Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આવું કરનારી પહેલી ભારતીય ફિલ્મ એફિલ ટાવર પર વરૂણ-જાન્હવીની બવાલનું પ્રીમિયર
    Entertainment

    આવું કરનારી પહેલી ભારતીય ફિલ્મ એફિલ ટાવર પર વરૂણ-જાન્હવીની બવાલનું પ્રીમિયર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર ટૂંક સમયમાં બવાલ નામની ફિલ્મમાં એકસાથે જાેવા મળશે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ આનાથી જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ ફિલ્મનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. જાેકે, આવું કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ હશે. નિતેશ તિવારીની બવાલ ફિલ્મની પ્રીમિયર જૂલાઈના મધ્યમાં પેરિસમાં થશે. કારણ કે, સોમવારે આ ફિલ્મની સ્ટોરીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ લવ સ્ટોરીમાં વરૂણ ધવન અને જાન્હવી કપૂર પહેલી વાર સ્ક્રીન શેર કરશે. એટલે તેને ભારતીય ફિલ્મનું સૌથી મોટું પ્રીમિયર માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, એફિલ ટાવર પર બવાલનું પ્રીમિયરનું એક કારણ એ છે કે, પેરિસે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ અહીં થયું છે. આ ફિલ્મ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની એક લવ સ્ટોરી છે અને પેરિસને પ્રેમનું શહેર માનવામાં આવે છે. આ જ કારણ છે કે, મેકર્સ તેનું પ્રીમિયર અહીં કરવા માગે છે. થોડા દિવસ પહેલા જ મેકર્સે બવાલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને તેની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ પહેલા એપ્રિલ ૨૦૨૩માં થિએટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે જાણવા એ મળી રહ્યું છે કે, આ ફિલ્મ હવે ઓટીટી પર સ્ટ્રીમ થશે. જ્યારે તેનું પ્રીમિયર જુલાઈ ૨૦૨૩માં થશે. ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ટેગલાઈન પણ હતી, ‘હર લવ સ્ટોરી કા અપના યુદ્ધ હોતા હૈ’. વરૂણ ધવન અને જાન્હવી કપૂર પહેલી વાર એકસાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. જાન્હવી કપૂર પાસે આ ફિલ્મ સિવાય મિસ્ટર એન્જ મિસીઝ માહી અને ઉલઝ પણ છે. ઉપરાંત તે દેવરા ફિલ્મની સાથે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે વરૂણની વાત કરીએ તો, તે વેબ સિરીઝ સિટાડેલના ઈન્ડિયન વર્ઝનમાં સામંથા રૂથ પ્રભુ સાથે જાેવા મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.