Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»અમિત ભટ્ટે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી વ્યસનથી દૂર રહેવાની સલાહ આપતા ચંપકચાચા રિયલ લાઈફમાં ખાય છે ગુટકા?
    Entertainment

    અમિત ભટ્ટે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી વ્યસનથી દૂર રહેવાની સલાહ આપતા ચંપકચાચા રિયલ લાઈફમાં ખાય છે ગુટકા?

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બાપુજીનું પાત્ર જેઠાલાલ સહિત આખી સોસાયટીને જ્ઞાન આપે છે અને જિંદગીના પાઠ ભણાવે છે. ગોકુલધામ સોસાયટીની પુરુષ મંડળીને વ્યસનથી દૂર રહેવાની સલાહ તેઓ આપતા રહે છે. આ રોલ એક્ટર અમિત ભટ્ટ દ્વારા ભજવવામાં આવે છે. હાલમાં જ અમિત ભટ્ટને એક સોશિયલ મીડિયા યૂઝરે સવાલ કર્યો હતો કે, શું તેઓ ગુટકા ખાય છે? અમિત ભટ્ટે મૂકેલી એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં યૂઝરે આ સવાલ કર્યો હતો. આ વર્ષે મે મહિનામાં પોસ્ટ કરેલા વિડીયોમાં અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિ ભટ્ટ સાથે જાેવા મળે છે. વિડીયોમાં તેઓ એક ડાયલોગ બોલતા જાેવા મળે છે. તેઓ કહે છે, “૪૦ પછી સ્ત્રી સમજદાર થઈ જાય છે પરંતુ મુદ્દાની વાત એ છે તે પોતાની જાતને ૪૦ વર્ષની માનતી જ નથી.” ફેન્સને તો આ વિડીયો જાેવાની મજા પડી પરંતુ એક યૂઝરે એક્ટરને સવાલ પૂછી લીધો. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, ‘તમે ગુટકા ખાવ છો?’ જેનો ગોળગોળ જવાબ આપવાના બદલે અમિત ભટ્ટે સીધેસીધી જ હા પાડી દીધી. તેમના સીધા-સટ જવાબે કેટલાય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક લોકોએ ગુટકાના સેવન બદલ એક્ટર અમિત ભટ્ટની ટીકા કરી હતી. સાથે જ ગુટકા ખાવાથી થતાં નુકસાન વિશે માહિતી આપી હતી.

    વળી, કેટલાક લોકોએ તો અમિત ભટ્ટને ડેન્ટિસ્ટ પાસે જવાની સલાહ આપી હતી. કેટલાક યૂઝર્સ એવા પણ હતા જેમને અમિત ભટ્ટની સીધો જવાબ આપવાની છટા પસંદ આવી હતી. અમિત ભટ્ટે અન્ય કેટલીક કોમેન્ટ્‌સનો પણ જવાબ આપ્યો હતો. એક યૂઝરે લખ્યું કે, “આ બધા આટલી નેગેટિવ કોમેન્ટ્‌સ કેમ કરી રહ્યા છે?” જવાબમાં અમિત ભટ્ટે કહ્યું, “એમની જાેડે બીજું કંઈ કામ નથી…ફ્રી છે. જણાવી દઈએ કે, જેઠાલાલનો રોલ કરતાં દિલીપ જાેષીની જેમ અમિત ભટ્ટ પણ શો શરૂ થયો ત્યારથી તેની સાથે જાેડાયેલા છે. આ સીરિયલ ૨૦૦૮થી સફળતાપૂર્વક ચાલી રહી છે. શરૂઆતથી અત્યાર સુધી કેટલાક જૂના એક્ટર્સ શોમાં છે જ પરંતુ કેટલાક એવા છે જેમણે સીરિયલને અલવિદા કહી દીધું છે. શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, રાજ અનડકત, નેહા મહેતા, પ્રિયા આહુજા, ગુરુચરણ સિંહ, ભવ્ય ગાંધી વગેરે જેવા સેલેબ્સ શો છોડી ચૂક્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ૭૦થી વધુ ઉંમરના આ સ્ટાર્સ બોલિવૂડ પર આજે પણ કરે છે રાજ

    September 20, 2023

    અભિનેત્રી ચોપરાની નેટવર્થ રાઘવ ચઢ્ઢા કરતાં ૧૦ ગણી વધારે છે

    September 20, 2023

    ૫૦ લાખમાં બનેલી આ હોરર ફિલ્મે ૨૦ અબજ રૂપિયાની કરી હતી કમાણી

    September 20, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version