Author: Shukhabar Desk

દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. ૧ ઓગસ્ટથી રૂપિયા સંબંધિત કેટલાક નિયમોમાં પરિવર્તન થવાનું છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. સરકાર તરફથી દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી ઓયલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે-સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ પરિવર્તન કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની ૧ અને ૧૬ તારીખે એલપીજીની કિંમતમાં પરિવર્તન કરે છે. આ સિવાય પાઈપ્સ…

Read More

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જાેવામાં આવી રહ્યું છે. જાેકે તે માનવ મૂલ્યો માટે બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત પણ એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈઆવ્યા પછી પુરુષો કરતાં વધુ મહિલાઓની નોકરી ગુમાવવાનું જાેખમ ઉભું થયું છે. આ અભ્યાસ અનુસાર, એઆઈટૂલ્સ ચેટજીપીટીવર્ષ ૨૦૩૦ સુધીમાં મોટાભાગની મહિલાઓની નોકરીઓનું સ્થાન લઇ શકે છે. આ અભ્યાસ મેકેન્સી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટદ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા એઆઈને કારણે તેમને નોકરી ગુમાવવી પડશે. અભ્યાસ મુજબ, કાર્યસ્થળમાં ઓટોમેશન અને એઆઈની હાજરીને કારણે આ જાેખમી પરિસ્થિતિનો સામનો કરવો પડી…

Read More

ઈસરોએ ચંદ્રયાન-૩ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ મિશન માટે ગઈકાલે ઈસરોએ સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ૪૪૦ ન્યૂટન થ્રસ્ટ સાથે પાંચ લિક્વિડ એપોજી મોટર્સ (એલએએમ) અને ૧૦૦ ન્યૂટન થ્રસ્ટ સાથે ૧૬ રિએક્શન કંટ્રોલ સિસ્ટમ (આરસીએસ) થ્રસ્ટર્સનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે ૪૦૦ કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને ભારતીય પ્રાદેશિક જળસીમામાં સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતારવામાં આવશે. આ મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩ પછી…

Read More

દેશનું પુર્વોતર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસાને લીધે રાજ્યમાં ૩૫ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને નિયમિત અંતરે ગોળીબારના અવાજ સંભળાય છે. આ હિંસા વચ્ચે બિષ્ણુપુરમાં ઉગ્રવાદીઓએ ફરીથી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમા એક જવાન શહીદ થયો છે. આ સિવાય બે સમુદાયો વચ્ચે થયેલા ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી ગયા છે. મણિપુરમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો હતો ત્યા જ ૧૯મી જુલાઈની સાંજે એક ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો…

Read More

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં ૪૪૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે ઘટાડા બાદ બીએસઈ માર્કેટ કેપ ૩૦૪.૧૦ લાખ કરોડ થયું છે. જે ગઈકાલના કારોબારી દિવસના અંતે ૩૦૩.૫૯ લાખ કરોડ રૂપિયા હતું. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે ૧૦૬.૬૨ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬,૧૬૦.૨૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૩.૮૫ પોઇન્ટ ઘટીને ૧૯,૬૪૬.૦૫ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી ૨૧૧.૨૦ પોઇન્ટના ઘટાડા સાથે ૪૫,૪૬૮.૧૦ પોઇન્ટ પર બંધ રહી. છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરીથી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ…

Read More

હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. જાે કે હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત છે. ફરી એકવાર ચોમાસાની આગાહી મુજબ૨૮ નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૫ ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે…

Read More

નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે ફરી ભારતીયોને મોટી ભેટ આપી છે. જાે તમે પણ ભારતમાં બિઝનેસ કરી રહ્યા છો અને પોતાની કંપની છે તો તમારા માટે સરકારે મોટો ર્નિણય લીધો છે. સીતારમણે કહ્યું કે, ભારતીય કંપનીઓ હવે વિદેશી સ્ટોક એક્સચેન્જ ઉપરાંત અમદાવાદમાં આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) પર સીધી લિસ્ટેડ થઈ શકશે. સરકારે આ ર્નિણયની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કોવિડ રાહત પેકેજ હેઠળ કરી હતી, જેને ત્રણ વર્ષ બાદ મંજૂરી મળી છે. આ ર્નિણય બાદ ભારતીય કંપનીઓ વિદેશમાં જુદા જુદા સ્ટોક માર્કેટ પર પોતાના શેરને લીસ્ટેડ કરવાની સાથે ભંડોળ પણ એકત્ર કરી શકશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૨૦માં મહામારી દરમિયાન…

Read More

૨૨ વર્ષ પહેલા જ્યારે ‘ગદર ૨’ ની પ્રિક્વલ ‘ગદર’ રિલીઝ થઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, આ ફિલ્મ ભારતીય દર્શકોના દિલમાં ઘર-ઘરનું નામ બની જશે. તારા સિંહ અને સકીનાના રોલમાં સની દેઓલ અને અમીષા પટેલની હિટ જાેડી ‘ગદર ૨’થી કમબેક કરી રહી છે, પરંતુ અમીષા પટેલ પહેલા સકીનાનો રોલ કેટલીક જાણીતી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે કામ ન કરવાની જીદને કારણે સની દેઓલના હાથમાંથી એક મોટી તક સરકી ગઈ. આજે તેને પોતાના ર્નિણય પર પસ્તાવો થઈ શકે છે. સની દેઓલે ખુલાસો કર્યો હતો કે, ટોચની અભિનેત્રીઓ તેના બદલે શાહરૂખ, સલમાન અને હૃતિક રોશન જેવા સુપરસ્ટાર સાથેની…

Read More

ટીવીની સૌથી પોપ્યુલર સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં ઋષભનું પાત્ર ભજવનારા એક્ટર માનિત જૌરાએ લગ્ન કરી લીધા છે. માનિતે ૯ જુલાઈના રોજ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા હતા. માનિતે પોતાની ગ્રીક ગર્લફ્રેન્ડ એન્ડ્રિયા પૈનાગિયોટોપોલુ સાથે લગ્ન કરી લીધા છે. એન્ડ્રિયા વ્યવસાયે ડાન્સ ટીચર છે. માનિતના લગ્નના ફોટોઝ હાલમાં જ સામે આવ્યા છે અને તેણે લગ્ન અંગેની કેટલીક રસપ્રદ વાતો પણ જણાવી છે. વાત કરતાં માનિતે ખુલાસો કર્યો કે, તેના લગ્ન ઉદયપુરના એક હેરિટેજ રિસોર્ટમાં થઈ હતી. માનિતે કહ્યું, “હું આ જ સ્થળે લગ્ન કરવા માગતો હતો અને આ વાત પહેલેથી નક્કી હતી. લગ્નના દિવસે ખૂબ વરસાદ પડી રહ્યો હતો.…

Read More

લાંબા સમયના વિરામ બાદ દીપિકા કક્કર આખરે ફરીથી વ્લોગિંગ તરફ પાછી ફરી છે. લેટેસ્ટ વ્લોગમાં તેણે તે કેવી રીતે નાનકડા દીકરાના રુટિનને એડજસ્ટ કરવામાં વ્યસ્ત છે તેના વિશે વાત કરી હતી, આ સાથે જ તેઓ નણંદ સબાના ઘરેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને કંઈક શૂટ કરવાનો ભાગ્યે જ ટાઈમ મળી રહ્યો છે, કારણ કે હું રુહાનનું ધ્યાન રાખવામાં વ્યસ્ત છું. આ સિવાય તેનું ફીડિંગ, બાથિંગ, સ્લીપિંગ અને રમવાનો સમય મને વ્યસ્ત રાખી રહ્યો છે. પરંતુ હું આ તબક્કાને એન્જાેય કરી રહી છું. દરેક ન્યૂ મોમને આ ઊંઘ્યા વગરની રાતો અને…

Read More