અમદાવાદમાં ૧૦૦ તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. મહિલા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ. પરણીતાના પિયર પક્ષે પતિના ઘર પર હુમલો કર્યો. જેનો વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે નોંધી ફરિયાદ. પતિ પત્નીના ઘર કંકાસમાંના વિવાદ વચ્ચે પોલીસ પર થયા આક્ષેપ. અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ ૧૦૦ તોલા સોના ની દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. ત્યારે બીજી તરફ રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ મહિલાના સાસરીમાં હુમલો કર્યો. અને વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી. ઘટનાની વાત કરીએ તો…
Author: Shukhabar Desk
દિવસે ને દિવસે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. મોટા ભાગના અકસ્માતોમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરાયું હોવાનું જ બહાર આવે છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. તો બંને કારનો બૂકડો બોલી ગયો હતો. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. ય્ત્ન૦૫ઇમ્૪૫૧૫ નંબરની…
લિંગ સમાનતાના સંદર્ભમાં ભારત ૧૪૬ દેશોમાંથી ૧૨૭માં ક્રમે પહોંચી ગયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ૨૦૨૩ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. ભારત લિંગ સમાનતાની બાબતમાં ૧૪૬ દેશોમાંથી ૧૨૭માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ૨૦૨૩ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. આ પહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમે વર્ષ ૨૦૨૨ માટેના તેના અહેવાલમાં ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતને ૧૪૬માંથી ૧૩૫માં સ્થાન આપ્યું હતું. ભારતની સ્થિતિમાં૧.૪ ટકા પોઈન્ટ્સ અને આઠ સ્થાનનો સુધારો થયો છે અને ભારત આંશિક રીતે ૨૦૨૦ના સમાનતાના સ્તર તરફ વધ્યુ છે.…
એચ૧-બીવિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે જેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાત દરમિયાન બાયડેન વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કુશળ ભારતીય કામદારોના રહેઠાણ અને રોજગારની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એચ-૧બીવિઝા પરના કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામદારો વિદેશમાં મુસાફરી કર્યા વિના યુએસમાં તે વિઝા રિન્યૂ કરી શકશે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં આશરે ૪૪૨,૦૦૦ એચ-૧બીકામદારોમાંથી ૭૩ ટકા ભારતીય નાગરિકો હતા જે યુએસ એચ-૧બીપ્રોગ્રામના અત્યાર સુધીમાં સૌથી વધુ સક્રિય વિઝા ધારકો છે. અમેરિકાના એક અધિકારીએ કહ્યું હતું કે અમે બધા માનીએ છીએ કે અમારા લોકોની ગતિશીલતા અમારા માટે એક મોટી સંપત્તિ…
અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશિલા છે. ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો આધાર છે. બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે. એકબીજા સાથે કામ કરીને, આપણા રાષ્ટ્રો બધા માટે સુરક્ષિત, સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકે છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે પીએમ મોદીની આ સત્તાવાર મુલાકાતથી અમે વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રને સાથે લાવી રહ્યા છીએ, પરંતુ અમારો સંબંધ…
અમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં બુધવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને પીએમ મોદી માટે એક ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેનુ મેન્યુ પણ સામે આવ્યુ છે. આ ડિનર તૈયાર કરવામાં વ્હાઈટ હાઉસના શેફને જિલ બાઈડને મદદ કરી હતી. ડિનરમાં નીચે પ્રમાણે વાનગીઓ પીરસવામાં આવી હતી. લેમન ડિલ યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક, સમર સ્કવોશ, મેરિનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન, ટેંગી એવેકાડો સોસ, સ્ટ્ફ્ટ પોર્ટબેલ્લો મશરુમ, ક્રિમી સેફરોન ઈન્ફ્યુસ્ડ રિસોટો, રોઝ એન્ડ કાર્ડેમમ ઈન્ફ્યુસ્ડ સ્ટ્રોબેરી શોર્ટ કેક. આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી હતુ. પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા…
કેન્દ્ર સરકાર હાલની નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૪૦-૪૫% સુધી હોઈ શકે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે એપ્રિલ મહિનામાં જૂની પેન્શન યોજના (ઓપીએસ)ની સમીક્ષા કરવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. કેન્દ્રએ વર્ષ ૨૦૦૪થી ઓપીએસનાબૂદ કરીને એનપીએસલાગુ કર્યું હતું. આ હેઠળ કર્મચારી તેના મૂળ પગારના ૧૦% તો સરકાર પેન્શન ફંડમાં ૧૪% યોગદાન આપે છે. એનપીએસની રકમનું બજારમાં રોકાણ કરવામાં આવે છે અને તેના રિટર્નના આધાર પર પેન્શનની રકમ ર્નિભર કરે છે. બીજી તરફ ઓપીએસહેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૫૦% છે. વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને…
ભારતની ધરતી પર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક પછી એક નોંટકી કરી રહ્યું છે. પહેલા પાકિસ્તાને વર્લ્ડ કપમાં તેના બે સ્થળો બદલવાની માંગ કરી હતી અને હવે આ ટીમે અફઘાનિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે પીસીબીએ અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમવાની ના પાડી દીધી છે. પીસીબીએ તેની લેખિત માંગણી આઈસીસીને મોકલી છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેમ નથી ઈચ્છતું કે તેમની ટીમ અફઘાનિસ્તાન સામે રમે? પીસીબીની દલીલ છે કે, તેમની ટીમને અફઘાનિસ્તાન સાથે લીગ મેચ રમવાની છે, તેથી તેઓ બિન-એશિયન ટીમ સાથે વોર્મ-અપ મેચ રમવા માંગે છે.…
વિશ્વના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન જ્યારે કોઈપણ રમતમાં એકબીજા સામે રમતા હોય ત્યારે ટીમના પ્રદર્શની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ જાેવા મળતુ હોય છે તેમજ માહોલ હંમૈશા ગરમ રહેતો હોય છે. આવુ જ કંઈક ગઈકાલે બેંગલુરુમાં જાેવા મળ્યુ હતું જ્યા ફુટબોલના એક મેચમાં બંને ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડીવાર માટે વાતાવરણ ખુબ જ ગરમાગરમીવાળુ બની ગયુ હતું. બેંગલુરુમાં ગઈકાલે સાફચેમ્પિયનશિપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમા ભારતે પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું હતું. જાે કે મેચ તેના પહેલા હાફના અંતિમ ક્ષણોમાં હતી અને જ્યારે ભારત પાકિસ્તાનથી ૨-૦થી આગળ હતું ત્યારે મેચમાં ઉગ્ર બોલાચાલી થઈ…
રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જાેરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડને જાેતા સ્થાનિક પોલીસની સાથે સાથે મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. જે સમયે વહીવટીતંત્ર તેની કાર્યવાહી માટે પહોંચ્યું તે સમયે મંદિરમાં મહિલાઓ ભજન ગાતી હતી. લોકોએ વહીવટીતંત્રની કાર્યવાહીનો વિરોધ કરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પૂર્વ દિલ્હીના ડીએમએ કહ્યું કે અહીં માત્ર…