Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નેશનલ પેન્શન સ્કીમમાં મોટા ફેરફારની કેન્દ્રની વિચારણા લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૪૦-૪૫% સુધી કરવામાં આવશે
    India

    નેશનલ પેન્શન સ્કીમમાં મોટા ફેરફારની કેન્દ્રની વિચારણા લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૪૦-૪૫% સુધી કરવામાં આવશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેન્દ્ર સરકાર હાલની નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૪૦-૪૫% સુધી હોઈ શકે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે એપ્રિલ મહિનામાં જૂની પેન્શન યોજના (ઓપીએસ)ની સમીક્ષા કરવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
    કેન્દ્રએ વર્ષ ૨૦૦૪થી ઓપીએસનાબૂદ કરીને એનપીએસલાગુ કર્યું હતું. આ હેઠળ કર્મચારી તેના મૂળ પગારના ૧૦% તો સરકાર પેન્શન ફંડમાં ૧૪% યોગદાન આપે છે. એનપીએસની રકમનું બજારમાં રોકાણ કરવામાં આવે છે અને તેના રિટર્નના આધાર પર પેન્શનની રકમ ર્નિભર કરે છે. બીજી તરફ ઓપીએસહેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના ૫૦% છે. વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ ૩૮% સુધી પેન્શન મળે છે. જાે સરકાર ૪૦% પેન્શન સુનિશ્ચિત કરે તો તેના પર ૨% રકમનો વધારાનો બોજ પડશે. જાે કે, જાે બજારમાં રોકાણ પરનું વળતર ઘટશે તો પેન્શનના કારણે સરકાર પર બોજ વધશે. નાણા મંત્રાલય એવો રસ્તો અપનાવવા માંગે છે જેના હેઠળ પેન્શનનો બોજ સરકાર પર ઓછામાં ઓછો પડે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જે પેન્શન સ્કીમ લાવશે તેને મોંઘવારી ભથ્થા સાથે જાેડવામાં નહીં આવશે.
    વિપક્ષ શાસિત રાજ્યોમાં જૂના પેન્શનના અમલને કારણે દબાણ વધ્યું છે. રાજસ્થાન, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં ઓપીએસલાગુ કરવાની જાહેરાત બાદ કેન્દ્ર પર બીજી આકર્ષક પેન્શન યોજના લાવવાનું દબાણ વધ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર નવી યોજનાની જાહેરાત કરી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.