કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને ખતમ કરવા સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના જવાબમાં ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે એનઈપીભાજપનો રાજકીય એજન્ડા હતો. તેને ભાજપશાસિત રાજ્યોમાં લાગુ જ નથી કરાઈ. શિવકુમારે ભારપૂર્વક કહ્યું કે આ રાજ્યનો વિષય છે, રાષ્ટ્રીય વિષય નથી. પત્રકારો સાથેની વાતચીતમાં શિવકુમારે કહ્યું કે એનઈપીલાગુ કરવાનો ર્નિણય ભાજપનો હતો. અમે શરૂઆતથી કહી રહ્યા હતા કે અમે તેના પર પુર્નવિચાર કરીશું. પાયાનું માળખું તૈયાર કર્યા વિના જ તેને ઉતાવળે લાગુ કરી દેવામાં આવી હતી.
શિવકુમારે સવાલ પૂછ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલી જ મહત્ત્વપૂર્ણ છે તો પછી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં તેને લાગુ કેમ નથી કરાઇ? અહીં તો ભાજપ જ સત્તામાં છે? ડી.કે.શિવકુમારે કહ્યું કે અમારા રાજ્યના લોકોએ એક ચિંતા સતાવી રહી છે. આખી દુનિયાએ બેંગ્લુરુને આઈટી હબ, સિલિકોન વેલી, સ્ટાર્ટઅપ હબ અને મેડિકલ હબ તરીકે સ્વીકાર્યું છે. તેનું કારણ પ્રાથમિકથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અમારા શિક્ષણનું સ્તર છે. એનઈપીજરૂરી નહોતી. જાે તેમાં સારા પાસા હશે તો અમે તેના પર પુર્નવિચાર કરીશું. તેમણે કહ્યું કે આ એક રાજકીય એજન્ડા છે. આ નાગપુરની શિક્ષણ નીતિ છે. સમિતિના સભ્યોએ કહ્યું છે કે અવધારણા સમજાતી નથી. તેમને ફક્ત દસ્તાવેજાે પર હસ્તાક્ષર કરવા કહેવાયું હતું.