રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક મહિલાએ પતિ અને બે સંતાનોને તરછોડી પ્રેમી સાથે લગ્ન કરી લીધા બાદ પ્રેમીએ તરછોડી દેતા ફરીથી પહેલા પતિ પાસે જઇ લવમેરેજના કાગળો બાબતે ઝગડો થતાં પતિને છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ઘાયલ પતિએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. જાે કે જે તે વખતે જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તપાસના અંતે તેને જેલહવાલે કરી દીધી હતી. ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં. ૬માં ભાડેથી રહેતા ભવાન રવજીભાઈ નકુમ (ઉ.વ. ૪૫)મૂળ જામનગરના ખીલ્લોસ ગામના વતની હતા.પ્લમ્બીંગ કામ કરી પત્ની અને બે સંતાનો સાથેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દસેક વર્ષ પહેલા રામાપીર…
Author: Shukhabar Desk
મહાસપ્તમી ૨૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ છે. આ દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રીનું સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળુ છે દેવી કાલરાત્રિની પૂજા કરવાથી દરેક દુષ્ટતા અને કષ્ટોનો નાશ થાય છે. જીવનની દરેક સમસ્યાને એક ક્ષણમાં ઉકેલવાની શક્તિ મળે છે. જે લોકોના શત્રુઓ તેમના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે અથવા જેઓ કોર્ટના કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમણે કાલરાત્રિની પૂજા અવશ્ય કરવી જાેઈએ. સાતમને લઈ શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી માઇ ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી છે. ચાચર ચોકમાં દર્શનાર્થી સાથે પૂજારી અને મંદિર ટ્રસ્ટી…
વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી કુંવારી યુવતીએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં રહેલી એક યુવતી સાથે સલમાન અરમાન પઠાણ નામના યુવકે મિત્રતા કેળવી હતી અને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી પ્રેગનન્ટ થઇ હતી અને તેણે સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી સલમાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી વર્ષ ૨૦૨૦માં તેના ઘરથી નજીક રહેતા સલમાન અરમાન પઠાણ નામના યુવકના…
નવસારીમાં એક ક્રૂરતા ભરેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યુ છે, શહેરમાં એક દંપતિના ઝઘડાએ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. નવસારીના જૂના થાણા વિસ્તારમાં એક દંપતિ વચ્ચે પોતાના બાળકને લઇ જવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ પહેલા પોતાના બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધુ હતુ અને બાદમાં ખુદે પણ સાતમા માળેથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો…
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.ગત રાત્રે અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યુ હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા ૨૮ વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ…
આજે પોલીસ શહીદ સંભારણા દિવસ છે, આ નિમિત્તે આજે ગાંધીનગરમાં આજે પોલીસને શ્રદ્ધાંજલિ આપતો એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં હાજરી આપી હતી. આજે ગુજરાતના ૬૭૧ શહીદ પોલીસ જવાનોને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગાંધીનગરના કરાઇમાં આજે પોલીસ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિતે કરાઇ પોલીસ એકેડેમીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનને શ્રધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. પોતાના…
હાયર એજ્યુકેશન માટે લોકો વિદેશમાં મેડિસિન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ વગેરે શીખવા જાય છે. પરંતુ જાદુવિદ્યાનો કોર્સ કરવા માટે વિદેશની યુનિવર્સિટી ઓફર કરે તો કેવું લાગે? યુકેની એક યુનિવર્સિટીમાં જાદુવિદ્યાનો અભ્યાસ શરૂ થયો છે અને આગામી સપ્ટેમ્બર મહિનાથી તેમાં એડમિશન શરૂ થશે. આ કોર્સમાં સ્ટુડન્ટને જાદુટોણા અને બીજી વિદ્યાઓ વિશે થિયરી અને પ્રેક્ટિકલ ભણાવવામાં આવશે. જે લોકોને ક્રિસ્ટલ જાેઈને ભવિષ્ય જાણવું હોય, ચહેરા જાેઈને આગાહી કરવી હોય અથવા ડાકણવિદ્યા સમજવી હોય તેઓ યુકેની એક્ઝેટર યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે. આ યુનિવર્સિટી જાદુવિદ્યા શીખવીને તેની માસ્ટર્સ ડિગ્રી આપે છે. દુનિયાભરમાં સાયન્સ અને ટેક્નોલોજીમાં લોકોને જેમ રસ વધી રહ્યો છે તેમ તેમ મેજિકમાં…
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ ઓગસ્ટ, ૨૦૨૩ માં કુલ ૧૬.૯૯ લાખ મેમ્બર્સ જાેડ્યા હતા. નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓ વિશે જાહેર કરાયેલા પેરોલ ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંકડાઓની વાર્ષિક ધોરણે સરખામણી કરવામાં પર ઓગસ્ટ ૨૦૨૨ની સરખામણીમાં આ વર્ષે નેટ સભ્યોની સંખ્યામાં થોડો વધારો જાેવા મળ્યો હતો. આજે જાહેર કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા દર્શાવે છે કે EPFOએ ઓગસ્ટ, ૨૦૨૩ મહિનામાં ૧૬.૯૯ લાખ સભ્યો જાેડ્યા હતા. ઓગસ્ટ, ૨૦૨૨માં ગયા વર્ષની સરખામણીમાં નેટ સભ્યોમાં થોડો વધારો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે ૩૨૧૦ સંસ્થાઓએ મહિના દરમિયાન તેમનો પહેલો ઈઝ્રઇ મોકલીને તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક…
ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ રવિવારે સવારે ૧૦ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-૧ અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી૧) પણ કહેવામાં આવે છે. ક્રૂ મોડ્યુલ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દ્વારા લોન્ચ કરાયેલા રોકેટથી અલગ થઈ ગયું છે. પેરાશૂટ ખુલતાની સાથે જ આ ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટા કિનારે બંગાળની ખાડીમાં પડવાનું છે. તેને રિકવર કરવા માટે ભારતીય નૌકાદળનું જહાજ અને ડાઇવર્સની ટીમ તૈનાત છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું…
કરીના કપૂરના બ્રાઇડલ લૂકના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તસવીરોમાં અભિનેત્રીએ પીળા, ગોલ્ડન અને ચિકંકરી વર્કના કોમ્બિનેશન સાથે લહેંગા ચોલી પહેરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ કિલર લુકમાં કરીના કેમેરા સામે એવા કિલર પોઝ આપી રહી છે કે ચાહકો તેના ચહેરા પરથી નજર હટાવી શકતા નથી. હવે કરીનાની આ તસવીર જ જુઓ. આમાં, કરીનાએ તેના માથા પર પલ્લુ, તેના કપાળ પર એક મોટી બિંદી અને તેના ગળામાં વિવિધ રંગના પથ્થરો સાથેનો ભારે ગળાનો હાર પહેર્યો છે. હવે અભિનેત્રીનો આ ફોટો જ જુઓ. આમાં કરીના ઘૂંઘટમાં છે અને તેની આંખો નીચેની તરફ છે.…