Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ટ્રાફિક પોલીસે કરી ધરપકડ સિંધુભવન રોડ પર ચાલુ એક્સેસે યુવકે ઉભા થઈને કર્યા સ્ટંટ
    Gujarat

    ટ્રાફિક પોલીસે કરી ધરપકડ સિંધુભવન રોડ પર ચાલુ એક્સેસે યુવકે ઉભા થઈને કર્યા સ્ટંટ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં આવેલો સિંધુ ભવન રોડ ખૂબ હાઈ પ્રોફાઈલ રોડ ગણવામાં આવે છે અને આ રોડ પર રાતે જામતા ખાણી પીણીના બજારમાં અનેક લોકો આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી સિંધુ ભવન પર ન્યૂસંસ વધી રહ્યું છે. સિંધુ ભવન રોડ પર નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેવા સમાચાર અને પુરાવા મળ્યા બાદ સિંધુ ભવન રોડ પર અલગથી પોલીસ સ્ટેશન બનવવાની માગ કરવામાં આવી હતી અને પોલીસ બનાવવામાં આવ્યુ પણ છે. પોલીસ આ રોડ પર ચેકિંગ પણ હાથ ધરતી હોય છે અને પેટ્રોલિંગ પણ કરતી હોય છે. તેમ છતા આ રોડ પર ન્યૂસંસ વધી રહ્યું છે. હાલમાં જ આ રોડ પર એક યુવક સ્ટંટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં જાેઈ શકાય છે કે, એક યુવક પોતાના ચાલુ ટુ વ્હીલર પર ઉભો થઈ જાય છે અને ટૂ વ્હીલર પર ઉભો થઈને જાેખમી સ્ટંટ કરે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આવા સ્ટંટ કરતા યુવકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે સાથે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકોનું કહેવુ છે કે, જાે સિંધુ ભવન રોડ પર આવા સ્ટંટબાજીના અનેક વિડીયો વાયરલ થયા છે, તો પોલીસ આ રોડ પર નિયમિત રીતે પેટ્રોલિંગ કેમ કરતી નથી અને દાખલા રૂપ કાર્યવાહી કેમ નથી કરતી. આ સ્ટંટબાજી કરતા લોકોને કારણે અનેક લોકોના જીવ જાેખમમાં આવી જાય છે. ત્યારે આવા સ્ટંટબાજી કરતા લોકોને પોલીસ ક્યારે કાયદાનું ભાન કરાવશે અને આવી અન્યના જીવના જાેખમે થતી સ્ટંટબાજી ક્યારે બંધ થશે. વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી અને અમદાવાદ ટ્રાફિક ડ્ઢઝ્રઁ સફીન હસને સમગ્ર મામલે જણાવ્યુ હતુ કે,એક્સેસ પર સ્ટંટ કરતા સાહિલ દાંતણીયા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને યુવક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને તેનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક યુવકનો આવો જ એક સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે, તેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ યુવકની ઝડપથી શોધખોળ કરીને તેની ધરપકડ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.