Author: Shukhabar Desk

જૂન ૨૦૨૩ માં, રોજગારની કૂચ પર સારા સમાચાર આવ્યા છે. કુલ ૨૦.૨ લાખ નવા કર્મચારીઓ જૂન મહિનામાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (એસિક)માં જાેડાયા છે. બીજી તરફ, જાે આપણે મે વિશે વાત કરીએ તો, એસિકમાં જાેડાનારા નવા કર્મચારીઓની સંખ્યા જૂન મહિના જેટલી હતી. જ્યારે એપ્રિલ ૨૦૨૩માં કુલ ૧૭.૮ લાખ લોકો આ યોજના સાથે જાેડાયેલા હતા. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ વર્ષે જૂનમાં કુલ ૨૪,૨૯૮ નવી કંપનીઓએ આ સામાજિક યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે મે ૨૦૨૩માં કુલ ૨૪,૮૮૬ નવી કંપનીઓએ સ્કીમ હેઠળ નોંધણી કરાવી હતી. અહેવાલ મુજબ, એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ નોંધાયેલા ૨૦.૨…

Read More

ભારતીય એથ્લેટ દુતી ચંદ પર એનએડીએએ ૪ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ડોપિંગના કારણે મૂકવામાં આવ્યો છે. દુતીનો ટેસ્ટ થયો હતો જેમાં સિલેક્ટિવ એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર મળી આવ્યા હતા. દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી ૨૦૨૩થી ધ્યાનમાં લેવામાં આવશે. તેણે વર્ષ ૨૦૨૧માં ગ્રાન્ડ પ્રિકસમાં ૧૦૦ મીટરની દોડ ૧૧.૧૭ સેકન્ડમાં પૂરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. દુતીએ ઘણી ઈવેન્ટોમાં સારું પ્રદર્શન કર્યું છે. દુતીએ એશિયન ગેમ્સ ૨૦૧૮માં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. નાડાના અધિકારીઓએ ગયા વર્ષે દુતીના સેમ્પલ લીધા હતા. દુતીના પ્રથમ સેમ્પલમાં એન્ડારીન, ઓસ્ટારીન અને લિંગન્ડ્રોલ મળી આવ્યા છે. બીજા નમૂનામાં…

Read More

બોમ્બે હાઈકોર્ટે ૧૫ ઓગસ્ટે રજાના દિવસે પણ કેસની સુનાવણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગૌરવ વાઘ નામના વિદ્યાર્થીનું જાતિ તપાસ સમિતિએ અનુસૂચિત જનજાતિ (એસટી) પ્રમાણપત્ર રદ કર્યું હતું. જેના માટે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરી હતી. ૧૮ વર્ષના આદિવાસી વિદ્યાર્થીનું એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરવા માટે કોર્ટે ૧૫ ઓગસ્ટના રોજ સરકારી રજાના દિવસે આ મામલે સુનાવણી કરી હતી.ગૌરવ વાઘને ન્યાય અપાવતા, ન્યાયમૂર્તિ અવિનાશ ઘરોટે અને મનોહર ચંદવાનીની ડિવિઝન બેન્ચે જાતિ તપાસ સમિતિના ર્નિણયને બાજુ પર રાખ્યો હતો, જેણે દાવો કર્યો હતો કે, તે નિયુક્ત જનજાતિનો નથી. એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી, ગૌરવને તેની સીટ કન્ફર્મ કરવા માટે ૧૬ ઓગસ્ટના રોજ બપોરે ૩…

Read More

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને ખતમ કરવા સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના જવાબમાં ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે એનઈપીભાજપનો રાજકીય એજન્ડા હતો. તેને ભાજપશાસિત રાજ્યોમાં લાગુ જ નથી કરાઈ. શિવકુમારે ભારપૂર્વક કહ્યું કે આ રાજ્યનો વિષય છે, રાષ્ટ્રીય વિષય નથી. પત્રકારો સાથેની વાતચીતમાં શિવકુમારે કહ્યું કે એનઈપીલાગુ કરવાનો ર્નિણય ભાજપનો હતો. અમે શરૂઆતથી કહી રહ્યા હતા કે અમે તેના પર પુર્નવિચાર કરીશું. પાયાનું માળખું તૈયાર કર્યા વિના જ તેને ઉતાવળે લાગુ કરી દેવામાં આવી હતી. શિવકુમારે સવાલ પૂછ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલી જ મહત્ત્વપૂર્ણ છે તો પછી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં તેને લાગુ કેમ…

Read More

અજય રાય ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત તેમના ગૃહ જિલ્લા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હજારો કાર્યકર્તાઓએ ઢોલ, માળા અને અંગ વસ્ત્રો સાથે અજય રાયનું સ્વાગત કર્યું. કામદારોની ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એવી બની કે કોંગ્રેસના કાર્યકરો અજય રાયને આવકારવા આગળ કૂદી પડ્યા અને એક વર્તુળમાં ઉભેલા પોલીસ અને સીઆઈએસએફના જવાનોને ધક્કો માર્યોના પણ સમાચાર મળી રહ્યા છે. વાતચીત દરમિયાન અજય રાયે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ૨૦૧૪માં પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. ભાજપે તેમની સામે દરેક રણનીતિ અપનાવી હતી. કોંગ્રેસ…

Read More

સપ્તાહના અંતિમ સત્રમાં લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જાે કે આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જાેવા મળ્યું હતું. આઈટી, પીએસઈ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી જ્યારે પીએસયુ બેન્ક,એફએમસીજી, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા. હીરો મોટોકોર્પ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા. એફએમસીજી અને પાવર સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. આઈટી ઈન્ડેક્સ આજે ૧.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ મેટલ ઈન્ડેક્સમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કારોબારના…

Read More

લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-૩ મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર ૧૭ ઓગસ્ટે લેન્ડર ઈમેજરમાં ફીટ કરવામાં આવેલા કેમેરા-૧ દ્વારા લેવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે (૧૭ ઓગસ્ટ) લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું. જાણકારી મુજબ થોડીવારમાં લેન્ડર મોડ્યુલ ડીબૂસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી ચંદ્રની નીચેની ભ્રમણકક્ષામાં ઉતરશે. આ પછી લેન્ડર ધીમી ગતિ સાથે આગળ વધશે. જણાવી દઈએ કે ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યુ હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અનુસાર, લેન્ડર ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર…

Read More

રાજ્યમાં લાંબા સમયથી વરસાદની રાહ જાેવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી પણ નિરાશ કરનારી છે. હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ પડી રહ્યો નથી. જાેકે, રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ થઇ રહ્યો છે કે, આખરે ક્યારે વરસાદી સિસ્ટમ સર્જાશે અને ક્યારે સારો વરસાદ થશે? તે અંગે સૌ કોઇ મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે આગાહી વ્યક્ત કરી હતી. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ…

Read More

જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે. જૈન સમાજમાં એવા પણ ઉદાહરણો જાેવા મળ્યા છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. ત્યારે સુરતના એક દંપતીએ સાંસારિક મોહને ત્યજીને દીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે. સુરતના હીરા ઉદ્યોગપતિ દિપેશ શાહ (૫૧ વર્ષ) અને તેમના પત્ની પીકાબેન શાહ (૪૬ વર્ષ) એ દીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. દંપતી જેગુઆરમાં બેસીને દીક્ષા મુહૂર્ત લેવા માટે જિનાલય પહોંચ્યા હતા. સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લઈને સાંસારિક મોહનો…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે ૨૫ ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦ ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે.મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી લેહ લદ્દાખની એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. લેહમાં ફૂટબોલ મેચ પણ જાેશે. રાહુલ પોતે પણ કોલેજકાળમાં ફૂટબોલર રહી ચૂક્યા છે. ફૂટબોલ રમતી વખતે તેમને ઘૂંટણની ઈજા થઈ હતી જે હજુ પણ તેમને પરેશાન કરે છે. સમયે…

Read More