Author: Shukhabar Desk

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨ ટેસ્ટ મેચ, ૩ વનડે મેચ અને ૫ ટી૨૦ મેચોની સિરીઝ રમવાની છે. ટેસ્ટ અને વનડે સિરીઝ જીત્ય બાદ ભારતીય ટીમને પ્રથમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ૪ રનથી હરાવ્યું હતું. આ દરમિયાન સિરીઝની બીજી ટી૨૦ મેચ ગઈકાલે ગુયાનામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજી હાર બાદ ક્રિકેટ ચાહકો ભારતના એક ખેલાડી પર ખુબ જ ભડક્યા હતા. વિન્ડીઝ સામે ચાલી રહેલી સિરીઝમાં ભારતીય મેનેજમેન્ટ ખેલાડીઓને ફરી પોતાના પગ જમાવવાની તક આપી રહ્યું છે, પરંતુ ટોપ ઓર્ડરે પ્રથમ…

Read More

મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાઓ ચાલી રહી છે અને હજુ પણ હિંસા થમવાનું નામ લેતી નથી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જાતીય હિંસા સંબંધીત અરજી અંગે સુનાવણી હાત ધરી હતી. સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર.વેંકટરમાનીએ કોર્ટમાં જણાવ્યું કે, સરકાર મણિપુર હિંસાની ઘટનાઓને ખૂબ જ પરિપક્વતા સાથે સંભાળી રહી છે. તેમણે કહ્યું કે, હિંસા પ્રભાવિત ૬ જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બનેલી એસઆઈટીની રચના કરવામાં આવશે. એટર્ની જનરલે કહ્યું કે, એસઆઈટીના અધ્યક્ષ તરીકે પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓને મુકાશે. આ એસઆઈટી હિંસાની તપાસ કરશે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે મહિલા પોલીસ અધિકારીની બનેલી એસઆઈટી રચના કરવામાં આવશે. ડીજીપી સ્તરના પોલીસ અધિકારીઓ આ…

Read More

મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જાેવા મળી રહ્યું છે. એટલું જ નહીં તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો છે. મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે મણિપુરમાં ૮૦૦ વધારાના કેન્દ્રીય સુરક્ષા દળો મોકલ્યા છે. કુકી પીપલ્સ એલાયન્સ અહીં એનડીએનું સાથી હતું. હવે આ પાર્ટીના બે ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું…

Read More

સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે. પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ ૦.૩૫ ટકાના વધારા સાથે ૨૩૨.૨૩ પૉઇન્ટ ઉપર રહ્યો હતો, આ સાથે જ બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૬૫,૯૫૩.૪૮ પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટી પણ આજે ઉપર રહ્યો હતો. કારોબારના અંતે આજે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૪૧ ટકા સાથે ૮૦.૩૦ની તેજી સાથે ૧૯,૫૯૭.૩૦એ બંધ રહ્યો હતો, આજે માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ ઉપર રહ્યાં હતા. આજે માર્કેટમાં તેજી જાેવા મળી હતી, દિગ્ગજ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના કારોબારો સારા રહ્યાં હતા. આઇટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જાેવા મળી હતી. ડિવીઝ અને સન ફાર્મા ૨ ટકાથી પણ ઉપર રહી…

Read More

દેશભરમાં મોંઘવારીનો માર દરેક તબક્કા અને વર્ગના લોકો સહન કરી રહ્યા છે. શાકભાજી અને ફળોના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ વેરવિખેર થઈ ગયું છે. એવામાં ઓગસ્ટ મહિનાના એક સરવેમાં વેજ થાળીના ભાવમાં કેટલો વધારો નોંધાયો અને કયા કયા પરિબળોએ ભાવ વધારામાં મુખ્ય ભૂમિકા ભજવી તેની જાણકારી આપવામાં આવી છે. લોકોના ભોજન સ્વાદ અને રસોડાનું બજેટ વેરવિખેર કરી નાખવામાં ટામેટાંની જ ભૂમિકા મુખ્ય માનવામાં આવી રહી છે. ક્રિસિલના અહેવાલ મુજબ, આ થાળીઓની સરેરાશ કિંમતમાં અગાઉના મહિનાઓની સરખામણીએ જૂન-જુલાઈ ૨૦૨૩ના મહિનામાં ઘરખમ વધારો જાેવા મળ્યો છે. આ અહેવાલ અનુસાર વેજ થાળીના ભાવમાં સરેરાશ ૩૪% જેટલો વધારો નોંધાયો છે. ભારતના દરેક…

Read More

ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે. કહેવાય છે કે, ડુંગળીના ભાવમાં વધારો થવાનો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ રૂ. ૧૬ થી ૨૨ રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે. એક સપ્તાહ પહેલા હોલસેલમાં પ્રતિકીલો ૧૬ થી ૧૭ પ્રતિકિલો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ વધારો શરૂ થયો છે. છેલ્લા આઠ દિવસથી ડુંગળીના ભાવમાં એક મણ ના ૮૦ થી ૧૦૦ રૂપિયા જેવો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતાઓ છે. યાર્ડમાં જથ્થાબંધ ડુંગળીના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મણના પહોંચ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બેથી અઢી હજાર કટાની આવક છે. ઓછી આવકના પગલે સતત ભાવમાં…

Read More

અમદાવાદ એરપોર્ટ પર એક એવી ઘટના બની જેના કારણે ૪ હજાર પેસેન્જર અટવાયા હતા. જ્યારે ૨૭ ફ્લાઇટ ૨ કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી. જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં પેસેન્જર્સ પણ ભેગા થઇ ગયા હતા અને અફરાતફરી જાેવા મળી હતી. કેટલાક પેસેન્જર્સે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટ મોડી થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. ઇન્ડિગોનું ચેકઇન સર્વર ઠપ થતાં મુસાફરો અટવાયા હતા. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. આખા દેશમાં ઇન્ડિગોની નેવીટાયર સિસ્ટમ ઠપ થઇ જતાં ચેકઇન સર્વર ધીમું પડ્યું હતું. જેના લીધે બોર્ડિંગ પાસ ઇશ્યુ ન થતાં ફ્લાઇટ ટેકઓફ થવામાં મોડું થયું હતું. આ ખામીના કારણે એક…

Read More

શું તમે આ સપ્તાહમાં યાત્રાધામ પાવાગઢ મંદિર જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. આપને જણાવીએ કે, ૧૧ ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનેન્સ કામગીરીના લીધે રોપવે સેવા બંધ રહેશે. જાેકે, ૧૨ ઓગસ્ટ શનિવારના રોજથી રાબેતા મુજબ આ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આ સેવા પાંચ દિવસ માટે બંધ રહેશે અને શનિવારે ફરીથી શરૂ થઇ જશે. આ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, તારીખ સાતમી ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.…

Read More

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટામેટા ભરેલા ટેમ્પો સાથે અન્ય ૨ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટામેટા વેરાઈ ગયા હતા. ચાર વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાની નહીં થઈ ન હતી, પરંતુ લાંબા સમય સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો એક તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી. બનાવની વિગત મુજબ, બેંગલોરથી ટામેટા ભરી અને એક ટેમ્પો ભરૂચ જઈ રહ્યો હતો, જે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ સુગર ફેક્ટરીના પુલ પર પહોંચતા જ પુલ પર પડેલા એક મોટા ખાડાને કારણે ટેમ્પોચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અન્ય ચોકલેટ ભરીને આવતા અન્ય એક ટ્રક સાથે…

Read More

ISROનું ચંદ્ર પરનું મિશન અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે અને ISROને આશા છે કે વિક્રમ લેન્ડર આ મહિનાના અંતમાં ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-૩ને ૨૨ દિવસ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતનું ત્રીજું માનવરહિત ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું છે. ભારતના ચંદ્રયાન-૩ અવકાશયાને ૫ ઓગસ્ટ, ૨૦૨૩એ શનિવારે સાંજના ૭ઃ૧૫ વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ અને સરળ રીતે પ્રવેશ કર્યો છે. આ સાથે જ ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે. આ દરમિયાન ચંદ્રની ફરતે…

Read More