Author: Shukhabar Desk

લીવર આપણાં શરીરનું મહત્વનુ અંગ કહી શકાય છે. આપણી રોજબરોજની પ્રવૃત્તિઓ આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ તેની ખાતરી કરવાનું કામ પણ લીવરનું જ છે. લીવર લોહીમાંથી ઝેરી તત્વોને દૂર કરવાથી લઈને ખોરાકને યોગ્ય રીતે પચાવવાનું કામ કરે છે. તે ચયાપચયથી આખા શરીરના કાર્યને સંતુલિત કરે છે. લીવરમાં સહેજ પણ ગરબડ આખા શરીર પર અસર કરે છે. ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ, પ્રોટિન સિન્થેસિસ વગેરે સાથે લીવર કુલ ૫૦૦થી વધુ કાર્યો શરીરમાં કરતું હોય છે. એક રીતે લીવરને શરીરનું પાવરહાઉસ કહેવું પણ કંઈ ખોટું નથી. એવામાં લીવરનું સ્વાસ્થ જાળવવું પણ ખૂબ જરૂરી છે. વૈશ્વિક સ્તરે લીવરના રોગોને કારણે અંદાજે ૨ મિલિયન લોકો મૃત્યુ…

Read More

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોનું એક મૂલ્યવાન ધાતુ છે અને દર વર્ષે લાખો ટન સોનું કાઢવામાં આવે છે અને વેચવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં સોનાની ખાણો છે, જ્યાંથી તેને કાઢવામાં આવે છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં સોનાની ખાણો ક્યાં આવેલી છે? આજે અમે તમને જણાવીશું કે, ભારત સહિત વિશ્વમાં દર વર્ષે કેટલું સોનું કાઢવામાં આવે છે અને કયા દેશમાં સૌથી વધુ સોનું કાઢવામાં આવે છે. ભારતના ઘણા વિસ્તારોમાં ખાણોમાંથી સોનું કાઢવામાં આવે છે. ભારતમાં સોનાની ખાણકામનો લાંબો ઈતિહાસ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વિશ્વમાં સોનાની ખાણકામની શરૂઆત થઈ…

Read More

ભારતમાં કદાચ જ કોઈ એવો ક્રિકેટ ફેન હશે, જે મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ નહીં કરતો હોય. ધોનીની એક ઝલક જાેવા ફેન્સ તત્પર હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂકેલો ધોનીએ તાજેતરમાં જ ચેન્નઈ સુપરકિંગ્સને પાંચમી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બનાવી હતી. આઈપીએલની ૧૬મી સિઝન પછી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધોની હવે ફરીથી મેદાનમાં નહીં ઉતરે, પરંતુ તેણે લીગના અંતમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તે આવનારી સિઝનમાં પણ સીએસકે માટે રમવાનો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો એક વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધોની એક ફ્લાઈટમાં બેઠેલો જાેવા મળી રહ્યો છે. ધોની ફ્લાઈટમાં પોતાની…

Read More

શહેરમાં વર્ષાઋતુનનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. રવિવારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાેકે, આ વરસાદના કારણે રાજકોટમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. રાજકોટ શહેરમાં એક કાર બેકાબૂ બની હતી અને વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. રાજકોટ શહેરમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોમાં ખુશી જાેવા મળી હતી. જાેકે, વરસાદના કારણે રાજકોટમાં એક દુર્ઘટના બનતા ટળી હતી. રાજકોટ શહેરમાં રવિવારે સાંજના સમયે એક કાર પૂરપાટ ઝડપે રિંગ રોડ પર નીકળી હતી. આ સમયે આ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સીધી જ વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. આ કાર ઓવર…

Read More

હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ નોંધાઇ છે. પાટડીના પીપળી ગામનો યુવક હનીટ્રેપમાં ફસાયો છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. યુવક પાસેથી ૬ લાખ માગ્યા હતા અને ૮૫,૦૦૦ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે યુવતી સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માંગ કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સુરેન્દ્રનગર યુવકને બોલાવી અન્ય ચાર યુવકને સાથે રાખી…

Read More

અમદાવાદમાં આવેલો સિંધુ ભવન રોડ ખૂબ હાઈ પ્રોફાઈલ રોડ ગણવામાં આવે છે અને આ રોડ પર રાતે જામતા ખાણી પીણીના બજારમાં અનેક લોકો આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી સિંધુ ભવન પર ન્યૂસંસ વધી રહ્યું છે. સિંધુ ભવન રોડ પર નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેવા સમાચાર અને પુરાવા મળ્યા બાદ સિંધુ ભવન રોડ પર અલગથી પોલીસ સ્ટેશન બનવવાની માગ કરવામાં આવી હતી અને પોલીસ બનાવવામાં આવ્યુ પણ છે. પોલીસ આ રોડ પર ચેકિંગ પણ હાથ ધરતી હોય છે અને પેટ્રોલિંગ પણ કરતી હોય છે. તેમ છતા આ રોડ પર ન્યૂસંસ વધી રહ્યું છે. હાલમાં જ આ રોડ પર…

Read More

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં (૨૬મી તારીખ સવારે ૬ વાગ્યા સુધી) રાજ્યનાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. જાેકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ચાર દિવસ પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે વલસાડમાં હજી ચાર દિવસ સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે. મળતા આંકડા પ્રણાણે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૫.૬૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ધોધામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.…

Read More

સુરત સ્મીમેર હોસ્પિટલ બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. ૨૦ વર્ષના લગ્ન ગાળા બાદ પણ સંતાન નહીં હોવાથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગુનામાં સામેલ પતિ સહિત મહિલાની ધરપકડ છે. બાળકને સલામત રીતે માતા પિતાને સોંપી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં બાળકના અપહરણ થવાની ઘટનાઓ તો સામે આવતી રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની હતી. સુરતની એક ગર્ભવતી મહિલા દામિની ગૌડે શુક્રવારે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે દર્દી દામિની પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે દામિનીનો ૪ વર્ષિય…

Read More

જમાલપુર વિસ્તારમાં ગેરસમજણના કારણે સર્જાયેલ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રાત સુધીમાં આગચંપીની ઘટના બની. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો. કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ થઈ, જે મામલે પોલીસે કુલ ૧૬ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બબાલ કોઈ કોમી નથી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પીર બાઈ ધોબીની ચાલીમાં ગઈકાલે બપોરે સ્થાનિક કનુભાઈ ઓડ નામના ઘરે પારિવારિક ઝઘડો થયો, જેમાં ગાળા- ગાળી થઈ. જાેકે પોલીસના કહેવા અનુસાર એક નાની ગેરસમજના કારણે ત્યાંના સ્થાનિકો અને કિન્નરો એકબીજા સામે…

Read More

જિલ્લાના પલસાણામાં નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે શાળા પરિવાર દ્વારા તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે. જ્યારે શાળા પરિવાર વિદ્યાર્થીનીને ખેંચ આવતા મોત થયું હોવાનું પોલીસ સમક્ષ જણાવી રહ્યા છે. જાેકે સારવાર દરમ્યાન યુવતીના બને પગ તેમજ કમરના ભાગે ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજ સામે અનેક સવાલો થઈ રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય સોનલ ચૌધરી ગત રોજ મોતને ભેટી છે. વિદ્યાર્થીનીના મોત પાછળ અનેક ઘૂંટાતું રહસ્ય…

Read More