પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ભારતની આર્મી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવ્યા બાદ ભારત સરકાર ચોંકી ઉઠી છે. જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાકિસ્તાનથી ફોન અને મેસેજ આવી રહ્યા છે.ફોન કરનારા વ્યક્તિો વિદ્યાર્થીઓેને આઈએસઆઈ સાથે જાેડાવા માટે કહી રહ્યા છે.તેમજ આર્મી સ્કૂલ, તેમાં ભણાવતા અધ્યાપકો અને વાલીઓ અંગે જાણકારી માગી રહ્યા છે. પાકિસ્તાની એજન્ટો વિદ્યાર્થીઓ સાથે શિક્ષક બનીને વાત કરી રહ્યા છે.એજન્ટો વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ખાસ ગ્રુપ સાથે જાેડાવા માટે સંવેદનશીલ જાણકારી શેર કરવા માટે કહી રહ્યા છે.
સેનાના સૂત્રોનુ કહેવુ છે કે, મોટાભાગના મેસેજ બે ચોકકસ મોબાઈલ નંબર પરથી આવી રહ્યા છે.
એ પછી આર્મી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.
સૂત્રોનું કહેવુ છે કે, જાે કોઈ વિદ્યાર્થી આવા ગ્રુપ સાથે જાેડાઈ જાય તો તેમની પાસેથી બીજા વિદ્યાર્થીઓના વાલીઓની જાણકારી, સ્કૂલનો સમય, શિક્ષકોના નામ જેવી જાણકારી માંગવામા આવે છે.