અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ૧૦૦ વર્ષથી વધુ જુના એલિસબ્રિજને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ હદલાવા જઈ રહ્યા છે.વર્ષ ૧૮૯૨ માં અંગ્રેજાે દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા ૮ વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ ૨૦૦૮ થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના…
Author: Shukhabar Desk
જામનગરમાં ગુલાબ નગર પોલીસ ચોકી નજીક રહેતા એક મુસ્લિમ દંપતિ પર તેના જ પાડોશી ભાઈઓએ થૂંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી જૂનું મનદુઃખ રાખીને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં પતિનું મૃત્યુ નીપજતાં આ નાની મારામારીની ઘટના, હત્યાકેસમાં પલટાઈ છે. હાલ પત્ની સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી ભાઈઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશર બેન ઉપર ગઈ રાતે થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઈર્શાદ મોહમદ ભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ…
અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાના બોઈલા ગામે યુવકની હત્યા મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી જે પ્રેસનોટ આપવામાં આવી એમાં એમણે એવું લખ્યું છે કે અમરેલીનાં સાવરકુંડલાનાં બોઈલા ગામે જે અરવિંદભાઈ પરમારનું મૃત્યું થયું. અને એમની લાશ જ્યારે મળી ત્યારે પરિવારજનોની ઈચ્છા ન હતી. કોઈ પણ સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ સમજે છે અને જાણે છે કે સી.આર.પી.સી. કલમ ૧૭૪, ૧૭૫ હેઠળ આવી રીતે રહસ્યમય સંજાેગોમાં કોઈનું મૃત્યું થયું હોય કે લાશ મળી હોય. તે ફરજીયાત છે પોલીસનાં પક્ષે કે તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે અનુસુચિત જાતિ સમાજમાં પણ અગ્નિ સંસ્કારની જુદી જુદી વિધિમાં દફનાવવાની…
સુરતમાં દિવસેને દિવસે રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. તબીબના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં ૩૦૦થી પણ વધુ કેસ દરરોજ આવી રહ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ સતત વધ્યા છે. નાના બાળકો હોય કે વડીલ ઝાડા, ઉલટી, તાવ અને મેલેરિયા જેવા કેસમાં વધારો થયો છે.. તો કંજક્ટિવાઇટિસના કેસ પણ વધ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં રોગચાળાના કારણે ૨૦ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડને જાેઇને વધુ ૩ કેસ બારી ખોલી દેવાઇ છે. તો ૮ વોર્ડમાં વધુ ૬૦ બેડ પણ મૂકાશે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા…
પંચમહાલમાં આવેલા પાવાગઢમાં બે લોકો ખીણમાંથી પટકાયા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે બંનેના લોકેશન શોધીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. હેલિકવ વાવ પાછળ આવેલા ડુંગરા પરથી પુરૂષ અને મહિલા બંને ૧૦૦ ફૂટ ઉંડી ખીણમાં પટકાઇ ગયા હતા. ગઇ કાલથી જ બંને પોલીસના ટેલિફોનિક સંપર્કમાં હતા, પરંતુ બંનેમાં વ્યક્તિ પાસે સાદો કીપેડ વાળો મોબાઇલ હોવાથી તેમનું લોકેશન ટ્રેસ ન થઇ શક્યું હતું. જે પછી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે સમયસર બંનેને શોધીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણમાં પડી જતા પુરૂષ અને મહિલા બંનેને ગંભીર ઇજા પહોંચી છે. બંને વ્યક્તિ કલોલ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે…
ગણેશ મહોત્સવને લઈને રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં ગણેશ મહોત્સવના પંડાલમાં ૯ ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ POP (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની મૂર્તિ બનાવવા કે વહેંચવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામામાં અલગ-અલગ ૯ જેટલા મુદ્દાઓનને આવરી લેવામાં આવ્યા છે. આ જાહેરનામાનો આજથી ૨૯ સપ્ટેમ્બર સુધી અમલ કરાશે. જાે કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગણપતિ મહોત્સવના આયોજક…
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર ગંભીર આક્ષેપો કરતી પત્રિકા મામલે સુરત જિલ્લા ભાજપના પ્રમુખે ૩ લોકોને સસ્પેન્ડ કર્યા છે. અત્રે જણાવીએ કે, અગાઉ પોલીસે આ મામલે ૩ લોકોની અટકાયત પણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગણપત વસાવાના PA રાકેશ સોલંકીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ૨ કર્મચારી દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે જિલ્લા ભાજપે કાર્યવાહીનો ધમધમાટ ચલાવ્યો છે. સુરત જિલ્લા ભાજપના પ્રમુખે ઉમરપાડાના ભાજપ પ્રભારી રાકેશ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. તેમજ તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હરદીપસિંહ અટોદરિયા તેમજ તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ…
ગાંધીનગર આટરીઓ કચેરીમાં બનેલ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરટીઓ કચેરીમાં બનેલા તમામ બોગસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે ૨ હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બોગસ બન્યા હોવાનું તારણ હાલ બહાર આવી રહ્યું છે. તેમજ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસ યથાવત છે. ત્યારે અગાઉ આર્મી જવાનોનાં નામે બોગસ લાયસન્સ ઈશ્યૂ થયા હતા. જે બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગરનાં લાયસન્સ ઈશ્યૂ થયા હતા. આ બાબતે ગાંધીનગરના ઈન્ચાર્જ આસીસ્ટન્ટ આરટીઓ અધિકારી અનીશખાન પઠાણે જણાવ્યું હતું કે, કેસ ૨૦૨૨ માં એક FIR નોંધાયેલી હતી. જેમાં તપાસ અધિકારી દ્વારા એવું જણાવ્યું હતું…
રાજકોટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. બહુમાળી ભવન પાસે પતિ પ્રેમિકા સાથે બેઠો હતો ત્યારે અચાનક જ તેની પત્ની ત્યાં આવી પહોંચી હતી અને આ બંન્ને ઝડપી પાડ્યા હતાં. જે ઘટનામાં આવેશમાં આવેલી પત્નીએ તેના પતિને તેમજ તે મહિલાને બરાબરના હલબલાવ્યા હતા. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે રાજકોટમાં બહુમાળી ભવન પાસે પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા. તેમજ પત્નીએ જાહેરમાં રોડ પર તે મહિલાને દોડવી હતી તેમજ બરાબરની હલબલાવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે, આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે,…
ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો ર્નિણય લીધો છે. ૩૪ વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય કરિયર વધુ લાંબુ રહ્યું નથી. પરંતુ પાછલા વર્ષે તેણે શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડને ટી૨૦ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એલેક્સ હેલ્સે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યા વિશે જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે, હું તમને બધાને જણાવવા ઈચ્છુ છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો ર્નિણય લીધો છે. દેશ માટે ત્રણેય ફોર્મેટમાં મળીને ૧૫૬ મેચ રમવી મારા માટે ગર્વની વાત છે.પોતાની પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે મેં આ…