જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૯૧ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે ૨૦ જુલાઈ સુધી ૩૫ આતંકવાદીઓ સુરક્ષા દળોની ગોળીઓના નિશાન બન્યા છે. ખાસ વાત એ છે કે તેમાં ૨૭ વિદેશી અને ૮ સ્થાનિક આતંકવાદીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૧ ‘પાકિસ્તાની’ આતંકવાદીઓ હાજર છે. સેના અને અન્ય સુરક્ષા દળોનો દાવો છે કે તાજેતરમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. ઘાટીમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ ઉપરાંત ૩૮ સ્થાનિક આતંકવાદીઓ પણ હાજર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સ્થાનિક આતંકવાદીઓને…
Author: Shukhabar Desk
સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે ૧૯ મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, હવે તે સુધારેલા કાયદાને પડકારશે. દિલ્હી સર્વિસ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ ૩ ઓગસ્ટે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં બહુમતી હોવાને કારણે કેન્દ્ર દ્વારા બિલ પાસ કરાવવામાં થોડી મુશ્કેલી આવી હતી. રાજ્યસભામાં સરકાર પાસે સંખ્યા ઓછી હતી અને તેને પસાર કરાવવાનો પડકાર હતો, પરંતુ ત્યાં પણ સરકારને સફળતા મળી. ૭ ઓગસ્ટ, ખરડો ઉપલા ગૃહમાંથી પણ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં…
કંબોડિયાનો ધ્વજ વિશ્વનો એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે, જેના પર મંદિરનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ ધ્વજ ઘણી વખત બદલાયો, પરંતુ દરેક વખતે તેના ધ્વજમાં મંદિરનું ચિત્ર ચોક્કસ હતું. કંબોડિયાના આ રાષ્ટ્રીય ધ્વજને ૧૯૮૯માં સ્વીકારવામાં આવ્યો હતો અને ૧૯૯૩માં તેને સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી હતી. ૧૮૭૫ થી, અંગકોર વાટનું મંદિર કંબોડિયાના ધ્વજમાં મૂકવામાં આવ્યું હતું. જેમાં ઉપર અને નીચે વાદળી પટ્ટા અને મધ્યમાં લાલ પટ્ટી અને મધ્યમાં મંદિરનું ચિત્ર હતું. ૧૯૪૮માં કંબોડિયાની આઝાદી બાદ તેને રાષ્ટ્રીય ધ્વજ બનાવવામાં આવ્યો. તે ૦૯ ઓક્ટોબર ૧૯૭૦ સુધી ચલાવવામાં આવ્યું હતું. જ્યાં સુધી દેશનું નામ બદલીને ખ્મેર રિપબ્લિક કરવામાં આવ્યું ન…
પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ અમર હોઈ શકે નહીં, આ વાત તો આપણે બધા જાણીએ છીએ. સૌ કોઈ માટે એક નિયતિ છે, જે આવ્યો છે તેણે જવાનું છે. પણ એક એવો અમેરિકન બિઝનેસમેન છે જેણે અમર બનવાની જીદ પકડી રાખી છે. તેણે પ્રતિજ્ઞા લીધી છે કે તે આ સદીમાં મરવા માંગતો નથી. એટલા માટે થોડા દિવસો પહેલા તેણે પોતાના યુવાન પુત્રનું લોહી પોતાને માટે ચડાવ્યુ હતું. હવે તેણે ખુલાસો કર્યો છે કે તે યુવાન રહેવા માટે દરરોજ ૧૧૦ ગોળીઓ લે છે. હંમેશા એક જ નિશ્ચિત સમયે સૂવું અને ૧૧ વાગ્યા પછી ક્યારેય ખાવું નહીં. આ વ્યક્તિએ પોતે જ પોતાના ડાયટ…
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદનું જાેર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે રાજ્યમાં મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. પાછલા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો ખેતી કામમાં લાગી ગયા છે. પરંતુ હવે તેમને સવાલ થઈ રહ્યો છે કે પિયત કરવું કે નહીં કારણ કે જાે તેઓ પિયત કરી દે અને વરસાદ આવી જાય તો ખેતીને નુકસાન થઈ શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી.…
સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાેકે તેમ છતાં કેટલાક લોકો એવા છે કે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં દિવસે દિવસે લાંચિયા બાબુઓના લાંચ લેવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેજલપુર રજીસ્ટર કચેરીમાં સબ રજીસ્ટાર વર્ગ-૩ સોસાયટીના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવા માટે રૂ. ૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વેજલપુરમાં આવેલ રજીસ્ટાર કચેરીમાં તુલસીદાસ પુરૂષોત્તમભાઇ મારકણા વર્ગ-૩…
ઓગસ્ટની શરુઆતમાં અમદાવાદના ૨૭ વર્ષના સેના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા જવાનના પત્ની પ્રેગનેન્ટ હતા અને તેમણે ૧૧મી ઓગસ્ટની સાંજે બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા અને તે પછી તેઓ બાળકનો જન્મ થાય તેના અઠવાડિયા પહેલા શહીદ થયા હતા. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે. મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ ૧૫ ઓગસ્ટ ૧૯૯૬માં થયો હતો. તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જાેડાવાનો રસ હતો. તેમના પરિવારના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિપાલસિંહે ધોરણ-૧૨ પાસ કર્યું તે પછી…
અમદાવાદનાં બગોદરા-બાવળા હાઇવે પર ગઈકાલે થયેલા ગોઝારા અકસ્માતમાં ૧૧ જિંદગી બુઝાઈ ગઈ હતી. કપડવંજ તાલુકાના સુણદામાં મોડીરાત્રે મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ છવાયો હતો. એક સાથે ૬ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું હતું. હજારો લોકો અંતિમયાત્રામાં જાેડ્યા હતા. પરિવારજનોના હૈયાફાટ રુદનથી સુણદા ગામની ગલીઓમાં ગમગીની છવાઈ હતી. કોણ કોના આંસુ લૂ છે, એવી સ્થિતિ સર્જાઈ હતી. ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા કપડવંજ તાલુકાના સુણદા ગામના પરિવારનો છોટાહાથી એક ટ્રક પાછળ ઘૂસ્યો હતો. આ અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને ૯ લોકોને ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વધુ એકનું મોત થતા મૃત્યુઆંક વધીને ૧૧…
જુનાગઢના વંથલી તાલુકાના સાંતલપુર ઘાર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો . પરિવારમાં માતા-પિતા તથા દીકરા દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નિપજ્યું છે. જ્યારે દીકરીની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી સમગ્ર પરિવારે જીવન ટુંકાવવાનો પ્રયાસ કેમ તે અંગેનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. સારવાર લઈ રહેલી દીકરી અત્યારે ગંભીર રીતે અસરગ્રસ્ત છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જાે કે, હજુ સુધી સમગ્ર પરિવારની જીવન ટુંકાવવાનું ચોક્કસ કારણ અકબંધ છે.મળતી માહિતી મુજબ પરિવારના…
વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ધડાકા ભેર વૃક્ષ સાથે ટકરાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત સર્જનાર કાર અમદાવાદ પાસિંગની હતી. અક્રમ ભાઈ નામના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. આ કાર પોલીસ હેડ કવાટર્સની ગાડી હોવાનું ડ્રાઇવરે નિવેદન આપ્યું હતું. ડ્રાઇવરના કહેવા મુજબ, એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો. વડોદરાના ડભોઇ રોડ પર આવેલા કેલનપુર ગામ નજીક ટ્રકની ટક્કર વાગતા સ્કૂટર સવાર બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજવા રોડ જયઅંબે નગરમાં રહેતો…