બોલિવૂડના વધુ બે નવા સ્ટારકિડ્સ સિનેમાની દુનિયામાં આવવાના છે. સની દેઓલના બીજા પુત્ર રાજવીર દેઓલ અને પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા ધિલ્લોનની ડેબ્યુ ફિલ્મ ‘દોનો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. માત્ર આ બે જ નહીં પરંતુ રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યાનો પુત્ર અવનીશ બડજાત્યા પણ આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. ટીઝર વીડિયોની શરૂઆત પણ રાજવીર અને પલોમા બીચ પર બેઠા છે ત્યાંથી થાય છે. દોનોના ટીઝરમાં જાેવા મળે છે કે વરરાજાની મિત્ર મેઘના અને કન્યાનો મિત્ર દેવ છે. અવનીશ બડજાત્યા એક એવી લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે જેમાં નિર્દોષતા અને નવા યુગની ફ્લેવર એમ બંને છે. થાઈલેન્ડમાં એક…
Author: Shukhabar Desk
એક્ટર જય ભાનુશાળી અને માહી વિજ એવા માતા-પિતા છે કે જેઓ તેમના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. માહી અવારનવાર ફેન્સ સાથે પરિવારની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તેની પુત્રી તારાનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે અને આ લેટેસ્ટ વિડિયો ત્યાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે શુકરાન. લોકો આ વીડિયો પર નેગેટિવ કોમેન્ટ્સ કરતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તારા જમીન પર બેસીને નમાઝ અદા કરતી જાેવા મળી રહી છે. નમાઝ અદા કરવા માટેની એક્ટિંગ કરતી તારાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. મોટી…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બાપુજીનું પાત્ર જેઠાલાલ સહિત આખી સોસાયટીને જ્ઞાન આપે છે અને જિંદગીના પાઠ ભણાવે છે. ગોકુલધામ સોસાયટીની પુરુષ મંડળીને વ્યસનથી દૂર રહેવાની સલાહ તેઓ આપતા રહે છે. આ રોલ એક્ટર અમિત ભટ્ટ દ્વારા ભજવવામાં આવે છે. હાલમાં જ અમિત ભટ્ટને એક સોશિયલ મીડિયા યૂઝરે સવાલ કર્યો હતો કે, શું તેઓ ગુટકા ખાય છે? અમિત ભટ્ટે મૂકેલી એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં યૂઝરે આ સવાલ કર્યો હતો. આ વર્ષે મે મહિનામાં પોસ્ટ કરેલા વિડીયોમાં અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિ ભટ્ટ સાથે જાેવા મળે છે. વિડીયોમાં તેઓ એક ડાયલોગ બોલતા જાેવા મળે છે. તેઓ કહે છે, “૪૦…
અમરેલિમાં આવેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. આ ઘટનાની તપાસ માટે ઈન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ સરકારે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ ૧૨ જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને…
રાજકોટના વાંચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના વોર્ડ નંબર ૬માં નિર્મીત અદ્યતન લાઈબ્રેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૭મી જૂલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ૮.૩૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લાઈબ્રેરી ત્રણ માળમાં ફેલાયેલી છે. જેમા વાંચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે કલા, સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે રાજકોટ મ્યુનિસિપલલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ૬માં ગોવિંદબાગ પાસે ૧૫૯૬ ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે. આ સાથે ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા…
અમદાવાદના મણિનગરમાં ભૈરવનાથ રોડ પર ૨ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માત કેસમાં હવે વધુ કાર્યવાહી કરાઇ છે. અકસ્માત સર્જનારા યુવકોને દારૂ આપનાર બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને લોકો પિતા-પુત્ર હોવાનો ખુલાસો થયો છે. દારૂની પરમિટ ધરાવનાર પિતા હિરેન ઠાકોર અને દારૂ યુવકોને આપનાર જયશીલ ઠાકોર હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. બંને સામે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. જે બાદ વધુ તપાસ માટે મણિનગર પોલીસને સોંપી દેવાયા છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ વેચાણના ગુનામાં બંને સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે, ૨ દિવસ પહેલા મણિનગર રોડ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને…
ચોરી આચરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો મળી કુલ ૧.૨૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ૧૮ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરતમાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સિંગણપોર હરી દર્શનના ખાડા પાસેથી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ કઉન્દર અને પરમશિવમ ઉર્ફે તમ્બી કુલંથાઈવેલ દેવેન્દ્રને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરીને મેળવેલા બે મોબાઈલ ફોન તેમજ ૩ નંગ મંકી કેપ, ગરમ ટોપી, હાથના મોજાની ૪ નંગ જાેડ, ફૂલ ફેસ માસ્ક, પક્કડ, સ્ક્રુ…
વડોદરાનાં માંજલપુર પાસે ૨૩ જુલાઈનાં રોજ રાત્રીનાં સુમારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા કાર ચાલક દ્વારા મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાં ૨૩ જુલાઈનાં રોજ સાંજે બની હતી. જેમાં સ્કૂટર પર જઈ રહેલ મહિલા ઉમાં ચૌહાણને પુર ઝડપે ગાડી ચલાવી રહેલ કાર ચાલેક હડફેટે લીધી હતી. ત્યારે સમગ્ર હીટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે ઘટનાને બે દિવસ થવા છતાં પણ માંજલપુર પોલીસે…
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈ મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. આજથી એક મહિના માટે ઓવર સ્પીડિંગ સહિત ટ્રાફિકના નિયમો સંદર્ભે સ્પેશિયલ ડ્રાઈવ થશે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વાહનો પર જાેખમી સ્ટંટ કરતા લોકો, પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકો, ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો પર પોલીસની નજર રહેશે અને આવા નબીરાઓની સામે પોલીસ મેમો સહિત એક્શન પણ લેશે.આજથી એક મહિના સુધી રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનારાઓની સામે એક્શન લેવાની તૈયારીમાં ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં અલગ અલગ…
પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન આજે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા ‘પ્રવાસી શિક્ષક યોજના’ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો…