રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવીદેવાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર ગઈકાલે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ કાયદો સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે અને કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો છે. નવો કાયદો અમલમાં આવતા પહેલા જે લોકોએ લિંગ પરિવર્તન કરાવ્યું છે તેઓને તેનાથી કોઈ અસર થશે નહીં. રશિયન નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરતો નવો કાયદો લિંગ પરિવર્તનના હેતુ માટે તબીબી સારવાર અને દવાઓના ઉપયોગને ગેરકાયદેસર ગણાવે છે. જાે કે આ પ્રતિબંધ બાળ વિકાસ અને જન્મજાત ખામીઓ…
Author: Shukhabar Desk
સોમવારે દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન એટલું વધુ ગયું હતું કે તેની તુલના બાથરૂમના હોટ ટબ સાથે કરવામાં આવી હતી. છીછરા પાણીના આ તાપમાને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન ૧૦૦ ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું હતું. મિયામીના દક્ષિણપશ્ચિમમાં લગભગ ૬૦ કિલોમીટર દૂર મનાટી ખીણમાં ૫ ફૂટની ઊંડાઈએ એક જ ખીણમાંથી રીડિંગ લેવામાં આવ્યું હતું. સત્તાવાર ડેટા દર્શાવે છે કે મહત્તમ તાપમાન ૧૦૧.૧ ડિગ્રી ફેરેનહીટ સાંજે ૬ઃ૦૦ વાગ્યે નોંધાયું હતું અને લગભગ ચાર કલાક સુધી તે ૧૦૦ ડિગ્રી ફેરેનહીટથી ઉપર રહ્યું હતું. હવામાનશાસ્ત્રી અને પૂર્વ સરકારી વૈજ્ઞાનિક જેફ માસ્ટર્સે ટિ્વટ કર્યું હતું કે સમુદ્રની સપાટીના તાપમાન…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કોરોનાવાયરસને લઈને એકવાર ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો છે. ૨૦૧૨માં પહેલી વખત આ વાયરસની ઓળખ થયા બાદ અબુ ધાબીમાં આ પહેલો કિસ્સો છે. અબુ ધાબીમાં જે દર્દીને કોરોનાનો નવો વેરિઅન્ટ માર્સ-કોવની સારવાર કરવામાં આવી રહી છે. તે ૨૮ વર્ષની એક વ્યક્તિ છે જેને ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. તે વ્યક્તિમાં વાયરસના લક્ષણ દેખાતા તાત્કાલિક તેને દાખલ કરવામાં આવ્યો. માર્સ-કોવ (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ) જેવુ જ છે. આ એક જૂનોટિક વાયરસ છે. આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે માર્સકોરોના વાયરસના કારણે…
વશ્વની સૌથી મોટી જાયન્ટ ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા ૧૩ વર્ષથી ગૂગલ સાથે જાેડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે આ ૧૩ વર્ષોમાં હું ગૂગલ તરફથી જે હાંસલ કરી શક્યો છું તેના પર મને ગર્વ છે. સ્થાનિક સુત્રોના અહેવાલ અનુસાર ગૂગલે હાલમાં જ તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે જે વાતની પુષ્ટિ ખુદ માધવે કરી છે. ચિનપ્પાએ પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે હું ગૂગલની છટણી હેઠળ ગૂગલ છોડી રહ્યો છું. હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું. આ સમય દરમિયાન મને…
બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફેમિલી સાથે લંડનમાં છે. છેલ્લા એક મહિનાથી તે પોતાના પરિવાર સાથે લંડનમાં જ છે. સોશિયલ મીડિયા પર સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. આ વચ્ચે એક્ટ્રેસને લઈને ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ કંઈક એવું કહ્યું છે જેનાથી કરીનાના ચાહકો હેરાન રહી ગયા છે. હાલમાં નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે બેબો સાથે પોતાની ફ્લાઈટનો કિસ્સો શેર કર્યો છે. ઈન્ટરનેટ પર હાલમાં નારાયણ મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનો છે. આ વીડિયોમાં નારાયણ મૂર્તિ જણાવી રહ્યા છે કે, એક દિવસ હું…
પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ભારતની આર્મી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવ્યા બાદ ભારત સરકાર ચોંકી ઉઠી છે. જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાકિસ્તાનથી ફોન અને મેસેજ આવી રહ્યા છે.ફોન કરનારા વ્યક્તિો વિદ્યાર્થીઓેને આઈએસઆઈ સાથે જાેડાવા માટે કહી રહ્યા છે.તેમજ આર્મી સ્કૂલ, તેમાં ભણાવતા અધ્યાપકો અને વાલીઓ અંગે જાણકારી માગી રહ્યા છે. પાકિસ્તાની એજન્ટો વિદ્યાર્થીઓ સાથે શિક્ષક બનીને વાત કરી રહ્યા છે.એજન્ટો વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ખાસ ગ્રુપ સાથે જાેડાવા માટે સંવેદનશીલ જાણકારી શેર કરવા માટે કહી રહ્યા છે. સેનાના સૂત્રોનુ કહેવુ છે કે, મોટાભાગના મેસેજ બે ચોકકસ મોબાઈલ નંબર પરથી…
એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી તરફ શહેરને ગ્લોબલ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા પહેલા જેરુસલેમ અને વેટિકન સિટી જેવા તીર્થધામોની સુવિધાઓ અને વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ માહિતી અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે તાજેતરમાં વારાણસીમાં આયોજિત મંદિર સંમેલનમાં આપી હતી. કોન્ફરન્સથી પરત ફરેલા વિશાલ સિંહે જણાવ્યું કે અયોધ્યા વિઝન-૨૦૪૭ સાથે અમે ભગવાન રામના શહેરને વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. કોન્ફરન્સમાં અમે નવા અયોધ્યાની તસવીર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્રમમાં…
દેશમાં ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં તેની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા ભાવે તેલંગાણાના એક ખેડૂતને કરોડપતિ બનાવી દીધો છે. તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા ૪૦ દિવસમાં લગભગ ૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહિપાલ રેડ્ડીએ ૮ એકરમાં ટામેટાંની ખેતી કરી હતી. તેલંગાણાના મેદક જિલ્લાના રહેવાસી મહિપાલ રેડ્ડીએ કહ્યું હતું કે ગયા વર્ષે ભારે નુકસાન સહન કર્યા બાદ આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ ટામેટાં નથી ઉગાડ્યા. પણ તેણે હિંમત કરી અને એપ્રિલના અંતમાં પાકની વાવણી કરી હતી. તેઓ ગરમીથી બચવા…
રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે. જેના કારણે અમે (પતિ-પત્ની) પરેશાન છીએ અને આત્મહત્યા કરી રહ્યા છીએ. પોલીસે મારા પુત્રને હેરાન ન કરવો. સુસાઈડ નોટમાં આટલું લખ્યા બાદ દંપતીએ ચાલતી ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું. આ ઘટના પાલી જિલ્લામાં પાલી-જાેધપુર હાઈવે નજીક બની હતી. મંગળવારે દંપતીએ આત્મહત્યા કરી લીધા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે પતિ-પત્નીના…
જી હા, અત્યારે જીવવા માટે જરૂરી થઈ ગયેલા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. જાે તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો પહેલાં એક વખત આ સમાચાર ચોક્ક્સ વાંચી લો, કારણ કે છે સર્ચ એન્જિન ગણાતા ગૂગલે કેટલાક સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ સપોર્ટ બંધ કરવાનો ર્નિણય લીધો છે. ગૂગલના આ ર્નિણયનો સીધેસીધો અર્થ એવો થાય છે કે તમારો ફોન યોગ્ય હવે તમારો ફોન સારી રીતે કામ કરશે નહીં. તમે આ ફોનમાં કોઈપણ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહીં. એટલું જ નહીં પણ તમારા ફોનમાં રહેલાં ડેટાની સુરક્ષા પણ શંકાના દાયરામાં આવી શકે છે. જાેકે, હવે…