Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અમેરિકાના પ્રેસિડેન્ટના પત્નીને શું કહી હસવા લાગ્યા મોદી? કારમાંથી ઉતરતાની સાથે જ બાઈડને પકડ્યો મોદીનો હાથ
    India

    અમેરિકાના પ્રેસિડેન્ટના પત્નીને શું કહી હસવા લાગ્યા મોદી? કારમાંથી ઉતરતાની સાથે જ બાઈડને પકડ્યો મોદીનો હાથ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઈડન તેમના પત્ની જિલની સાથે પીએમ મોદીને આવકારવા માટે ઉભા હતા. મોદી જેવા કારમાંથી ઉતર્યા તે બાઈડન ખૂબ જ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે કેટલીક હળવી વાતો પણ થઈ હતી. એક વાત કહેતી વખતે તો મોદી ખડખડાટ હસી પડ્યા હતા. વ્હાઈટ હાઉસમાં મોદી અને બાઈડન વચ્ચે એવી તો શું વાત થઈ કે હાસ્યનું મોજું ફરી વળ્યું? મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા તે પહેલા જ બાઈડન પોતાની પત્ની જિલની સાથે તેમના દરવાજા પર ઉભા હતા. મોદીની કાર ઉભી રહી હતી અને બાઈડન તેમને આવકારવા માટે આગળ વધ્યા હતા. જિલ પાછળ જ ઉભા રહ્યા હતા. જેવા પીએમ મોદી કારમાંથી ઉતર્યા કે બાઈડને ઉષ્માભેર તેમનો હાથ પકડી લીધો હતો. તેનાથી વધારે ઉષ્મા બાઈડનના શબ્દોમાં હતી. બાઈડને મોદીને કહ્યું હતું કે ‘વેલકમ મિત્ર તમારો દિવસ ઘણો લાંબો રહ્યો’. બાઈડને આ વાત એટલા માટે કહી હતી કારણ કે બુધવારનો દિવસ મોદી માટે વ્યસ્ત રહ્યો હતો. સવારે તેઓ આઠ વાગ્યે (અમેરિકાના સમય પ્રમાણે) ઉઠ્‌યા હતા, જે બાદ યુએનમાં યોગ દિવસમાં સેશન સામેલ થયા હતા. તે પછી તેમની મુલાકાતનો સિલસિલો યથાવત્‌ રહ્યો હતો. રાજકારણમાં બોડી લેન્વેજ ઘણી મહત્વની રહે છે. મોદી અને બાઈડનની આ મુલાકાતમાં બાઈડન મોદીની પીઠ પંપાળતા જાેવા મળ્યા હતા. તે ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો સંકેત છે. તે બાદ પીએમ મોદીનું બાઈડન અને જિલ સાથે ફોટો સેશન થયું હતું. આ દરમિયાન પણ બાઈડન સાથે તેમની વાતચીત યથાવત્‌ રહી હતી. બાઈડન પીએમ મોદીને ફરી એકવાર કહેતા સંભળાયા હતા કે ‘વેલકમ ટુ લોન્ગ જર્ની. પીએમ મોદીએ વાતચીત દરમિયાન કોઈ એવી વાત કહી હતી, જે બાદ તેઓ ખૂબ હસ્યા હતા. આખરે એવી તો શું વાત થઈ કે મોદી આટલા ખડખડાટ હસ્યા? કેમેરામાં બંનેની વાતચીતનો હિસ્સો કેદ થયો હતો. જિલે પીએમ મોદીને કંઈક વાત કહી. તેના જવાબમાં મોદી કહેતા સંભળાયા કે ‘હું તો પ્લાન કરી રહ્યો હતો… પરંતુ મેં સાંભળ્યું કે તમારી પ્રેસ કોન્ફરન્સ આવી ગઈ છે’. તે બાદ મોદી ખૂબ હસ્યા, તેમના આ અંદાજ પર બાઈડન અને જિલ પણ હસવાનું રોકી શક્યા નહીં

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      SBIમાં સરકારી નોકરી મેળવવાની તક! SO ભરતી માટે આજે જ કરો અરજી, 77 જગ્યાઓ પર થશે ભરતી

      November 25, 2026

      રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, CBI અને ED તપાસનો આદેશ રદ; હવે હાઈકોર્ટ ફરી કરશે સુનાવણી

      November 25, 2026

      પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક થયા! PM મોદીએ કર્યું સ્વાગત, અમિત શાહે CM પદ અંગે કરી મોટી જાહેરાત

      November 24, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.