રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી નહોતી. કેટલાક સ્થળે વરસાદ ધોધમાર હતો તો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં મેઘરાજા બ્રેક પર હતા. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં આગામી ૪ દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ પડે એવી આગાહી પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યારસુદી રાજ્યમાં ૯૨ ટકાથી વધુ વરસાદ તો નોંધાઈ ગયો છે, તેવામાં હજુ આ પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે સૌરાષ્ટ્રમા પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડે…
Author: Shukhabar Desk
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ભજનપુરમાં એક જ મકાનને સાત વાર ગિરવે મુકીને અનેક બેંકોને રુપિયા ૨૫ કરોડનો ચૂનો ચોપડનારા દંપતીને ઝડપી પાડ્યું છે. આરોપીઓની ઓળખ જીતેન્દ્ર જૈન અને તેની પત્ની અંજના જૈન તરીકે થઈ છે. જીતેન્દ્ર જૈન ધોરણ ચાર સુધી જ ભણેલો છે અને તેની પત્ની ધોરણ સાત સુધી ભણેલી છે. આરોપીઓ ફરાર થયા બાદ બેંકોએ ગુનો નોંધાવ્યો હતો. સાથે જ એસબીઆઈએ પણ કેસ નોંધાવ્યો હતો. દિલ્હી પોલીસે આ બંને આરોપીઓ પર એક લાખ રુપિયા ઈનામ જાહેર કર્યુ હતુ. અનેક રાજ્યોમાં છેતરપિંડી આચર્યા બાદ હવે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ત્યારે પોલીસ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહી…
બીસીસીઆઈ એટલે કે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી અમીર બોર્ડમાંથી એક છે. તે પોતાના ખેલાડીઓ પર જાેરદાર રૂપિયા ખર્ચ કરે છે અને તેમને ટોપ ક્લાસ સુવિધાઓ પુરી પાડે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં આવતા ખેલાડીઓ ઘણા રૂપિયાની કમાણી કરે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં ચાર કેટેગરી હોય છે. છ , છ, મ્, ઝ્ર એ પ્રમાણે ખેલાડીઓને સેલેરી આપવામાં આવે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાનો ર્નિણય લીધો છે. તે હવે ૪ કેટેગરીમાં પોતાના ખેલાડીઓને ડિવાઈડ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનને છ કેટેગરીમાં રાખવાનો ર્નિણય લેવાયો છે. તેમની સેલેરી…
ધુની મગજના ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્કે જાહેરાત કરી છે કે તે સ્ીંટ્ઠ ના ઝ્રઈર્ં માર્ક ઝકરબર્ગ સાથે કેજ ફાઈટ કરશે જેનું ઠ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એટલે કે આખી દુનિયા સોશિયલ મીડિયા પર આ ફાઈટને જાેઈ શકશે. ્ીજઙ્મટ્ઠ અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કે ઝકરબર્ગ સાથે પાંજરામાં મુકાબલો કરવા માટે પોતાનું મન બનાવી લીધું છે. મસ્કે કહ્યું છે કે ઝકરબર્ગ સાથે તેની ફાઈટ થશે ત્યારે તેનું ્ુૈંંીિ પર લાઈવ પ્રસારણ કરાશે જે હવે ઠ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે આ મેચમાં જે કમાણી થશે તે બધી ચેરિટી માટે વાપરવામાં આવશે. ઝકરબર્ગ પણ ઈલોન મસ્ક સાથે પાંજરાની અંદર…
ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની ઈન્ટરનેશનલ કરિયરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છે. ૩૬ વર્ષીય રોહિત નિવૃત્તિ બાદ હવે પોતાના બિઝનેસ પર ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તેવામાં હવે તેણે જાપાન, સિંગાપોર બાદ અમેરિકામાં પોતાની ક્રિકેટ એકેડમી ખોલી દીધી છે. અમેરિકામાં ક્રિકેટ ઘણું ઝડપથી વિકસી રહ્યું છે. ઓલિમ્પિકમાં પણ તેની ટીમ રમે એવા અણસાર જણાઈ રહ્યા છે. તેવામાં કેલિફોર્નિયામાં તેણે પોતાની ક્રિકેટ એકેડમી ખોલી દીધી છે. સિંગાપોરથી ક્રિકેટર ચેતન સૂર્યવંશી રોહિત શર્માનો બિઝનેસ પાર્ટનર છે. તેણે સોશિયલ મીડિયામાં રોહિત શર્માની સાથે ફોટોઝ શેર કર્યા હતા. જેમાં અમેરિકાની કેપ્ટનશિપ કરી ચૂકેલા સૌરભ નેત્રાવલકર પણ સામેલ હતા. રોહિત શર્માની…
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે પીએમ મોદીએ ૫૦૮ રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે. અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ પર ૨૪ હજાર ૪૭૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ૨૦૨૫ સુધીમાં આ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ ૫૦૮ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થશે. જેમાં ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રેલવે સ્ટેશનો સામેલ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૫૦૮ સ્ટેશનોના પુનઃવિકાસની આધારશીલા મૂકી. આ ૫૦૮ રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસનું કામ આગામી ૩૦ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિક્સિત કરવામાં…
દેશના ૫૦૮ રેલવે સ્ટેશનનોનું ભવિષ્ય જલદી બદલાશે, વડાપ્રધાન મોદીએ કાયાકલ્પ થનારા રેલવે સ્ટેશનનોનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે. દેશમાં અમૃત ભારત યોજના હેઠળ ૧૩૦૯ રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે, જેમાં તેમણે જણાવ્યું કે, ભારત, જે વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તે પોતાના અમૃતકાળની શરુઆતમાં છે. નવી ઉર્જા, નવી પ્રેરણા અને નવો સંકલ્પ છે અને નવી ભાવનાઓ સાથે ભારતીય રેલવેનો ઇતિહાસમાં એક નવો અધ્યાય શરુ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના લગભગ ૧૩૦૦ મુખ્ય રેલવે સ્ટેશન હવે અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવશે. જેમાં…
સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ધાટનનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે. મહત્વનુ છે કે અગાઉ હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદ્ઘાટનમાટે તારીખ માંગવામાં આવી હતી. દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડીંગ હબ એટલે સુરત ડાયમંડ બુર્સ જેના ઉદ્ધાટન માટે આજે સાંસદ સી.આર.પાટીલ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ, નાગજીભાઈ,લાલજીભાઈ,ઈશ્વરભાઈ નાવડિયા, અરવિંદ ભાઈ ધાનેરા, મથુર ભાઈ સવાણી સહિતના આગેવાનો ભેગા થઈને પીએમ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટેની તારીખ માંગવામાં આવી હતી. જેની આખરે તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૧૭ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…
પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ પોલીસની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. કુલ ૧૪ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી ૮ લાખ ફ્રીઝ પણ કરાવ્યા છે. ફરિયાદીને એક મોબાઈલ નંબર ઉપરથી ફેડેક્સ કુરિયર કંપનીમાંથી વ્હોટ્સએપમાં એક ફેક મેસેજ મોકલનાર અને મોબાઈલ નંબર ઉપરથી એક વીડિયો કોલ કરી પોલીસ યુનિફોર્મમાં પાછળ ભાગે ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાતું હોય તે રીતે વાતો કરનાર…
સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલ રામેશ્વર કોલોનીમાંથી એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં રામેશ્વર કોલોનીમાં રહેતા કેટલાક યુવકોએ એક યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિક લોકોએ બહારથી આવેલ આ યુવક પર શંકા જતા તેને માર માર્યો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. યુવકને માર મારતો અજાણા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેમાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી. કહેવાય રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો છે. પોતાના વર્ચસ્વના જાેડે અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ…