જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે. બેંકની મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો લેવાના ઈરાદાથી બેંકના લેડીઝ વોશરૂમમાં લગાવેલો કેમેરો બેંકની મહિલા કર્મચારીએ જ ઝડપી પાડ્યો હતો. આ મામલે મહિલા કર્મચારી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ કેમેરો લગાવનાર ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના દરેડ GIDC માં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને બેંકના વોશરૂમનો ઉપયોગ કરતી વખતે દરવાજા ઉપરની દિવાલ પર લગાવેલો એક સ્પાય કેમેરો ધ્યાન પર આવ્યો હતો, જે બાદ મહિલા કર્મચારી દ્વારા તરત જ…
Author: Shukhabar Desk
ખેડાના મહેમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેદાવાદમાં તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપાઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તોસીફને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે માહિતી આપતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ગત ૧૪ ઓગસ્ટે પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની મહિલાએ આપાઘાત કર્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક મહિલાએ એવું લખેલું છે કે ‘હું તોસીફખાન પઠાણના…
બેફામ ડ્રાઈવિંગને કારણે સમગ્ર રાજ્યભરમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે, ત્યારે ભરૂચના હાંસોટમાંથી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હાંસોટ નજીક બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર સામ સામે જાેરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જાેરદાર હતો કે, કારમાં બેસેલા ૫ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જાે કે, કારમાં સવાર બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે,…
ગુજરાત કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના બીજા તબક્કાની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી…
આફ્રિકન દેશ નાઈજરમાં ૨૬ જુલાઈએ સેનાએ તખ્તા પલટ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ મહોમ્મદ બજૌમને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે. તેમનુ ખાવા પીવાનુ પણ આપવામાં આવી રહ્યુ નથી. રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બજૌમની નિકટના લોકોનુ કહેવુ છે કે, તેમની પાસે ખાવા પીવાની વસ્તુઓ ખૂટી ગઈ છે. વીજળી અને પાણીના જાેડાણો પણ કાપી નાંખવામાં આવ્યા છે. નજર કેદમાં રાષ્ટ્રપતિ બજૌમ તથા તેમના પરિવાર પર જુલ્મ થઈ રહ્યા છે. સેનાનુ કહેવુ છે કે, પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ બજૌમ પર…
ક્રિકેટ જગતથી એક ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી આવ્યા છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ પહેલા આ મોટો ર્નિણય લીધો છે અને ઈંગ્લેન્ડની ટીમે તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ રમવા માટે ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે સ્ટોક્સને સંન્યાસ ન લેવાની અપીલ કરી હતી અને આ ઓલરાઉન્ડરે તેનો સ્વીકાર કર્યો હતો. સ્ટોક્સે ૨૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ…
હાલના દિવસોમાં એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો છે. આ જાણકારી ઉત્તર કોરિયાએ જ આપી છે. ટ્રેવિસ કિંગ નામના આ સૈનિક અંગે ઉત્તર કોરિયાએ કહ્યું કે તે ગયા મહિને ગેરકાયદેસર રીતે તે તેમના દેશમાં પ્રવેશ્યો હતો. ઉત્તર કોરિયાએ તો ત્યાં સુધી કહ્યું કે કિંગ અમેરિકન સમાજમાં થઈ રહેલા ભેદભાવથી પરેશાન હતો, જેના કારણે તે સરહદ પાર કરીને ઉ.કોરિયામાં આવ્યો હતો. જાે કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે વિશ્વમાં ‘નરક’ ગણાતા ઉત્તર કોરિયામાં પ્રવેશવા પાછળ ટ્રેવિસ કિંગનો હેતુ શું હતો? અમેરિકન સૈનિક ૧૮ જુલાઈના રોજ કોરિયાના સરહદી ગામની મુલાકાત લેવા ગયો હતો. આ દરમિયાન તે સરહદ પાર કરીને…
વોટ્સએપ સતત નવા ફીચર્સ સાથે યુઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ સારો બનાવી રહ્યો છે. હવે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ચેટિંગને મજેદાર બનાવવા માટે એઆઈ સ્ટિકર્સ બનાવી અને શેર કરી શકે છે. ડબલ્યુએબેટા ઈન્ફોએ વોટ્સએપના આ નવા ફીચર વિશે માહિતી આપી હતી. વોટ્સએપના આ નવા ફીચરની ઝલક શેર કરેલા સ્ક્રીનશોટમાં જાેઈ શકાય છે. આ સ્ક્રીનશોટમાં નવું ક્રિએટ બટન દેખાય છે. કંપની કીબોર્ડમાં આપવામાં આવેલા સ્ટિકર્સ ટેબમાં નવું બટન ઓફર કરી રહી છે. આ વિકલ્પ પસંદ કર્યા પછી યુઝર્સને જે પ્રકારનું સ્ટિકર જાેઈએ તે વોટ્સએપને તે સમજાવવું પડશે. આ પછી વોટ્સએપ યુઝરના વર્ણનના આધારે બનાવેલ એઆઈ…
મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે આ અતિક્રમણ હટાવવા પર ૧૦ દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે ૧૦ દિવસ સુધી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કોઈ કામગીરી નહીં કરી શકાય. આ મામલે હવે આગામી સુનાવણી ૧ અઠવાડિયા બાદ કરવામાં આવશે. માહિતી અનુસાર રેલવે દ્વારા આ અતિક્રમણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં અસંખ્ય મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી અને સ્ટે આપી દીધો હતો. આ અતિક્રમણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદની…
બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અત્યારે પોતાની નવી વેબ સિરીઝ તાલી ને લઈને ચર્ચામાં છે. ક્રાઈમ થ્રિલર શો આર્યા માં પોતાની દમદાર વાપસી બાદ સુષ્મિતા તાલી માં ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા શ્રીગૌરી સાવંતની ભૂમિકા નિભાવી રહી છે. તેમની આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ જીઓ સિનેમા પર રિલીઝ થઈ ચૂકી. દર્શકોને તેમનું પાત્ર ખૂબ પસંદ આવી રહ્યુ છે. સુષ્મિતા સેને જણાવ્યુ કે હું હંમેશા જિંદગીને પ્રેમ કરતી હતી અને હજુ પણ કરુ છુ અને હંમેશા કરતી રહીશ. આનાથી મને અનુભવ થયો કે મારા ઘણા મહત્વપૂર્ણ કામ અધૂરા છે અને મારે એ વિશે વધુ જાગૃત થવુ પડશે કે મારે શું કરવાનું બાકી છે. તમે તે…