સંગીત અને ગીતો વગર ફિલ્મોની કલ્પના પણ ન થઈ શકે. ખાસ કરીને બોલીવુડની ફિલ્મોની. અત્યાર સુધીમાં ઘણી બધી બોલીવુડ ફિલ્મોએ યાદગાર ગીત આપ્યા છે. ગીત નવા હોય કે જુના, લોકોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે. ફિલ્મોની સફળતા ઘણી વખત તેના ગીતો પર પણ ર્નિભર હોય છે. ફિલ્મનું કોઈ એક ગીત લોકપ્રિય થઈ જાય, તો ફિલ્મને સારો ફાયદો કરાવી શકે છે. જાેકે, એક વર્ગ એવો પણ છે જે ફિલ્મમાં સમયાંતરે આવતા ગીતોના કારણે ચિડાઈ જાય છે. તેઓ ફિલ્મમાં ચારથી પાંચ ગીત સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં એક ફિલ્મમાં ૭૨ ગીતની વાત આવે તો શું થાય? અમે અહીં ઇન્દ્રસભા ફિલ્મની વાત…
Author: Shukhabar Desk
ફિલ્મ અભિનેતા પ્રભાસ ફક્ત સાઉથમાં જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના મોટા સ્ટાર્સમાંથી એક છે. તેણે બાહુબલી જેવી બ્લોગબસ્ટર ફિલ્મ કરી છે, જેણે બોક્સઑફિસ પર કમાણીના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની ફિલ્મોથી કરોડોની કમાણી થાય છે અને તેણે ઈટલીમાં પોતાની આવકમાંથી રોકાણ પણ કર્યું છે. તેણે અહીં એક વિલા ખરીદ્યો છે અને તેને ભાડે આપી દીધો છે. તેના કારણે તેને દર મહિને લગભગ ૪૦ લાખ રૂપિયાની ભાડાની આવક મળે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પ્રભાસે ‘આદિપુરૂષ’ માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની ફી લીધી છે. એજ રિજનલ મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રભાસે પોતાની કમાણીનો કેટલોક ભાગ ઈટાલીમાં રોકાણ કર્યો…
ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં લીપ આવવાનો છે અને આ સાથે નવા લીડ એક્ટર્સની એન્ટ્રી થશે. આયશા સિંહ, નીલ ભટ્ટ અને હર્ષદ અરોરાના પાત્રોની ૨૦ વર્ષના લીપ પહેલા એક્ઝિટ થશે. શોમાં અત્યારસુધીમાં દેખાડવામાં આવેલા ટિ્વસ્ટ શ્ ટર્ન્સ સાથેના હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે દર્શકો ટીવી સ્ક્રીન સામે બેસી રહેવા મજબૂર બન્યા હતા. આયશા સિંહ અને નીલ ભટ્ટ ઉર્ફે ઈંજીટ્ઠૈઇટ્ઠંની કેમેસ્ટ્રીને તેના ફેન્સ ખૂબ મિસ કરવાના છે. આ બંને કલાકારો તેમના છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂરું કરી દીધું છે. ત્યારે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેઓ સંભારણા રૂપે પોતાની સાથે સેટ પરથી શું લઈ જઈ રહ્યા છે તેનો ખુલાસો કર્યો હતો. સઈના રોલમાં…
બોલિવૂડ એક્ટર સની દેઓલ હાલ પુત્ર કરણ દેઓલના લગ્નને લઈને ચર્ચામાં છે. ધર્મેન્દ્રના પૌત્રના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સની દેઓલ અને ધર્મેન્દ્રએ નવી લક્ઝરી કાર ખરીદી છે. પિતા-પુત્ર આ ગાડી સાથે પોઝ આપતા જાેવા મળ્યા છે. કારણકે, ગુરુવારે સની દેઓલ અને ધર્મેન્દ્રનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તસવીરમાં બંને બ્લૂ કલરની લક્ઝુરિયસ કાર પોર્શે સાથે પોઝ આપતા જાેવા મળ્યા હતા. દેઓલ પરિવારે કઈ નવી કાર ખરીદી છે અને તેની કિંમત કેટલી છે?Automobili Ardent India જણાવ્યા મુજબ, એક્ટર સની દેઓલે નવી લક્ઝુરિયસ કાર 911 GT4 ખરીદી છે. જેની અંદાજિત કિંમત રૂપિયા ૩ કરોડ છે.…
કરણના લગ્નમાં વાઈનના ગ્લાસ અને પૂર્વ પત્ની સાથે જાેવા મળ્યા દાદા ધર્મેન્દ્ર સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ૧૮ જૂનના રોજ થયા હતા. આ લગ્નમાં આખો દેઓલ પરિવાર સામેલ થયો હતો. સોશિયલ મીડિયા પર કરણ દેઓલના લગ્નની તસવીરોએ ખૂબ જ ધૂમ મચાવી હતી. આ દરમિયાન બધાની નજર ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરને શોધતી રહી. જાેકે, લગ્ન દરમિયાન પ્રકાશ કૌર પણ કેટલીક ઝલકમાં જાેવા મળી હતી, પરંતુ ધર્મેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ખૂબ જ ખાસ છે. આ વેડિંગ ફોટોમાં ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે તેના પૌત્રના લગ્નની ઉજવણી કરતા જાેવા મળે છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની…
ફિલ્મ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર ટૂંક સમયમાં બવાલ નામની ફિલ્મમાં એકસાથે જાેવા મળશે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ આનાથી જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. જાેકે, આવું કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ હશે. નિતેશ તિવારીની બવાલ ફિલ્મની પ્રીમિયર જૂલાઈના મધ્યમાં પેરિસમાં થશે. કારણ કે, સોમવારે આ ફિલ્મની સ્ટોરીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ લવ સ્ટોરીમાં વરૂણ ધવન અને જાન્હવી કપૂર પહેલી વાર સ્ક્રીન શેર કરશે. એટલે તેને ભારતીય ફિલ્મનું સૌથી મોટું પ્રીમિયર માનવામાં આવી…
વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામવાળીના સ્વાંગમાં યુવતિએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા ૫૦ હજાર પડાવ્યા હતા. કામવાળીએ વૃદ્ધને ખોટા કામ કરો છો કહી ધમકાવી કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. જાહેરાત થકી કામ માંગવા પહોંચેલી મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના આક્ષેપ સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખની માંગણી કરી રૂ.૫૦ હજાર પડાવી લીધા હતા. જે બાદ વધુ નાણાની માંગણી કરતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય વૃદ્ધ…
વર્ષ ૨૦૨૩માં હવે આગામી ચાર મહિના કોઈ પણ શુભ માંગલિક કાર્ય નહિ થાય અને કોઈ શરણાઈ નહિ વાગે. હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ચાતુર્માસ આરંભ થયા જ માંગલિક કાર્ય લગ્ન, વિવાહ, મુંડન, ઉપનયન સંસ્કાર જેવા કાર્યો બંધ થઇ જાય છે. કહેવાય છે કે શ્રાવણ માસ આવતા જ ચાતુર્માસ થાય છે. માટે આને મહામાસ અથવા ખરમાસ કહેવાય છે. પંડિત દયાનાથ મિશ્રા કહે છે કે શ્રાવણ માસ આવતાની સાથે જ મલમાસ શરૂ થઈ જાય છે અને શુભ કાર્યો નિષેધ થઈ જાય છે. શ્રાવણ પછીનો અશ્વિન અને કારતકનો અર્ધ માસ શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આ દરમિયાન લગ્ન, યજ્ઞોપવિત અને…
શહેરમાં રાયોટીંગની બે જેટલી ઘટના સામે આવી છે. શહેરના તાલુકા પોલીસ મથક ખાતે છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાણેજને અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જે બાબતે તેને રમેશ લાવડીયા સાથે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ૨૦ તારીખના રોજ ફરિયાદી તેમજ તેમના પરિવારજનો રાધાકૃષ્ણ નગર શેરી નંબર ૧ ખાતે પોતાના ઘરે હાજર હતા, ત્યારે રમેશભાઈ લાવડીયા, સુખદેવભાઈ ચાવડા, ચેતન ચાવડા, ધર્મેશ, દિપક,…
હાલ સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર ક્રૂક્સ રોજે રોજ નવા નવા કિમીયા અપનાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી મોટું સાયબર જાેબ સ્કેમ સામે આવ્યું છે. જેનો શિકાર એન્જિનિયરિંગના ૬૦ જેટલાં વિદ્યાર્થીઓ બન્યા છે. સાયબર ભેજાબાજાેએ શહેરની એક ખાનગી યુનિવર્સિટીના વિવિધ એન્જિનિયરિંગના એક કે દસ નહીં પણ ૬૦ જેટલાં સ્ટૂડન્ટ્સને તેનો શિકાર બનાવ્યા છે. સાયબર ભેજાબાજાેએ આ સ્ટૂડન્ટ્સને એવી લાલચ આપી હતી કે, તેઓને પ્રતિષ્ઠિત પાવર જનરેશન કંપનીમાં ટ્રેઈની એન્જિનિયરની નોકરી આપવામાં આવશે. આવું કહીને તેઓને જાળમાં ફસાવ્યા હતા. બીજી તરફ, આ ભણેલાં ગણેલાં વિદ્યાર્થીઓ પણ ભેજાબાજાેની ચાલમાં ફસાઈ ગયા હતા. એલજે યુનિવર્સિટી અને શહેર પોલીસના વિશ્વસનીય…