બેફામ ડ્રાઈવિંગને કારણે સમગ્ર રાજ્યભરમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે, ત્યારે ભરૂચના હાંસોટમાંથી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હાંસોટ નજીક બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર સામ સામે જાેરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જાેરદાર હતો કે, કારમાં બેસેલા ૫ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા.
જાે કે, કારમાં સવાર બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. બનાવ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે તેમાં ય્ત્ન૧૬ ડ્ઢય્ ૮૩૮૧ નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે ય્ત્ન૦૬ હ્લઊ ૭૩૧૧ નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે સમગ્ર અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માત એટલો જાેરદાર હતો કે, તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.