Author: Shukhabar Desk

એશિયન બજારોમાં નબળા વલણ અને તાજા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે, ભારતીય સ્થાનિક શેરબજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું. ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૦ ના સ્તર ની નીચે બંધ થયા છે. મીડિયા અને મેટલને લગતા શેરોમાં ઘટાડો થયો. આઈસીઆઈસીઆઈસિક્યોરિટીઝ, નેટકોફાર્મા ટોપ ગેનર્સમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે અદાણીના શેર તૂટતા જાેવા મળ્યા હતા. એશિયાઈ બજારો સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા, જે વાસ્તવમાં શુક્રવારે ભારતીય શેરબજારમાં પતન તરીકે જાેવામાં આવ્યું હતું. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે શરૂઆતના વેપારમાં ઘટ્યા હતા, જે આગલા દિવસના ઘટાડા સાથે વધુ ઉમેરે છે. વધતા વૈશ્વિક વ્યાજદરોએ પણ રોકાણકારોના…

Read More

વિદેશોમાં ભારતીય કંપનીઓ પર અનેક સવાલો ઉભા થયા પછી કેન્દ્ર સરકાર સફાળી જાગી કાર્યવાહી શરુ કરી છે. સરકાર તરફથી દવાઓની ગુણવતા ચકાસવાને લઈને એક નવું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. છેલ્લા ૬ મહિનાઓમાં દેશની ૧૩૪ દવા કંપનીઓ પર નિરિક્ષણ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી સૌથી મોટી કાર્યવાહી હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી ૨૬ કંપનીઓને કારણ બતાવો નોટીસ આપવામાં આવી છે. તો ૧૧ કંપની પર ઉત્પાદન સ્ટોપ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને તેના પછી અન્ય બે ફાર્મા કંપનીને બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશોમાં ભારતીય દવાઓ પર સવાલ ઉભા…

Read More

રાજધાની પટનામાં મુખ્યમંત્રી આવાસ પર શુક્રવારે યોજાયેલી બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવી શકે છે. વિપક્ષો આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવા તૈયાર થયા છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, મહેબૂબા મુફ્તી, શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ, અજિત પવાર, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા, એમકે સ્ટાલિન, હેમંતસોરેન સહિત લગભગ ૧૫ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓની પ્રેસ કોન્ફરન્સમાં સૌથી પહેલા લાલુ યાદવ અને શરદ પવાર પહોંચ્યા હતા. તેમની સાથે સુપ્રિયા સુલે પણ હાજર હતાં.…

Read More

રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૨૪ જૂનને શનિવારે સવારે ૧૦-૫૫ કલાકે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા હેલીપેડ પર ઉતરશે. ૧૧-૦૫ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં જિન મંદિરે દર્શન કરશે. ૧૧-૪૫ કલાકે ધરમપુરના મોહનગઢ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશનના સંકુલમાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે ૧૨-૨૦ કલાકે ધરમપુરમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ માટે બનાવેલી નૂતન છાત્રાલય અને પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૧૨-૪૫ કલાકે ફરી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ જશે અને ત્યાંથી ૧૩-૨૦ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી માલનપાડા હેલીપેડ જવા રવાના થશે. આ બંને કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત…

Read More

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર  ખાતે તા. ૨૧ જૂનના રોજ ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “વસુધૈવ કુટુંબકમ માટે યોગ”  થીમ પર  કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના કર્મચારીઓ માટે યોગા દિવસના પ્રોટોકોલ અનુસાર માટે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ તજજ્ઞો પ્રેરણાબેન મહંત, યોગ કોચ ધરમપુર,  પુનમ ભટ્ટ, અને હેમાંગીની રાજગોર દ્વારા યોગાસનના પ્રકારો, યૌગીક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્કાર વગેરેનું નિદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે,  ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યોગનો ઉલ્લેખ ઋગ્વેદ અને શ્રીમદ ભગવદ…

Read More

પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમ. જેમાં અરજદારોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવામાં આવે છે. જેને પગલે નાગરિકોના ચહેરા પર સંતોષની ખુશી જોવા મળી રહી છે. આવો જ એક બનાવ વાપીમાં બન્યો હતો. જ્યાં ૩ વર્ષથી લોકો ગટરની સમસ્યાથી પરેશાન હતા. આ સમસ્યા તાલુકા સ્વાગતમાં આવતા જ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની કડક સૂચનાને પગલે સમસ્યાનો ત્વરિત ઉકેલ આવતા રહીશોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં આરજીએસ હાઈસ્કૂલની સામે ખાન સ્ટ્રીટ પાસેથી પસાર થતી ગટર લાઈન વારંવાર જામ થતા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું હતું. જે સમસ્યાનો સુખદ ઉકેલ આવતા…

Read More

જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, પારદર્શક અને સરળતાથી સકારાત્મક ઉકેલ આવે એ જ સુશાસનની સાચી પરિભાષા છે. નાનામાં નાનો વ્યકિત પણ સરળતાથી રજૂઆત કરી શકે તે માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા સ્વાગત કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના પ્રશ્નો હલ થઈ રહ્યા છે જે આ સ્વાગત કાર્યક્રમની ફળશ્રુતિ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણનો માહે જૂન-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૨૨ જૂનના રોજ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૨૮ પૈકી ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.…

Read More

શ્રી રાજીવ પુરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 22.06.2023 ના રોજ અમદાવાદ આવ્યા હતા.  આ પ્રસંગે ટાઉન હોલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ટાઉનહોલ મીટીંગમાં મોટી સંખ્યામાં સ્ટાફગણ હાજર રહ્યા હતા.  આ પ્રસંગે ઝોનલ હેડ કવિતા ઠાકુર સાથે અમદાવાદ ઝોનના તમામ રીજનલ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા.  બેંકના સ્થાપકના ફોટાને પુષ્પાંજલી કરી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પોતાના સંબોધનમાં ઝોનલ હેડ અમદાવાદ સર્કલની વ્યવસાયિક કામગીરી વિશે માહિતી આપી હતી અને તમામ સ્ટાફ સભ્યોને બેંકના વ્યવસાયમાં સક્રિયપણે સહયોગ આપવા જણાવ્યું હતું. અમદાવાદ ઝોનના તમામ રીજનલ હેડ પોતપોતાના સંબોધનમાં બેંકના વ્યવસાયમાં આદરણીય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાહેબના યોગદાનની ચર્ચા…

Read More

ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરમાં હાલ ખુશીનું વાતાવરણ છે કારણ કે, લગ્નજીવનના પાંચ વર્ષ બાદ તેઓ માતા-પિતા બની ગયા છે. એક્ટ્રેસે ૨૧ જૂને દીકરાને જન્મ આપ્યો હતો. આમ તો દીપિકાની ડ્યૂ ડેટ જુલાઈ મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં હતી પરંતુ તેની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હતી. શોએબે તરત જ સોશિયલ મીડિયા પર આ વિશેની જાણકારી આપતાં લખ્યું હતું ‘અલહમદુલ્લાહ આજે ૨૧ જૂન ૨૦૨૩એ વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખજાે. પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી’. શોએબે ભલે તેના ફેન્સને ચિંતા ન કરવા માટે કહ્યું પરંતુ જ્યારે દીપિકાને તાત્લાકિ…

Read More

સાઉથ એક્ટ્રેસ વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરે એક જ સીનથી રાતોરાત ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. આંખ મારીને પ્રિયાએ કેટલાંય યુવાનોના ધબકારા વધારી દીધા હતા. ફરી એકવાર પ્રિયા તેની દિલકશ અંદાજ માટે ચર્ચામાં છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં સાવ બદલાઈ ગયેલી પ્રિયાને એક નજરે ઓળખવી મુશ્કેલ હશે કે તે એ જ વિંક ગર્લ છે જે રાતોરાત યુવાનોના દિલની ધડકન બની ગઈ હતી. પ્રિયા પ્રકાશે હાલમાં જ એવા ફોટોઝ શેર કર્યા છે જેને જાેઇને ધબકારો ચૂકી જશો. પ્રિયાએ આ ફોટોઝમાં વ્હાઇટ કલરનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે . પ્રિયાએ પોતાના વાળને બન બનાવીને…

Read More