સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યાં હતા. મણિપુર મામલે મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ મામલે રાહુલ ગાંધીની સ્પીચનો જવાબ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. તેમણે આ દરમિયાન કાશ્મીરી પંડિતો, ૧૯૮૪ના શીખવિરોધી રમખાણો, મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મના વિવિધ મામલાઓ ઊઠાવીને તેમને જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા મોદી સરકાર સામે નિશાન તાક્તા કહ્યું કે તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે. તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ…
Author: Shukhabar Desk
અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જાેવા મળ્યો હતો. શહેરના શેલામાં કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. હેરિયર ગાડીના ચાલકે ત્રણ કારને અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માત સર્જનાર ગાડીનો નંબર GJ 38 BE 9113 છે. અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જાે કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ થયો હતો પરંતુ બાદમાં કારચાલક આરોપી મનોજ અગ્રવાલની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી. કારને પણ બોપલ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવી હતી. અકસ્માતમાં એક ગાડીની એરબેગ પણ ખુલી…
ભાવનગરમાં નદીના પાણીમાં તણાઇ રહેલા ૧૦ થી ૧૨ વર્ષના બાળકનો મહિલાએ જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ભાવનગરમાં ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામ પાસેની નદીમાં ૧૦થી ૧૨ વર્ષનો બાળક તણાવા લાગ્યો હતો. બાળકને તણાતા જાેઇને મહિલાએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં છલાંગ લગાવી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો મહિલાની બહાદુરીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે એક બાળક નદીના પ્રવાહમાં તણાઇ રહ્યો છે જેને જાેઇને એક મહિલા તરત જ નદીમાં જીવના જાેખમે નદીના પાણીમાં ઝંપલાવે છે અને ડૂબી રહેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢે…
રાજકોટમાં અનેક વેપારીઓ વધારે નફો કમાવવા માટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતાં હોય છે ત્યારે રાજકોટ મનપા એક્શન આવ્યું છે અને મનપાના ફૂડ વિભાગે અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ મવડી બાયપાસ નજીક આવેલા ચોકોડેન કેક એન્ડ સ્વીટમાંથી ૮૫ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ચોકોડેન કેક એન્ડ સ્વીટમાંથી ૬૦ કિલો એક્સપાયરી ડેટ વાળો આઈસક્રીમ, ફૂગ વાળા કુકીઝ અને સોસ ૧૫ કિલો, અખાદ્ય જામ ક્રશ અને ક્રીમ ૧૦ કિલો મળી આવ્યા છે. આ ઉપરાંત હનુમાન મઢી ચોકમાં આવેલ મુરલીધર ફરસાણમાંથી ૧૩ કિલો દાજીયા તેલનો નાશ કરવામાં આવ્યો છે. તમામ જગ્યાએ અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરી નોટિસ આપવામાં આવી છે. આઈસ્ક્રીમ…
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ મેમ્બર્સ માટે વોઇસ ચેટ્સ નામનું એક નવું ફીચર રજૂ રોલઆઉટ કર્યું છે. નવી સુવિધા યુઝર્સને ગ્રુપમાં વૉઇસ કૉલ દ્વારા ઑડિયો ચેટ કરવાની સુવિધા આપશે. હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવ્યું છે. કંપની ટૂંક સમયમાં તેને તમામ લોકો માટે રોલઆઉટ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ WhatsApp એ એક નવું ફીચર એડમિન રિવ્યુ બહાર પાડ્યું છે, જે ગ્રુપ ચેટ્સને મેનેજ કરવામાં મદદ કરે છે. વોટ્સએપના ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ WABªaInfo એ નવા ફીચર વિશે માહિતી આપી છે.WABªaInfo અનુસાર, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ગ્રુપ યુઝર્સને ગ્રુપમાં ઑડિયો…
તમે દુનિયામાં એક અજીબોગરીબ નોકરી સાંભળી હશે, પરંતુ આ નોકરી જબરદસ્ત છે. જાે તમે રમતો રમવાના શોખીન છો, તો તમારા માટે શ્રેષ્ઠ નોકરી અને પગારની માંગ કરશો નહીં. દર અઠવાડિયે ૩.૫ લાખ રૂપિયા મળશે. માત્ર એટલું જ કે તમારે ઓફિસમાં આવીને માત્ર ગેમ્સ જ રમવાની છે અને તે પણ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ. આખો દિવસ રમ્યો પણ નથી, ફક્ત ૪ કલાક તમારે ગેમ રમવા માટે ખર્ચવા પડશે. શા માટે તે એક સ્વપ્ન જાેબ નથી. શું તમે આ માટે અરજી કરવા માંગો છો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, વૈશ્વિક રમકડા અને મનોરંજન કંપની મેટેલ તેના પ્રથમ મુખ્ય UNO પ્લેયરની શોધમાં છે. આ…
ઇચ્છાશક્તિની સામે વિશ્વનો દરેક પડકાર વામન સાબિત થાય છે. આ ઈચ્છાશક્તિથી સાયકલ બાબા તરીકે ઓળખાતા હરિયાણાના ડો.રાજ સાઈકલ પર દુનિયા ફરવા નીકળ્યા છે. અત્યાર સુધીમાં તેમણે પોતાની સાયકલ વડે ૯૨ દેશોને માપી લીધા છે. ડૉ. રાજ ઉર્ફે સાયકલ બાબા કરનાલ પહોંચ્યા હતા. આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે ૨૦૩૦ સુધીમાં તેમણે આખી દુનિયા ફરવાનું લક્ષ્ય રાખ્યું છે. અહીં મહત્ત્વની વાત એ છે કે સાયકલથી દુનિયાને માપવા પાછળ તેમના ઘણા ઉમદા વિચારો છે. ડો. રાજ યાત્રા દરમિયાન લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે. સાયકલ બાબાએ ‘વ્હીલ્સ ફોર ગ્રીન’ થીમ સાથે ૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ફતેહાબાદ જિલ્લાથી તેમની રાઈડ શરૂ કરી હતી અને…
ભારતથી પોતાના પ્રેમીને મળવા માટે પાકિસ્તાન ગયેલી અંજુ હવે એક વર્ષ સુધી ત્યાં જ રહેશે. તેના પાકિસ્તાનના પતિ નસરુલ્લાહે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. અંજુના વિઝા પાકિસ્તાની સરકારે એક વર્ષ માટે વધારી દીધા છે. આ સમાચાર સામે આવતા જ વિદેશ નીતિના જાણકારોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એ સવાલ છે કે, અંજુ એક મહિનાના વિઝા પર પાકિસ્તાન ગઈ હતી, હવે તે અહીં એક વર્ષ સુધી રહેશે. આવી સ્થિતિમાં હવે તેનું ભારતમાં પરત ફરવાનું મુશ્કેલ બની ગયું છે. અંજુ પર મહેરબાન પાકિસ્તાનની સરકાર આખરે આવું કરીને શું સાબિત કરવા માગે છે, જાણકરોને કંઈ સમજ પડી રહી નથી. ૨૦ ઓગસ્ટના…
જ્યારે પણ કોઈ વ્યક્તિનો છેલ્લો સમય હોય છે ત્યારે તેને ઓળખનારા તેની અંતિમ ઈચ્છા જાણવા માંગે છે. કેટલીકવાર આ ઈચ્છા એવી હોય છે કે તે આસાનીથી પૂરી થઈ શકે છે, પરંતુ કેટલાક લોકો એટલા જટિલ હોય છે કે તેમની ઈચ્છા સાંભળીને જ સામેવાળાનું દિલ હચમચી જાય છે. આવું જ કંઈક એક પતિ સાથે થયું, જે પોતાની મરતી પત્નીની અંતિમ ઈચ્છા જાણ્યા પછી તેના હોશ ગુમાવી બેઠો. Reddit પર પોસ્ટ કરીને પુરુષે જણાવ્યું કે પત્નીને જીવલેણ બીમારી છે. ડોક્ટરે મહિલાને કહ્યું કે હવે તેના જીવનમાં થોડા મહિના જ બાકી છે. આવી સ્થિતિમાં જ્યારે તેના પતિએ તેની મૃત્યુ પામનાર પત્નીની છેલ્લી ઈચ્છા…
દેશના ઉત્તર પૂર્વ રાજ્ય સિક્કિમમાં સેનાના બે જવાન શહીદ થયા છે. મંગળવારે (૮ ઓગસ્ટ) સાંજે, સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે હવાલદાર એસ મૈતી અને નાઈક પરવે કિશોર પૂર્વ સિક્કિમમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન શહીદ થયા હતા. જાેકે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. સેનાએ માત્ર એટલું જ માહિતી આપી છે કે ઓપરેશનલ ડ્યુટી દરમિયાન વાહન ચલાવતા બંને સેનાના જવાનોના મોત થયા હતા. જવાનોની શહાદતને લઈને સેના તરફ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ સિક્કિમમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન વાહન ચલાવતી વખતે હવાલદાર એસ મૈતી અને નાઈક પરવે કિશોરે જીવ ગુમાવ્યા છે. સેના…