Author: Shukhabar Desk

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચનને પહેલીવાર માતા બનવા માટે ઘણી પીડા સહન કરવી પડી હતી. આ બાબતે તેના સસરા અમિતાભ બચ્ચન પણ ઐશ્વર્યા રાય બચ્ચનના ખૂબ વખાણ કરે છે. પુત્રવધૂ અને સસરા વચ્ચેના સંબંધો હોવા છતાં પણ એશ અને બિગ બી ખૂબ જ સારું બોન્ડિંગ ધરાવે છે. જ્યારે બિગ બી દાદા બન્યા ત્યારે તેઓ પોતાની ખુશીને રોકી ન શક્યા. આવી સ્થિતિમાં બિગ બી જલસામાંથી બહાર આવ્યા અને મીડિયા સાથે દાદા બનવાની ખુશી શેર કરી. પરંતુ શું તમે જાણો છો કે પહેલીવાર માતા બનવાને કારણે એશને ઘણી પીડામાંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ તેમ છતાં તે નોર્મલ ડિલિવરીના…

Read More

કંગના રનૌત એવી અભિનેત્રી છે જે હંમેશા પોતાના બેફામ નિવેદનોને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સ્ટાર કપલ રનબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને ગંભીર ટિપ્પણી કરી હતી. હવે અભિનેત્રીએ ‘રિવોલ્વર રાની’માં વીર દાસ સાથેના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૧૪ની ફિલ્મ ‘રિવોલ્વર રાની’ના શૂટિંગ દરમિયાન કંગના રનૌત તેના કોસ્ટાર વીર દાસ સાથે કિસિંગ સીન કરતી વખતે એટલી હદે બેકાબુ બની ગઈ હતી કે વીર દાસના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમના આ વર્તન માટે ‘મેનેજિંગ’ શબ્દનો પણ ઉપયોગ થતો હતો. જેનો હવે કંગનાએ પણ પોતાની અદ્દભુત અંદાજમાં જવાબ આપ્યો છે. કંગનાએ…

Read More

સૌથી મોંઘા ટીવી શો વર્ષ ૨૦૧૭માં ઓન એર થયા હતા. રિપોટ્‌સ અનુસાર આ ટીવી શોનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હતુ. ટીવી ઇન્ડસ્ટ્રીના અંદરના લોકોનું આ વિશે કહેવુ છે કે આનું પ્રોડક્શન લગભગ ૪૦૦ કરોડ રૂપિયા છે. આનો મતલબ એ થાય છે કે આનું બજેટ મેગાબજેટ ભારતીય ફિલ્મો ૨૫૦ કરડો રૂપિયામાં બનેલી પઠાન ૩૭૫ કરોડ રૂપિયામાં બનેલી બ્રહ્માસ્ત્ર અને ૨૫૦ કરોડ રૂપિયામાં બનેલી બાહુબલી કરતા પણ વધારે હતી. માત્ર આરઆરઆરનું બજેટ આ ટીવી શોનું બજેટ રહ્યું. આ વર્ષ ૨૦૧૭ નવેમ્બથી ૨૦૧૮ સુધી ઓન એર થયો હતો. આ એક ભારતીય ઇતિહાસ પર આધારિત શો હતો. આ શોનું નામ પોરસ છે. રિપોર્ટ અનુસાર…

Read More

લાંબા સમયથી મેગેઝીન્સ પોતાના કવર પેજ પર સેલેબ્રિટીઝના અવનવા ફોટોઝ સાથે પબ્લિશ થતી રહે છે. થોડા સમય પહેલાં જ બૉલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ એક મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપીને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈને ઇન્ટરનેટ અને ટીવી પર આ તસ્વીરને લઈને વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં રણવીર સિંહ વિરુદ્ધ આ મામલે કેસ પણ દાખલ કરાયો હતો. પરંતુ આવું અઢી દશક પહેલા એક એક્ટ્રેસ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવી ચુકી છે. આ એક્ટ્રેસનું નામ છે પૂજા ભટ્ટ. પૂજા ભટ્ટ પોતાના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. બિગ બોસ ઓટીટી ૨ માં ભાગ લઇ રહેલી આ અભિનેત્રીની આ તસ્વીર…

Read More

હાલમાં જ જાણીતી સેલેબ્રિટી ઉર્ફી જાવેદે તેની આંખોની નીચે ફિલર્સનો ઉપયોગ કરવાનો તેનો ડરામણો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું હતું કે તાજેતરમાં જ તેણે તેની આંખોની નીચે ડાર્ક સર્કલ માટે આઇ ફિલર્સ કરાવ્યું હતું, પરંતુ બધું બરાબર થવાને બદલે બધું ખોટું થઈ ગયું. તેની આંખો લાલ થઈ ગઈ હતી. હવે ઉર્ફીએ કહ્યું કે તેણે લિપ ફિલર્સ પણ કરાવ્યું હતું અને આ અનુભવ પણ ઘણો ભયાનક હતો. ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ આ દિવસોમાં પોતાના અનુભવોને લઈને ચર્ચામાં છે. ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે મેકઅપ વગર જાેવા મળી રહી છે. ઉર્ફીના હોઠ સૂજી ગયા છે અને આ…

Read More

ધોળકાની સીમમાંથી મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. કાલુપુર પોલીસે હત્યા કેસમાં મહિલાના પતિ સહિત ૪ આરોપીની ધરપકડ કરી છે. વ્યસની પત્નીએ ઝઘડામાં છરી મારી દેતા પતિએ મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. ત્યારે કાલુપુર પોલીસે રીક્ષાચાલક પતિની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ગિરફતમાં આવેલા મોસીમુદ્દીન ઉર્ફે મોહસીન શેખે તેના મિત્રો સાથે મળી તેની પત્ની નઝમા શેખની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે ચારેય આરોપીએ પ્રિ-પ્લાન ઘડી આખું કાવતરું રચ્યું હતું. ચારેય આરોપીઓ હત્યાના પ્લાનમાં સફળ બન્યા હતા. જેથી ત્રણ મહિનાથી આરોપીઓ બિન્દાસ્ત ફરી રહ્યા હતા. પરંતુ કાલુપુર પોલીસની ટીમને એક બાતમી મળી જેના આધારે…

Read More

અમદાવાદ એરપોર્ટ પર બે કાર્ગો વિમાન મહેમાન બન્યા હતા. મળતી માહિતી પ્રમાણે ૨૪ કલાકમાં બે વિદેશી કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટના મહેમાન બન્યા જે બંને કાર્ગો વિમાન વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનની શૃંખલામાં આવે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર રાત્રે પહેલું વિદેશી કાર્ગો વિમાન મહેમાન બન્યું. અમદાવાદ એરપોર્ટ પર બે કાર્ગો વિમાન મહેમાન બન્યા હતા. મળતી માહિતી પ્રમાણે ૨૪ કલાકમાં બે વિદેશી કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટના મહેમાન બન્યા જે બંને કાર્ગો વિમાન વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનની શૃંખલામાં આવે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર રાત્રે પહેલું વિદેશી કાર્ગો વિમાન મહેમાન બન્યું. ૧૨૪-૧૦૦સ્ કાર્ગો તેની હવાઈ ઉડાન દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ફ્યુલ…

Read More

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે ?૧૪૦૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. સમગ્ર એરપોર્ટ સંકુલ ૧૦૨૫.૫૦ હેક્ટર (૨૫૩૪ એકર)માં ફેલાયેલું છે, જેમાં ૧૫૦૦ એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર (૩.૦૪ કિમી) લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે ૧૪ વિમાનો પાર્ક થઈ શકશે. ૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦…

Read More

સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી ઇકો કાર અકસ્માતનો શિકાર બની છે. સુરતના ઇસનપુર ગામની હદમાં આ અકસ્માત સર્જાયો છે. કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતા વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. માલિબા કોલેજથી પરત માંડવી જતી વખતે ખરસવા ઇસનપુર માર્ગ પર ઝાડ સાથે ઈકો કાર અથડાતા આ અકસ્માત થયો હતો. સુરતની માલિબા કોલેજથી માંડવી જતી વખતે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાં પારસ શાહ (રહે નવાપરા, માંડવી), જય અમરચંદ શાહ (કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (મહુવા) ના…

Read More

રાજ્યમા નાની ઉંમરમાં યુવકોને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે. અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના ૨૭ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવક રાજપીપળા ખાતે ન્ૈં માં ફરજ બજાવતો હતો. યુવકને રાજપીપળા ખાતે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ૨૭ વર્ષીય યુવકનું મોત થતા પરિવાર પર માતમ છવાયો છે. યુવકના અવસાનથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેકે આવવાના કેસમાં મોટાપાયે વધારો થયો છે. ક્રિકેટ રમતા, જિમમાં વર્કઆઉટ કરતા અને રનીંગ દરમિયાન…

Read More