ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જાે ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત થઈ શકે છે. ખરેખર પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં નેતૃત્વ કરતાં હમાસ સંગઠને ઈઝરાયલ પર ભીષણ હુમલો કરી દીધો હતો. હમાસે પહેલા ઈઝરાયલ પર ૬૦૦૦થી વધુ રોકેટ ઝિંક્યા અને પછી તેના આતંકીઓએ ઈઝરાયલમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલાં ઈઝરાયલીઓના મોત નીપજ્યાં છે. ઈઝરાયલ પણ આ હુમલાઓનો જવાબ આપી રહ્યો છે અને તેણે પણ ૧૫૫૦ જેટલાં ગાઝામાં આતંકીઓને…
Author: Shukhabar Desk
ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. એવામાં યુએનનો આ મામલે રીપોર્ટ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ઈઝરાયેલની સેનાએ ૧૧ લાખ લોકોને ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને પોતાનો આદેશ પાછો ખેંચવા કહ્યું છે. હ્યુમન રાઈટ્સની બાબતોના સંકલન માટે યુએન દ્વારા ઇમરજન્સી અપીલ જારી કરવામાં આવી છે. યુએન દ્વારા પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે દુનિયાભરના દેશો પાસેથી ૨૪૦૦ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ પૈસાનો ઉપયોગ ૧૨ લાખ લોકોની મદદ માટે કરવામાં આવશે. ગાઝા પટ્ટી સાથેની દક્ષિણી સરહદ પર ઈઝરાયેલે ત્રણ લાખથી…
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ હવે એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેનો અંત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તો પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ જ ભૂસી નાખવાના સોગંદ લઈ લીધા છે ત્યાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં નિરંતર હુમલા કરવામાં આવી રહ્યા છે. હમાસનો ઈઝરાયલ પર હુમલો ભારે પડી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી બોમ્બમારા વચ્ચે અત્યાર સુધી ત્યાંથી ૪ લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં ૪૨૩૦૦૦ થી વધુ લોકો હવે પોતાના ઘર છોડવા મજબૂર છે કેમ કે પેલેસ્ટાઈનમાં ઈઝરાયલબ બેફામ બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝામાં વિસ્થાપિતોની સંખ્યા ૮૪,૪૪૪ જેટલી…
બિહારમાં સબૌર પોલીસે વર્ષ ૨૦૧૫માં એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ બાદ હત્યા કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી. ૨૦૧૪માં એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. ૨૦૧૮માં પટના હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. જાે કે હવે આ ર્નિણય બદલાઈ ગયો છે. પટના હાઈકોર્ટે કથિત રીતે ૧૧ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે આરોપીને હવે નિર્દોષ જાહેર કર્યો છે. આ મામલે સબોર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૫માં પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ૨ ફેબ્રુઆરી ૨૦૧૪માં એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના…
પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું છે. ઉપરાંત જ્યાં ઈઝરાયેલી નાગરિકોનું આગમન વધુ છે, તે જગ્યાએ પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. એલર્ટમાં ઓક્ટોબરના યહુદી તહેવારોનો પણ ઉલ્લેખ કરાયો છે અને તેમાં સુરક્ષા પુરી પાડવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ ઈઝરાયેલ-હમાસના યુદ્ધને ધ્યાને રાખી ઈઝરાયેલી મિશનો, રાજદ્વારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વ્યવસાયિક સંસ્થાઓ, ચબાડ હાઉસ,…
દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જાે આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો ૨૦૦ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા પછી સિઝનનો આ ત્રીજાે દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જાેવા મળી રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ ૩૦૦ થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ચોમાસું પાછું ખેંચાયા બાદ ૬ અને ૭ ઓક્ટોબરે એક્યુઆઈ ૨૦૦ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી. મોસમમાં બદલાવ વચ્ચે…
ઉત્તરપ્રદેશના રામપુરના ચર્ચિત કારતુસ કાંડમાં આખરે ૨૪ પોલીસ કર્મચારીઓ સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. આ કેસમાં ૧૩ વર્ષની સુનાવણી ૯ સાક્ષીઓની જુબાની બાદ આખરે ૨૪ દોષિતોને ૧૦-૧૦ વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. મદદનીશ સરકારી વકીલ પ્રતાપ સિંહ મૌર્યએ કહ્યું કે, તમામ આરોપીઓને સમાન સજા અપાઈ છે. સીઆરપીએફ હવલદાર વિનોદ કુમાર અને વીનેશ કુમારને આર્મ્સ એક્ટ હેઠળ સાત-સાત વર્ષની કેદ અને ૧૦-૧૦ હજારનો દંડની સજા સંભળાવાઈ છે. આ અગાઉ બુધવારે તમામ આરોપીઓને દોષિત જાહેર કરાયા બાદ તમામને જેલ ધકેલી દેવાયા હતા. શુક્રવારે તમામને જેલમાંથી કોર્ટમાં રજુ કરાયા બાદ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે તમામને સજા સંભળાવી…
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના ૭૦ ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે. એ અટકળો વિશે પૂછવામાં આવતા કે એનસીપી તોડીને શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયા બાદ ઉપમુખ્યમંત્રી બની ચૂકેલા અજિત પવારને જલદી જ રાજ્યમાં ટોચનું પદ મળશે તો તેના પર શરદ પવારે કહ્યું કે અજિત પવાર મુખ્યમંત્રી બનશે પણ સપનામાં. આ ફક્ત એક સપનું હશે. તેમણે કહ્યું કે ૨૦૨૪ની ચૂંટણી બાદ શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસની મહાવિકાસ…
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ૯મી ઁ૨૦ જીેદ્બદ્બૈં ૨૦૨૩માં પીએમ મોદીએ કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે દરેકને અસર કરશે. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે. આતંકવાદ દુનિયા માટે પડકાર છે. જંગ કોઈના હિતમાં નથી.વિશ્વ આજે સંકટ સામે લડી રહ્યું છે. જે થઈ રહ્યું છે તે તેનાથી કોઈ અજાણ નથી, આ શાંતિનો સમય છે, બધાએ સાથે ચાલવુ જાેઈએ. દુનિયાએ એક પરિવાર થઇને રહેવું જાેઇએ. ભારત ઘણા વર્ષોથી સીમાપાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. લગભગ ૨૦ વર્ષ પહેલા આપણી સંસદનું સત્ર ચાલતું હતું ત્યારે…
કેટલીક ભોજપુરી અભિનેત્રીઓ પોતાની એક્ટિંગનો જલવો દેખાડી ચૂકી છે. અક્ષરા સિંહની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ખુબ મોટા પાયે છે. ઈન્સ્ટાગ્રામ પર ૬૨ લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે તેના તમામ ફોટો પર ચાહકો ખુબ રિએક્ટ પણ કરે છે. હાલમાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ખુબ ચર્ચામાં છે. તેણે આ ગ્લેમરસ ફોટોશૂટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. જેમાં ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફોટોમાં અભિનેત્રી ફુલ બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લુક ફ્લોન્ટ કરી રહી છે. તેમણે ડ્રેસની સાથે મેચિંગ કેપ પણ પહેરી છે. જે તેના લુકને શાનદાર બનાવી રહી છે. ફોટોમાં જાેઈ શકાય છે કે, તેના ગરદન પાસે એક…