Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મણિપુર બે મહિલાને ર્નિવસ્ત્ર કરવાના કેસમાં વધુ કાર્યવાહી મણિપુર મહિલાઓને પરેડના કેસમાં પાંચમા આરોપીની ધરપકડ
    India

    મણિપુર બે મહિલાને ર્નિવસ્ત્ર કરવાના કેસમાં વધુ કાર્યવાહી મણિપુર મહિલાઓને પરેડના કેસમાં પાંચમા આરોપીની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મણિપુરમાં બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલ સુધીમાં ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯ જુલાઈના રોજ સામે આવેલા એક વીડિયોમાં બે મહિલાઓને પુરુષોના એક જૂથ દ્વારા ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી રહી હતી. આ શરમજનક ઘટનાની દેશભરમાં ટીકા થઈ રહી છે.

    અહેવાલ મુજબ પાંચમા આરોપીની ઓળખ યમલેમબામ નુંગસિથોઈ મૈતઈ તરીકે થઈ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટે પણ નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનાની નિંદા કરતા પીએમએ એમ પણ કહ્યું હતું કે તેનાથી સમગ્ર દેશનું અપમાન થયું છે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં. અગાઉ ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને ગઈકાલે ૧૧ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મળેલા અહેવાલો અનુસાર એક આરોપી વિશે પોલીસે કહ્યું કે તે બી. ફેનોમ ગામની ઘટનામાં સામેલ ભીડનો એક ભાગ હતો અને તે વીડિયોમાં જાેઈ શકાય છે કે તે પીડિત મહિલામાંથી એકને ખેંચી રહી છે. પોલીસે આ આરોપીની થાઉબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી અને તેની ઓળખ હુઈરેમ હેરાદાસ સિંહ તરીકે થઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.