બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોને પોતાના ડાન્સના સ્ટેપ નચાવતી ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાય છે. આ જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર શક્તિ મોહન આજે ૧૨મી ઑક્ટોબરે પોતાનો ૩૭મો જન્મદિવસ ઉજવી રહી છે. ૧૨ ઓક્ટોબર ૧૯૮૫ના રોજ મુંબઈમાં જન્મેલી શક્તિ મોહનને ત્રણ બહેનો છે, કૃતિ, મુક્તિ અને નીતિ મોહન. જાણવા જેવી બાબત તો એ છે કે ત્રણેય બહેનો એક્ટર, ડાન્સર અને સિંગર છે. આજના સમયમાં શક્તિને કોઈ પણ ઓળખની જરૂર નથી. તેણે ઘણા ટીવી ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો છે અને તે જજ તરીકે પણ જાેવા મળી છે. શક્તિ મોહને ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સીઝન ૨થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેને…
Author: Shukhabar Desk
સીરિયલ ‘નીમા ડેન્ઝોંગપા’માં જાેવા મળેલી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. ૬૭ વર્ષની અભિનેત્રીના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેની કો-સ્ટાર સુરભી દાસે કરી છે. ભૈરવી છેલ્લા ૪૫ વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહી હતી. તે ઘણી ગુજરાતી, હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં જાેવા મળી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. ૬૭ વર્ષની અભિનેત્રીના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેની કો-સ્ટાર સુરભી દાસે કરી છે. બંનેએ સિરિયલ ‘નીમા ડેન્ઝોંગપા’માં સાથે કામ કર્યું હતું. સુરભીએ ભૈરવી વૈદ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ભૈરવી સાથે સિરિયલ ‘નીમા ડેન્ઝોંગપા’ના સેટ પર અદ્ભુત સમય વિતાવ્યો હતો.…
૨૮ જુલાઈ ૧૯૮૬ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે. તમને જણાવી દઈએ કે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મથી તેને ઓળખ પણ મળી હતી. પોતાના અભિનય દ્વારા નામ કમાવનાર હુમા તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. એવું કહેવાય છે કે જ્યારે હુમાએ બોલિવૂડમાં પગ પણ મૂક્યો ન હતો, તે સમયે એટલે કે વર્ષ ૨૦૦૭ દરમિયાન તે મનોજ તંવર નામના છોકરાને ડેટ કરતી હતી. જાેકે થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે…
બોલિવૂડના સુપરહિટ ભાઇઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો દશકોથી લોકોનું મનોરંજન કરી રહી છે. બંનેએ હીરો તરીકે ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ આજે બોબી દેઓલ દર્શકોને નેગેટિવ રોલમાં વધુ પસંદ કરે છે. ત્યાં સની દેઓલ ‘ગદર’ના તારા સિંહની ઇમેજને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. સની દેઓલે ૧૯૮૩માં સુપરહિટ ફિલ્મ બેતાબથી પોતાના શાનદાર કરિયરની શરૂઆત કરી હતી, જે બાદ આવેલી ફિલ્મો ‘પાપ કી દુનિયા’, ‘ત્રિદેવ’ અને ‘ઘાયલ’ પણ ખૂબ ચાલી. એક્ટર ઓછા સમયમાં પોપ્યુલર થઇ ગયો. બોબી દેઓલે ભાઇ સનીના ડેબ્યૂના આશરે ૧૨ વર્ષ પછી ફિલ્મ ‘બરસાત’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ૬ ઓક્ટોબર ૧૯૯૫માં આવેલી ‘બરસાત’ સુપરહિટ રહી, પરંતુ…
કેનેડા કુમાર, પોતાના દેશમાં પાછો જા’, ‘અહીં કેમ રહે છે’, ‘તું તો કેનેડાનો છે?’…આવી કેટલીય વાતો અક્ષય કુમારને સાંભળવી પડી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આ બધી બાબતો કહીને તેને ટ્રોલ કરવામાં આવ્યો છે. કારણ? તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. કેટલાય વર્ષો સુધી મ્હેણાં સાંભળ્યા પછી અક્ષય કુમારે આખરે કેનેડાની નાગરિકતા કેમ લીધી હતી તેના વિશે ખુલાસો કરી દીધો છે. હાલમાં જ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે પોતાની નાગરિકતા વિશે વાત કરી છે. તેણે કહ્યું, “મેં કેનેડાની નાગરિકતા લઈ લીધી કારણકે મારી ફિલ્મો ચાલતી નહોતી. મારી એકસાથે ૧૩-૧૪ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. એ વખતે મારો એક ફ્રેન્ડ કેનેડામાં રહેતો…
ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત સર્જાયો હતો. કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ૪ આશાસ્પદ યુવાનોના સ્થળ પર જ મોત થયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો. ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર…
અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં પોતાની કાર લૂંટીને ભાગી રહેલા એક વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરનારા ગુજરાતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રે બારેક વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની તાજેતરમાં જ ફ્લોરિડા સ્થિત અમારા એક વ્યૂઅરે જાણ કરી હતી, જેમાં અલ્પેશ શાહ નામના વ્યક્તિનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું. અલ્પેશ શાહ ફ્લોરિડાના પામ બે સિટીમાં આવેલી એક લીકર શોપમાં કેશિયર તરીકે જાેબ કરતા હતા તેમજ બે દીકરા અને પત્ની સાથે અમેરિકામાં જ વર્ષોથી રહેતા હતા, તેમજ ઘરમાં તેઓ કમાનારા મુખ્ય વ્યક્તિ હતા. અલ્પેશભાઈને ફ્લોરિડામાં લોકો છન્ના નામે ઓળખતા હતા, તેમની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરનારા લૂંટારાએ અલ્પેશભાઈએ પ્રતિકાર…
દુનિયાના લગભગ તમામ દેશોની ધાર્મિક વસ્તીમાં ઝડપી ફેરફારો નોંધાઈ રહ્યા છે. અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરે આ અંગે એક અભ્યાસ હાથ ધર્યો છે. તેના પરિણામો તદ્દન ચોંકાવનારા છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે ૨૦૧૫માં આ સંશોધન કર્યુ હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આગામી ચાર દાયકામાં વિશ્વની ધાર્મિક વસ્તીમાં ઝડપી અને મોટા ફેરફાર થઈ શકે છે. હિંદુ ધર્મની સાથે ખ્રિસ્તી, ઈસ્લામ અને અન્ય ઘણા ધર્મોનો પણ સંશોધનના ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આગામી ૪૦ વર્ષમાં કયા દેશમાં કયા પ્રકારની ધાર્મિક વસ્તી સૌથી વધુ હોઈ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં જાણવા મળ્યું છે…
પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધુ વધી હશે. પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં ૪૬ વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત ૫ વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને…
હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. હમાસે હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ઈઝરાયલમાં ભારતીયો પણ મોટા પ્રમાણમાં રહે છે પરંતુ હાલમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. જાેકે, હમાસના હુમલા વખતે એક ભારતીય કપલ અને તેનું બાળક માંડમાંડ બચી ગયું હતું. ૨૦૨૦માં લગ્ન કર્યા બાદ ૩૦ વર્ષીય જયદીપ કૌર અને તેમના ૩૨ વર્ષીય મોહિત રંધાવા ઈઝરાયલ આવ્યા હતા. પરંતુ તેમણે અગાઉ ક્યારેય સતત સાઈરનના અવાજાે સાંભળ્યા ન હતા. હમાસે હુમલો કર્યો ત્યારે તેઓ કેવી પરિસ્થિતિમાં હતા તે અંગે જયદીપ કૌરે જણાવ્યું હતું. જયદીપ કૌર તેલ અવીવમાં રહે છે અને હાલમાં તેમને છ મહિનાનો ગર્ભ…