કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર જાેરદાર પ્રહાર કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમણે રાજસ્થાનના સીએમને રાજીનામું આપવા પ્રશ્ન કરતા કહ્યું કે, રાજસ્થાન સરકારે મહિલા-મહિલા વચ્ચે ભેદભાવ ન કરવો જાેઈએ અને રાજસ્થાનમાં થઇ રહેલા અપરાધ બાદ શું અશોક ગેહલોતજી તેમના પદ પરથી રાજીનામું આપશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી છે અને ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બેગુસરાયમાં જે થયું તે આપણી સામે છે, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેના પર એક શબ્દ…
Author: Shukhabar Desk
મણિપુરમાં બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં આજે પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન આજે ફરી રાજધાની ઇમ્ફાલમાં હિંસાના સમાચાર મળ્યા છે. એક અહેવાલ અનુસાર, મહિલા પ્રદર્શનકારીઓએ ઈમ્ફાલના ગઢી વિસ્તારમાં મુખ્ય માર્ગને બંને બાજુથી બ્લોક કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ રસ્તા પર ટાયરો સળગાવી પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા હતા. માહિતી મળતા જ મણિપુર સશસ્ત્ર પોલીસ, આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. રોડ પર સળગેલા ટાયર વગેરે પણ બુઝાવી દેવામાં આવ્યા હતા. દેખાવકારોને કાબૂમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે વિવિધ…
દિલ્હી એરપોર્ટ પરથી વિદેશી નોટોનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પરથી ૧૦ કરોડથી વધુની વિદેશી નોટો જપ્ત કરવામાં આવી છે. મળેલા અહેવાલો મુજબ નોટોનું આ કન્સાઈનમેન્ટ ગઈકાલે ટર્મિનલ ૩ પર કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. વિદેશી નોટો સાથે ત્રણ તાજિકિસ્તાનના નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય ઈસ્તાંબુલ જઈ રહ્યા હતા. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૩ પર ત્રણ તાજિકિસ્તાનના નાગરિકોની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસે ૭,૨૦,૦૦૦ અમેરિકન ડોલર અને ૪,૬૬,૨૦૦ યુરો મળી આવ્યા હતા. આ નોટો ભારતીય રૂપિયામાં ૧૦ કરોડ રૂપિયાની બરાબર છે. કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે જયપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મણિપુર હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા પોતાના નિવેદનથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ગેહલોતે કહ્યું કે જે રીતે પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ધ્યાન રાખવું જાેઈએ, તેનાથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની નિષ્ફળતાઓથી જનતા દુખી છે. અશોક ગેહલોતે કહ્યું કે જાે પીએમ મોદી મણિપુર ન જઈ શકે તો તેમણે એક બેઠક બોલાવીને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરવી જાેઈતી…
આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી નવા ભરતી થનારા ૭૦ હજાર લોકોને નિમણૂક પત્ર આપ્યા હતા, ત્યારે કોંગ્રેસ આ મામલે કટાક્ષ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દેશમાં ત્રણ વર્ષમાં હજારો નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. સરકારી વિભાગોમાં પણ હજારો પદ ખાલી છે, ત્યારે વડાપ્રધાન નિણમૂક પત્રો આપવાનું નાટક કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશમાં લગભગ ૩ વર્ષમાં ૨૦,૦૦૦ એમએસએમઈ ઉદ્યોગો બંધ થઈ ગયા છે… જ્યારે સરકારી વિભાગોમાં ૩૦ લાખ પદો ખાલી છે, પરંતુ ‘ઈવેન્ટ-જીવી મોદી સરકાર’ના વડા મોદીજી હપ્તાની જેમ ભરતી…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ ૪૩૮ રન પર સમાપ્ત થઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને ૮૬ રન હતો. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ૩૭ અને ક્રિક મેકેન્ઝી ૧૪ રને સ્ટમ્પના સમયે અણનમ પરત ફર્યા હતા. બ્રેથવેટે અત્યાર સુધીમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે જ્યારે મેકેન્ઝીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો છે. તેજનારાયણ ચંદ્રપોલ ચાર ચોગ્ગાની મદદથી ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયન ભેગો કર્યો…
મણિપુરમાં બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલ સુધીમાં ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯ જુલાઈના રોજ સામે આવેલા એક વીડિયોમાં બે મહિલાઓને પુરુષોના એક જૂથ દ્વારા ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી રહી હતી. આ શરમજનક ઘટનાની દેશભરમાં ટીકા થઈ રહી છે. અહેવાલ મુજબ પાંચમા આરોપીની ઓળખ યમલેમબામ નુંગસિથોઈ મૈતઈ તરીકે થઈ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટે પણ નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનાની નિંદા કરતા પીએમએ એમ પણ કહ્યું હતું કે તેનાથી સમગ્ર દેશનું અપમાન થયું…
દિલ્હીમાં ફરીએકવાર યમુનાનું જળસ્તર વધવાને કારણે લોકોના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા છે. ગઈકાલે ત્રીજી વખત યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. ગઈકાલે સાંજે લગભગ ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ત્રીજી વખત ૨૦૫.૩૮ મીટરને વટાવી ગયું છે, જેના કારણે યમુના નજીક રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ધીરે ધીરે ઘટી રહ્યું હતું તેવા સમાચાર વચ્ચે ગઈકાલે ફરીએકવાર યમુનાનું જળસ્તર વધતા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. પૂર પ્રભાવીત વિસ્તારોના લોકો પોતાનો પાણીમાં ડૂબી ગયેલો સામાનને સુકવીને બરાબર કરતા હતા ત્યા જ માથે ફરી પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. લગભગ એક અઠવાડિયાથી પાણીમાં ડૂબેલા રાજઘાટ સંકુલમાંથી ગઈકાલે…
હાલ સંસદમાં મોનસૂન સત્ર શરુ છે. જેની કાર્યવાહીમાં વિપક્ષના ભારે હોબાળાના કારણે સોમવાર સુધી કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન ગઈ કાલે રાજ્યસભામાં રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેમનું કારણ જણાવ્યું હતું. રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ’માં ખામીને કારણે ૨ જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં સિગ્નલમાં ખામીના કારણે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ૨૯૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના ૧૩ કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે નથી. રેલ મંત્રી વૈષ્ણવે ૨ જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા…
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ શાળાઓને બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાઓના ઉપયોગ કરવા પર ભાર મૂકતા આ બાબતે વિચારવાનું કહ્યું છે. જાે આ ર્નિણય અમલમાં આવે છે તો તેનો સીધો ફાયદો તે વિદ્યાર્થીઓને થશે જેઓ તેમની સ્થાનિક ભાષામાં અભ્યાસ કરવા માગે છે. શિક્ષણ મંત્રાલય અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ હેઠળ બહુવિધ ભાષાઓમાં શિક્ષણ આપવા માટે પગલાં લીધાં છે, જેના પગલે સીબીએસઈ એ તેની શાળાઓને ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા અને તેમને બહુભાષી શિક્ષણ માટે યોગ્ય બનાવવા એકબીજા સાથે સહયોગ કરવા જણાવ્યું છે. સીબીએસઈએ શાળાઓને પ્રાથમિકથી ધોરણ ૧૨ સુધી…