અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘ગદર ૨’ની વાત કરીએ તો, ૨૦૦૧ની બ્લોકબસ્ટર ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં સની દેઓલ ફરી એકવાર તારા સિંહના અવતારમાં છે, જ્યારે અમિષા સકીનાની ભૂમિકામાં છે. આ સિવાય ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને મનીષા વાધવા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે અને શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બાદ ૨૦૨૩ની ઓપનરમાં બીજું સ્થાન મેળવવામાં સફળ રહી છે.સની દેઓલ માટે આ વર્ષ ઘણું સારું સાબિત થયું. તેના ઘરમાં બેક-ટુ-બેક ખુશીઓ આવી છે. એક તો પિતા ધર્મેન્દ્રની કમબેક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ હિટ ગઈ તો પોતાની ફિલ્મ ‘ગદર…
Author: Shukhabar Desk
૧૨ ઓગસ્ટના રોજ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડેના પિતા શશીકાંત લોખંડેનું નિધન થયું હતું. તેમની ઉંમર ૬૮ વર્ષ હતી અને તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. ૧૫મી ઓગસ્ટે પિતાને યાદ કરતાં એક્ટ્રેસે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમની પરિવાર સાથેની કેટલીક યાદોની તસવીરો હતી. આ સાથે તેણે પિતાના નિધન બાદ પરિવારના સભ્યો અને મિત્રો પાસેથી તેમના વિશે કેટલું બધું જાણવા મળ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘હેલ્લો ડેડી, હું તમને શબ્દોમાં વર્ણવી શકુ તેમ નથી પરંતુ હું તેમ કહેવા માગુ છું કે, મેં મારા જીવનમાં ક્યારેય પણ આટલી મજબૂત, એનર્જેટિક અને અદ્દભુત વ્યક્તિ જાેઈ નથી’. આગળ…
દીપિકા કક્કર શોએબ ઈબ્રાહિમ સાથેના લગ્નજીવનના પાંચ વર્ષ બાદ પહેલીવાર મા બની છે. તે પોતાના દીકરા રુહાનના પહેલા દરેક પ્રસંગ અને ફેસ્ટિવલને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે, રુહાન બે મહિનાનો થવા આવ્યો છે અને તેનો જન્મ ૨૧ જૂનના રોજ થયો હતો. ૧૫મી ઓગસ્ટે મંગળવારે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક્ટ્રેસે પણ ઉજવણી કરી હતી. સૌથી ખાસ વાત તો એ હતી કે, નાનકડા રુહાને પણ પોતાના નાનકડા હાથથી તિરંગો લહેરાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ ઓછી એક્ટિવ રહેતી દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની તસવીર શેર કરી હતી અને બધાને શુભેચ્ઠા પાઠવી હતી. દીપિકા કક્કરે…
બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડનાર ફિલ્મ વેલકમની ત્રીજી સીક્વલને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મની બે સિક્વલ આવી ગઈ છે અને હવે વેલકમ ૩ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે પણ ખુલાસો થયો છે. ચર્ચાઓ છે કે વેલકમ ૩ માં અક્ષય કુમાર ફરીથી જાેવા મળશે આ ઉપરાંત ઘણા નવા એક્ટર્સની એન્ટ્રી પણ વેલકમ ૩માં થઈ છે. વેલકમ ૩ ને લઈને ફિલ્મ ક્રિટીક તરણ આદર્શ ટિ્વટ કરીને જાણકારી આપી છે. તેને ટિ્વટમાં લખ્યું છે કે ફિરોઝ નડિયાદવાલાએ ક્રિસમસ ૨૦૨૪ ને વેલકમ ૩…
સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મ ગદર ૨ હાલ બોક્સ ઓફિસ ઉપર પણ ગદર મચાવી રહી છે. શુક્રવારે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ૨૨ વર્ષ બાદ એકવાર ફરીથી સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. બોલવુડ અભિનેતા કાર્તિક આર્યને પણ થિયેટરમાં જઈને આ ફિલ્મ જાેઈ અને પોતાનું રિએક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે પડદા પર ગદર ૨ ફિલ્મ ચાલી રહી છે અને સની દેઓલનો હેન્ડપંપવાળો સીન જાેવા મળી…
અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગરમાં આવેલી ન્ય્ હોસ્પિટલ પાસે આ લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. હોસ્પિટલ પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સની દુકાનમાં આરોપીએ બંદૂકના જાેરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જ્વેલર્સની દુકાનની આસપાસ નાસભાગ મચી જવા પામી હતી. જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા આ આરોપી ભાગ્યો હતો અને ગોળી પણ ચલાવી હતી, જાે કે, આ ગોળી રોડ પર વાગતા કોઈ જાનહાની સર્જાઈ ન હતી કે, કોઈ ઈજાગ્રસ્ત થયુ ન હતું. જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે એક વ્યક્તિ બંદૂક લઈને પહોંચ્યો છે તેવી જાણ થતા વૃંદાવન જ્વેલર્સની દુકાનની આસપાસના વેપારીઓ ભેગા થઈ ગયા હતા અને…
પતિ પત્ની વચ્ચે સામાન્ય માથાકૂટ તો ચાલતી રહેતી હોય છે, પરંતુ આ સામાન્ય માથાકૂટ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ગંભીર સ્થિતિનું નિર્માણ પણ થઈ જતું હોય છે. આવું જ કંઈક મહેસાણા વીસનગરમાં બન્યું છે. ઘરમાં માત્ર ટાઇલ્સ નાંખવાની ચર્ચા પતિ-પત્ની વચ્ચે માથાકૂટમાં પરિણમી અને ટાઇલ્સ નાખવાની માથાકૂટમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી. ટાઇલ્સ નાંખવાની ચર્ચામાં કેવી રીતે પતિએ પત્નીની હત્યા કરી જુઓ. પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતોમાં ઝઘડા થતા રહેતા હોય છે. અને જાે બંને વચ્ચે સમજણ હોય તો તરત સમાધાન પણ થઈ જતું હોય છે. પરંતુ અમુક ઘટનામાં આવી નાની માથાકૂટું સ્વરૂપ ધારણ કરી લે છે.…
તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાયબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની ૨૭ જેટલી મોટી હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે. હીરા ઉદ્યોગના અગ્રણી અને ય્ત્નઈઁઝ્રના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. અન્ય રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવવામાં આવે છે એવા તમામ એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે દિનેશ…
ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરનો અર્થ તમને અમદાવાદની તાજેતરની પરિસ્થિતિ પરથી મળી શકે છે, જ્યાં તમામ વસ્તુઓના ભાડાઓ વધી રહ્યા છે. હોટેલનો રૂમ હોય કે ફ્લાઇટની ટિકિટ હોય, તમામના ભાવ આસમાને પહોંચ્યા છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું અંતિમ શેડ્યૂલ આવ્યું ત્યારથી અમદાવાદમાં હોટેલ બુકિંગમાં તેજી આવી છે. શહેરમાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. ત્રણથી ફાઇવ સ્ટાર હોટલનું ભાડું ૨૦ હજારથી ૨.૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હાલ ટિકિટનું વેચાણ શરુ નથી થયુ, ત્યારે અમદાવાદથી ૧૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ૧૪ ઓક્ટોબરના દિવસે હોટલ રુમ બુક કરાવવો મુશ્કેલ બની રહ્યો છે.હોટેલ એસોસિએશનનું કહેવું છે કે…
અમદાવાદમાં જૂની અદાવતમાં હત્યાની ઘટના બની છે. આ બનાવમાં હત્યા પહેલા આરોપીએ મૃતકના ઘરે પણ હુમલો કર્યો હતો. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. માધવપુરા વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીકીને યુવકની હત્યા થતા સનસનાટી મચી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દેહસત ફેલાઈ હતી અને માધવપુરા બજાર બંધ નું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ઘટના એવી છે કે માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકને એક્ટિવા પર આવેલા ૪ શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોરએ છરીના ઘા ઝીકીને જાહેરમાં કૃણાલની હત્યા કરી દીધી. હત્યા પહેલા આરોપીઓ કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કરીને…