાય છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જાે બિડેનને ભારતીય સંસ્કૃતિ સાથે જાેડાયેલી ખાસ ભેટ આપી. તેણે બિડેનને દ્રષ્ટિ સહસ્ત્ર ચંદ્રનો…
ચીનમાં બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૩૧ લોકોના મોત થયા હતા. જ્યારે ૭ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, બુધવારે રાત્રે ઉત્તર પશ્ચિમ ચીનના યિનચુઆનમાં એક બારબેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ૩૧ લોકોના મોત થયા છે અને સાતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચીની મીડિયામાં પ્રકાશિત કરાયેલી તસ્વીરો જાેઇને ખ્યાલ આવે છે કે વિસ્ફોટ કેટલો ભયાનક હતો. વિસ્ફોટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને…
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર (ભારત સરકાર) સંચાલિત શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. આ શાળામાં 21 મી જૂન 2023 ના સવારે 7:00 કલાકથી 7:45 સુધી યોગની વિવિધ યૌગિક ક્રિયાઓ કરવામાં આવી હતી. આ પ્રવૃતિમાં ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી મહેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર તેમજ રમત ગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.