સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટિ્વટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી હતી. ટિ્વટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી. જાે કે, ટૂંક સમયમાં જ પીએમઓદ્વારા ગેહલોતના આરોપો પર જવા આપતા જણાવ્યું કે, સીએમઓઓફિસ રાજસ્થાન દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ હાજર રહી શકશે નહીં. ગેહલોતની ફરિયાદના જવાબમાં પીએમઓએ કહ્યું કે, પ્રોટોકોલ મુજબ, તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાષણ માટે એક સ્લોટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ સીએમઓઓફિસ તરફથી…
Author: Shukhabar Desk
સંસદના બંને ગૃહોમાં મણિપુર મુદ્દે હજુ હોબાળાની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષે આજે કાળા કપડાં પહેરીને તેના તીખા મિજાજ બતાવી દીધા છે જ્યારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળાને પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના અધિકારો સંબંધિત વટહુકમને સંસદમાં રજૂ કરી શકે છે. તેના લીધે તમામ વિપક્ષી દળોએ પણ કમર કસી લીધી છે. ઈન્ડિયાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોએ વ્હિપ જારી કર્યો છે. તેમાં જેડીયુએ પણ મોનસૂન સત્ર માટે પાર્ટીના રાજ્યસભા સાંસદોને દિલ્હી સંબંધિત બિલ વિરુદ્ધ મતદાન કરીને પાર્ટીના વલણનું સમર્થન કરવા માટે વ્હિપ જારી કર્યું છે. જેના કારણે રાજ્યસભાના ઉપસભાપતિ અને જેડીયુ સાંસદ હરિવંશ નારાયણ…
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં બોલવા મુદ્દે પીએમ મોદી કેમ ખચકાય છે? આ તો લોકતંત્રનું મંદિર છે. તેમની પાસે દેશભરમાં રાજકીય ભાષણો આપવા માટે પૂરતો સમય છે પણ સંસદમાં બોલવાનો નથી. આ લોકતંત્રને બગાડી રહ્યું છે. ખડગેએ પીએમ મોદી સામે પ્રહાર કરવાનું ચાલુ રાખતાં કહ્યું કે મણિપુરના લોકોનો અવાજ સરકારને સંભળાઈ રહ્યો નથી, આ એક માનવતા પર કલંક સમાન બાબત છે. ખડગેએ ટિ્વટ કરતાં કહ્યું કે મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત ૮૫ દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન…
દેશમાં પૂર્વી રાજ્ય મણિપૂર હિંસા મામલે સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિસ્વાસ પ્રસ્તાવ લાવી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મંજૂરી મળી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ અંગે ચર્ચાની તારીખની માહિતી આપશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગઈકાલે સાંજે ગૃહમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મીડિયાને માહિતી આપી હતી. સંસદીય લોકશાહીમાં કોઈપણ સરકાર માત્ર જ્યાં સુધી ચૂંટાયેલા સભ્યોની બહુમતી હોય ત્યા સુધી સત્તામાં રહી શકે છે. આપણા બંધારણની કલમ ૭૫(૩) મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. લોકસભાનો કોઈપણ સભ્ય…
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી, જેના કારણે આજે બજાર બંધ થતાં સેન્સેક્સ ૪૪૦ પોઈન્ટ ઘટીને ૬૬,૨૬૬ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૬૯૯ પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી ૯૨૦ અને નિફ્ટી ૨૬૪ પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જાેવા મળી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના…
દેશમાં વધી રહેલી બેરોજગારીથી આજના યુવાનો સૌથી વધુ ચિંતિત છે. યુવાનો માને છે કે આજે તેમના માટે સૌથી મોટી સમસ્યા અભ્યાસ બાદ નોકરી શોધવાની છે. પહેલાની સરખામણીમાં આજે નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેનું મુખ્ય કારણ છે હાલમાં ઓછી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. તે જ સમયે, માત્ર ૫ ટકા યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે વિજ્ઞાનને પસંદ કરી રહ્યા છે. લોકનીતિ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબતો સામે આવી છે. આ સર્વે ૧૮ રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઓડિશા, કેરળ, ઝારખંડ, આસામ, પંજાબ, છત્તીસગઢ અને દિલ્હીમાં…
ભાવનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને ૧૦૮ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ભાવનગર શહેરમાં વારંવાર રખડતા ઢોરના હુમલાથી ઘટનાઓથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે. વડોદરામાં રખડતા શ્વાનના કારણે અકસ્માત સર્જાતા પૂર્વ ખેલાડીનું મોત થયું છે. ૪૧ વર્ષીય નિલેશ સપકાલ ખાનગી બેંકમાં રિકવરી એજન્ટની નોકરી કરતા હતા અને કાયાવરોહણથી ડભોઇ બાઇક પર જતા સમયે શ્વાન આડે આવતા…
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર રેલ ટર્મિનલમાં ઘોડાગાડી અને ત્યારબાદ ઓટો રિક્ષાઓએ સ્થાન લીધું હતું. ભાવનગરમાં રેલવેની શરૂઆત ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલી છે. આ રેલવે સ્ટેશન પર રાજવી કાળથી મહિલાઓને કુલી તરીકે રોજગાર મળી રહે તે હેતુથી રાખવામાં આવેલા છે. આ મહિલા કુલીઓ માટે બેઝની વ્યવસ્થા કરી આપી હતી. બેઝ તરફથી પછીની પેઢી પણ રોજગારી મેળવી પરંપરાને જાળવી રાખી હતી અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે. ભાવનગર રેલવે સ્ટેશન કે જ્યાં અસંખ્ય રેલ મુસાફરો આવન-જાવન કરતા હોય છે. આ રીતે ચાલી આવતું કામ વર્ષોથી ભાવનગરના રેલવે સ્ટેશન પર મહિલા કુલીઓ દ્વારા મજુરી કામ ચાલતું…
કોરોનાના કારણે અમેરિકાના વિઝાની કામગીરીને ઘણી અસર થઈ છે. હાલમાં અમેરિકાની દરેક વિઝાની કેટેગરીમાં વિલંબ ચાલે છે અને બેકલોગ સર્જાયો છે. અમેરિકન એમ્બસી અને કોન્સ્યુલેટને આ મુદ્દે કેટલીય ફરિયાદો મળી છે. કોરોનાના લીધે વિઝા ઈન્ટરવ્યૂનો વેઈટિંગ સમય ખૂબ જ વધી ગયો હતો અને તેના લીધે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓ અટવાઈ પડ્યા હતા. જાેકે, થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૦૨૩માં તેઓ મોટી સંખ્યામાં ભારતીયોની વિઝા અરજી પ્રોસેસ કરશે. વર્ક વિઝા માટેનો વેઈટિંગ પીરિયડ ઘટ્યો છે પરંતુ બિઝનેસ કે ટ્રાવેલ વિઝા મેળવવામાં હજી પણ ઘણો વિલંબ થાય છે. વિઝા અપોઈન્ટમેન્ટ મેળવવામાં વાર લાગે…
બુદ્ધા હૈંડ ફળનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? આપણામાંથી અનેક લોકોએ આ ફળનું નામ સાંભળ્યું નહીં હોય. પણ આ ફળ ભારત અને ચીનના અમુક ભાગમાં જ મળે છે. ભારતના નોર્થ ઈસ્ટમાં આ અનોખું ફળ જાેવા મળે છે. આ ફળ ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રાવાળા હાથની માફક હોય છે. એટલા માટે તેને બુદ્ધા હૈંડ કહેવાય છે. બુદ્ધા હેન્ડને બુશુકાન પણ કહેવાય છે. ટીઓઆઈના રિપોર્ટ અનુસાર, બુદ્ધા હેન્ડ સાઈટ્રસ ફ્રુટ હોય છે એટલે કે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનો રંગ લીંબૂની છાલ જેવો હોય છે. આ સુગંધી ફળ છે. આ ફલનો જામ અને મુરબ્બો બનાવામાં આવે છે. બુદ્ધા હેન્ડથી પરફ્યૂમ પણ બનાવામાં…