શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ કંઈક અલગ છે. સુપરસ્ટારના પુત્ર આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો આર્યન ખાનની દરિયાદિલીના વખાણ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં આર્યન ખાનની કાર મુંબઈના ટ્રાફિકમાં ફસાયેલી જાેવા મળી હતી. આ સમય દરમિયાન આર્યન ખાને કંઈક એવું કર્યું જેને લોકોનું ધ્યાન ખેંચ્યું. આ વીડિયોમાં જાેવા મળે છે તે મુજબ કેટલીક ગરીબ મહિલાઓ તેની કારની સામે આવી રહી હતી અને તેની પાસે પૈસા માંગી રહી હતી.…
Author: Shukhabar Desk
સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે સલમાન ખાનના ફેન્સ પણ ટાઇગર ૩ ની ઉત્સાહથી રાહ જાેઈ રહ્યા છે. દર્શકો ફરી એકવાર ‘ટાઈગર’ અને ‘ઝોયા’ની જાેડીને એકસાથે જાેવા માટે આતુરતા પૂર્વક રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન ટાઈગર ૩ ના પ્રથમ ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ગીત એકદમ શાનદાર છે. આ ગીત બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ દ્વારા ગવાયેલું છે. લેકે પ્રભુ કા નામ’ ગીતમાં સલમાન અને કેટરીના વચ્ચે જાેરદાર કેમેસ્ટ્રી જાેઈ શકાય છે. ટીઝરની શરૂઆત સલમાન ખાન અને કેટરીના આર બેક…
બોલિવૂડના એક્ટર અનિલ કપૂર વિશે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારા અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તમામ પોસ્ટ અને તસવીરો ડિલીટ કરી દીધી છે. જાે કે, અભિનેતાએ પોતે આ બધી પોસ્ટ ડીલિટ કરી દીધી છે કે પછી તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેને લઇને કોઇ જાણકારી બહાર આવી નથી. એક્ટર અનિલ કપૂર પોતાની ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર કલાકારો પોતાના ફોટા અને જીમના વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતા હોય છે. પરંતુ હવે તેના એકાઉન્ટમાંથી તમામ વીડિયો અને તસવીરો ડિલીટ કરી દેવામાં આવી છે. જ્યારે અનિલ…
સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ઘણા સમયથી થલાપતિ વિજયની આ ફિલ્મને લઈને ચાહકોમાં અદ્ભુત ક્રેઝ હતો. ફિલ્મના એડવાન્સ બુકિંગે શાહરૂખ ખાનની ‘જવાન’ને પણ પાછળ છોડી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિજયની આ ફિલ્મ ઘણા મોટા રેકોર્ડ બનાવવા જઈ રહી છે અને કંઈક એવું જ થયું. ૧૯ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે રેકોર્ડ બ્રેક ઓપનિંગ લીધી છે. ફિલ્મે પ્રથમ દિવસે કુલ ૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મે ૧૪૮.૫૦ કરોડની કમાણી કરી હતી. વિશ્વભરમાં કોઈ કોલીવુડ ફિલ્મને આટલી મોટી ઓપનિંગ મળી નથી. પહેલા દિવસે રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મના…
સોનમ કપૂર ફેશનની બાબતમાં ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે દરેક લુકમાં બેજાેડ લાગે છે. ભલે સોનમ ફિલ્મોમાં ભાગ્યે જ જાેવા મળે, પણ તેનો પ્રભાવ સોશિયલ મીડિયા પર ચાલુ રહે છે, તો ચાલો તેના લેટેસ્ટ એથનિક લૂક પર એક નજર કરીએ. આ તાજેતરની તસવીરોમાં સોનમ કપૂર લાઇટ પિંક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં સુંદર લાગી રહી છે. આ ફોટા શેર કરતી વખતે, સોનમ કપૂરે તેમને કૅપ્શન આપ્યું – @zoyajewels દ્વારા હોસ્ટ કરવામાં આવેલી કેટલી સુંદર સાંજ છે. સોનમ કપૂરની આ તસવીરોને તેના લાખો ચાહકો દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા જાેવા મળે છે. સોનમ કપૂરે આ સાડી ગોલ્ડન બ્લાઉઝ સાથે પહેરી…
ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. (પીએસઆઈટ્રાન્સફર)જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી ૬૩ પીએસઆઈઅને ૨૨ પીઆઈ બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશ્નરે ૫૬ પીએસઆઈની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને (જીએસ મલિક )જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે. શહેરમાં અચાનક બદલીનો ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના પીઆઈ પણ બદલી કરવામાં આવી…
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના રોડ-રસ્તાનું હવાઈ મોનિટરિંગ કરાશે. શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને દબાણોનો સરવે કરવા માટે કોર્પોરેશન હવે હવાઈ મોનિટરિંગ કરશે.એએમસીદ્વારા હાલમાં બે રોડ ઉપર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોનથી સર્વે કરાશે. એએમસીકમિશનરને ડ્રોન સર્વેલન્સ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું. અમદાવાદ શહેરમાં રોડ રીપેરિંગ, ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ, વોલ ટુ વોલ રોડ, ડિવાઇડર સર્કલ વગેરે કેવી સ્થિતિમાં છે અને તેમાં શું ફેરફાર કરવો જાેઈએ તેનું મોનિટરિંગ કરીને કામગીરી માટે ર્નિણય લેવામાં આવશે. એએમસીના સુત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવા, ગટર- ડ્રેનેજ અને પાણીની…
એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જાેવા મળી રહી છે. આ દરમિયાન ૨૦૨૨થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જાેવા મળી રહ્યું છે. જાેકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે. કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જાેકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો ર્નિણય લીધો છે. અહેવાલ અનુસાર ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા (નોકિયા.એચઈ)…
ભારતીય અર્થતંત્ર આવનારા સમયમાં ઝડપથી પ્રગતિ કરશે. ભારત ૨૦૨૭ સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. જે.પી.મોર્ગનના એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાને આ દાવો કર્યો હતો. આ મામલે માહિતી આપતાં જેમ્સ સુલિવાને દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર ૨૦૩૦ સુધીમાં સાત લાખ કરોડનું થઈ જશે. તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતીય અર્થતંત્રના નિકાસમાં ઝડપી વધારો થશે. હાલમાં ભારતનો નિકાસનો આંકડો ૫૦૦ અબજ ડૉલરથી ઓછો છે અને તે એક લાખ કરોડ સુધી પહોંચશે તેવું અનુમાન છે. ભારતના જીડીપીનો આકાર વધવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સૌથી મોટો હાથ હશે. હાલમાં ભારતના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગની ભાગીદારી ૧૭ ટકા છે જે ૨૫…
તમિલ એક્ટર થલાપતિ વિજયની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હોય છે. વિજયની ખૂબ ફેન ફોલોઈંગ છે. તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા અલગથી માહોલ બની જાય છે. વિજયે એકવાર ફરી ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. તેમની ફિલ્મ લિયો થિયેટર્સમાં આજે રિલીઝ થઈ ગઈ છે. લિયો એડવાન્સ બુકિંગના મામલે જવાન, પઠાણને પાછળ છોડી ચૂકી છે. હવે જાેવાનું એ રહેશે કે કલેક્શનના મામલે આ કઈ ફિલ્મનો રેકોર્ડ તોડશે. લિયોમાં વિજયની સાથે સંજય દત્ત, તૃષા કૃષ્ણન, ગૌતમ વાસુદેવ મેનન સહિત ઘણા કલાકાર મહત્વની ભૂમિકા નિભાવતા નજર આવ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટે ખાસ્સી ફી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ૨૫૦-૩૦૦ કરોડના…