Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો — સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તે માટે સૂચન કર્યા
    Gujarat

    વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો — સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તે માટે સૂચન કર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, પારદર્શક અને સરળતાથી સકારાત્મક ઉકેલ આવે એ જ સુશાસનની સાચી પરિભાષા છે. નાનામાં નાનો વ્યકિત પણ સરળતાથી રજૂઆત કરી શકે તે માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા સ્વાગત કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના પ્રશ્નો હલ થઈ રહ્યા છે જે આ સ્વાગત કાર્યક્રમની ફળશ્રુતિ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણનો માહે જૂન-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૨૨ જૂનના રોજ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૨૮ પૈકી ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

    ગામડાથી લઈને શહેરમાં વસતા લોકોના પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ આવી શકે તે માટે સ્વાગત કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ચાર તબક્કામાં લોક પ્રશ્નોને વાચા આપે છે. સ્વાગત કાર્યક્રમ દિન પ્રતિદન એટલો વ્યાપક થતો ગયો કે, અરજદારોની સંખ્યા વધતી જઈ રહી છે અને લોકોને પોતાના પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી રહ્યો છે. જૂન માસના સ્વાગત કાર્યક્રમમાં કુલ ૨૮ અરજીઓ આવી હતી. જે તમામ અરજદારોને વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત અને નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાંએ રૂબરૂ સાંભળી અરજદારોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. જેમાંથી કુલ ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧ અરજીનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આમ કુલ ૨૫ અરજીનો નિકાલ કરાયો હતો. જ્યારે ૩ અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ પાસે અરજદારોના પ્રશ્નોનો ચોક્કસ સમય મર્યાદામાં નિકાલ થાય તે માટે કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.