વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસ પર છે. ગુરુવારે ૨૨મી જૂનના રોજ તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતી જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક બાદ નરેન્દ્ર મોદી અને જાે બાઇડને એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદીને ભારતમાં માનવ અધિકાર અને માઇનોરિટી માટેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. તેના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકશાહી છે. જેમ રાષ્ટ્રપતી જાે બાઇડને કહ્યું તેમ બંને દેશોના ડીએનએમાં જ લોકશાહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે અમે લોકશાહી જીવીએ છીએ. લોકશાહીના મૂલ્યો પર આધારિત અમારા સંવિધાનના આધારે અમારી સરકાર કામ કરે છે.…
Author: Shukhabar Desk
પ્રભાસ ઈન્ડિયન સિનેમાના હાઈએસ્ટ પેડ એક્ટર્સ પૈકીના એક છે. આ એકમાત્ર એવા એક્ટર છે જેમણે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલીક પાન ઈન્ડિયા ફિલ્મો ઈન્ડ્સ્ટ્રીને આપી છે. આ પાન ઈન્ડિયા ફિલ્મો ૧૦૦-૫૦૦ કરોડના બજેટમાં બની છે. પ્રભાસની બાહુબલી ફ્રેન્ચાઈઝી સુપરહિટ રહી હતી. આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ હતી. બાહુબલી ફ્રેન્ચાઈઝીને બીટ કરવુ સરળ નહોતુ પરંતુ બાહુબલી બાદથી તેમનો ગ્રાફ નીચે જ પડતો જઈ રહ્યો છે. બાહુબલી બાદ તેમની કોઈ પણ ફિલ્મ હિટ સાબિત થઈ નથી. પ્રભાસની બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ પ્રમોશન કર્યુ હતુ. રિલીઝ પહેલા આ ફિલ્મનું ખૂબ હાઈપ ક્રિએટ કરવામાં આવ્યુ હતુ. જાે ફિલ્મ પોતાના હાઈપ પર ખરી પણ ઉતરી…
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ ધનંજય ચૌબે તરીકે થઈ છે. તેઓ પુરુલિયા જિલ્લાના આદ્રા શહેર તૃણમુલના પ્રમુખ હતા. શુક્રવારે સવારે આ ઘટનાની પુષ્ટિ કરતા જિલ્લા પોલીસ કમિશ્નર અભિજિત બેનર્જીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે પુરુલિયાના આદ્રા પાંડે માર્કેટ નજીક પાર્ટી કાર્યાલયમાં ઘૂસ્યા બાદ હુમલાખોરોએ તૃણમૂલ નેતા અને તેના અંગરક્ષક પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ ધનંજય ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક બાંકુરાની મેજિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા…
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે. સેહરામઉ દક્ષિણી વિસ્તારના દિલાવરપુર ગામ નજીક હરદોઈ-શાહજહાંપુર હાઈવે પર શુક્રવારે સવારે લગભગ ૫ વાગે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી. ઘટનામાં બાઈક સવાર દંપતી સહિત પાંચના મોત થઈ ગયા જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ ગઈ. આ તમામ એક જ બાઈક પર સવાર હતા. હરદોઈના શાહાબાદથી ઘરે પાછા ફરી રહ્યા હતા. જૈતીપુર વિસ્તારના ગામ સલેમપુર નિવાસી રઘુવીર, પત્ની જ્યોતિ, પુત્ર કૃષ્ણા અને અભિ, સાળી જૂલી અને તેમની પુત્રી આરાધ્યા સાથે શાહાબાદના દલેલનગર નિવાસી શ્યામ સિંહની પુત્રી ગુડ્ડીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. શુક્રવારે સવારે તમામ લોકો એક જ બાઈક પર સવાર થઈને…
આજના ડિજીટલ યુગમાં, જ્યારે ઈ-કોમર્સ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે, ત્યારે ઉત્પાદનની અધિકૃતતા અને ડિલિવરીની વિશ્વસનીયતા અંગેની ચિંતાઓ, પ્રથમ વખતના ઓનલાઇન ખરીદદારો અને ઉચ્ચ મૂલ્યની વસ્તુઓ ખરીદનારાઓને રોકી શકે છે. આ પકડારો વચ્ચે, ફ્લિપકાર્ટ ઉત્પાદનની વિશાળ શ્રેણી અને અનુકૂળ શોપિંગ અનુભવો ઓફર કરતાં અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે. તેણે ખરીદીની પ્રક્રિયાના દરેક પગલા પર ગ્રાહકોની ચિંતાઓને સંબોધિત કરવા માટે નવીનતા ચાલુ રાખવા માટે તેના ટેકનોલોજી- દોરીત પ્લેટફોર્મનો લાભ લઈને આમ કર્યું છે. કંપનીએ ઓપન બોક્સ ડિલિવરી રજૂ કરી છે, જે ગ્રાહકના હિતોને પ્રાધાન્ય આપવા, વિશ્વાસ વધારવા અને સીમલેસ ખરીદી યાત્રાની ખાતરી કરવા માટે રચાયેલ પહેલ છે. ફ્લિપકાર્ટ…
સોશિયલ મીડિયા પર અનેકવાર બસ ડ્રાઇવરના બેધ્યાનપણાંના વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હવે મુસાફરોના જીવને જાેખમમાં મૂકી દે તેવી એક ઘટના હવામાં ઘટી છે. એક વિમાનના પાયલોટે આવું જ કંઇક કર્યું છે. એર ઇન્ડિયાના પાયલોટે તેના અધિકારોનો દુરઉપયોગ કરી પોતાની મહિલા મિત્રને કોકપીટમાં બેસાડી મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કર્યા હતાં. આ મુદ્દે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવલી એવીએશન (ડીજીસીએ) દ્વારા કાર્યવાહીના ભાગ રુપે પાયલોટનું લાયસન્સ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. પોતાની મહિલા મિત્રને કોકપીટમાં બેસાડવાનું આ પાયલોટને એટલું મોંઘુ પડ્યું કે ડીજીસીએ દ્વારા તેનું લાયસન્સ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. આ પાયલોટે નિયમોનું ઉલ્લઘન કરી મહિલા…
ઓડિશામાં એક સરકારી અધિકારી રંગે હાથે ઝડપાયો છે જેના ઘરેથી ૨ કરોડ રુપિયા મળી આવ્યા છે. રાજ્યના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ગઈકાલે સવારે આ અધિકારીને ૫૦૦ રુપિયાની નોટોના બંડલ સાથે પકડી પાડ્યો હતો. આ અધિકારીએ પોતાનો બચાવ કરવા માટે પાડોશીના ઘરની છત પર રુપિયા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. વિજિલન્સ વિભાગના અધિકારીઓએ આ મામલે જણાવ્યુ હતું કે નબરંગપુર જિલ્લાના અધિક ઉપ-કલેક્ટર તરીકે નિયુક્ત પ્રશાંત રાઉતના ઘરે વહેલી સવારે દરોડા દરમિયાન ભુવનેશ્વરમાં બે માળના મકાનમાંથી તેના પાડોશીના છત પર રુપિયા ફેંકતા રંગે હાથે ઝડપાયો હતો. આ ઉપરાંત અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અમે પ્રશાંત રાઉતના ઘરેથી રૂપિયા ૫૦૦ની નોટોના છ બોક્સ જપ્ત કર્યા…
ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અવાર નવાર લાઇમ લાઇટમાં રહે છે. કોઈ વખત તેમનાં પર્સ તો કોઈ વખત તેમની ફેશન સેન્સને કારણે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી ભારતીય કલાના પણ ખૂબ જ મોટા પ્રશંસક છે અને લાંબા સમયથી ભારતીય કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે તેઓ સખત મહેનત અને ખંતથી કામ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ પોતાનું આ સપનું સાકાર કરવા માટે પહેલા દેશનું પ્રથમ મલ્ટીઆર્ટ સેન્ટર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ શરૂ મુંબઈના બીકેસી ખાતે શરૂ કર્યુ હતું અને તેના ભવ્ય લોંચ ઈવેન્ટમાં પ્રખ્યાત હોલીવુડ અને બોલીવૂડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, જેમાં પેનેલોપ ક્રુઝ, ટોમ હોલેન્ડ…
પટનામાં આજે વિપક્ષ એકતાની તાકાત જાેવા મળી રહી છે. આજે પટનામાં વિપક્ષી નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકમાં અમે જે રીતે ભાજપને હરાવ્યું છે, તેમ અમે એક સાથે મળીને બીજેપીને હરાવવા જઈ રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે, એક કોંગ્રેસની ‘ભારત જાેડો’ની વિચારધારા અને બીજી તરફ ભાજપની ‘ભારત તોડો’ ની વિચારધારા છે. ભાજપ ભારતને તોડવાનું કામ કરી રહી છે. તે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી…
દેશમાં હવે તે દિવસો દુર નથી… કે જ્યારે વરસાદ નહીં હોય તો ટેકનોલોજી દ્વારા પણ વરસાદ પાડી શકાશે, કારણ કે આવું જ એક કારનામું આઈઆઈટીકાનપુર દ્વારા સામે આવ્યું છે. દેશની દિગ્ગજ આઈઆઈટીયુનિવર્સિટી કાનપુરે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવામાં આઈઆઈટીકાનપુરે મોટી સફળતા મેળવી છે. આઈઆઈટીકાનપુરે ક્લાઉટ સીડિંગ દ્વારા એક ઉડ્ડયનનું સફળ પરીક્ષણ કર્યું છે. આઈઆઈટીકાનપુર દ્વારા નિવેદનમાં જણાવાયું કે, સંસ્થા દ્વારા ગત ૨૧મી જૂને ક્લાઉટ સીડિંગ માટે એક ટેસ્ટિંગનું આયોજન કર્યું… થોડા વર્ષો પહેલાં જ આઈઆઈટીકાનપુરમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનિન્દ્ર…