Author: Shukhabar Desk

દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગે એકશન પ્લાન બનાવ્યો છે. એસટી વિભાગે દિવાળીના તહેવાર પર વધારાની ૨ હજાર બસ દોડાવવાનું આયોજન કર્યું છે. મુસાફરોને હાલાકી ના પડે તે માટે આ વ્યવસ્થા કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો છે બાકી ત્યારે ગુજરાત વાહન વ્યવહાર નિગમ તરફથી તહેવારો દરમિયાન વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો મોટા પ્રમાણમાં પોતાના વતને જતા હોય છે ત્યારે વતન જતા મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ તરફથી વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. ચાલુ વર્ષે દિવાળીએ ગુજરાત એસટી નિગમ તરફથી અંદાજિત ૨ હજાર જેટલી વધારાની બસો…

Read More

મહેસાણાના બહુચરાજીના કરણસાગરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બહુચરાજીના કરણસાગરમાં ગરબા રમવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જૂથ અથડામણમાં બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જૂથ અથડામણની ઘટનામાં બે લોકોને ઇજા પણ પહોંચી હતી. પોલીસે આ મામલે ૧૩ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કરણસાગરમાં ગરબા રમવા બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા બહુચરાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંન્ને જૂથના કુલ ૧૩…

Read More

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે દેશભરની કોઈપણ આરોગ્ય વીમા અથવા સામાન્ય વીમા કંપની દ્વારા જારી કરવામાં આવતી તમામ આરોગ્ય પોલિસીઓ માટે હોસ્પિટલોનું નેટવર્ક અને ૧૦૦% કેશલેસ સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધાઓ લાગૂ થવાની સાથે પોલિસીધારક દેશના કોઈપણ ભાગમાં સ્થિત હોસ્પિટલમાં ૧૦૦% કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે. હાલમાં ભારતમાં ૪૯ ટકા હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટની સુવિધા છે. વધારે મોંઘા તબીબી બીલો ટાળવા માટે જનરલ અને હેલ્થ ઇન્સોરન્સ કંપનીઓ લિસ્ટેડ હોસ્પિટલોની સૂચીમાં બદલાવ કરતા રહે છે. તેનાથી બચવા માટે વીમા નિયામક તમારી આરોગ્ય વીમા ક્લેઇમની સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ…

Read More

ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ૨૦૨૩ના આયોજન વચ્ચે પીસીબીએ નવો બખેડો ઊભો કરતા દિગ્ગજ ક્રિકેટરો તેની ઝાંટકણી કાઢી રહ્યા છે. પીસીબીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્શકોના વર્તનને મુદ્દો બનાવીને ૈંઝ્રઝ્રને ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ પીસીબીની ટીકા કરી છે. આપને જણાવી દઇએ કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન કેટલાક લોકો દ્વારા બાબર આઝમનું નામ લઇને દેશ અને ખેલાડીઓ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હોવાની ફરિયાદ સાથે પીસીબીએ ૈંઝ્રઝ્રને ઔપચારિક ફરીયાદ નોંધાવી હતી. જાેકે, ઇરફાનને લાગે છે કે પીસીબી બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. આ દરમિયાન ઇરફાને ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાનની…

Read More

આજકાલ ધનિક ભારતીયો Golden Passport મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. હાલમાં ગોલ્ડન પાસપોર્ટ માટે જે કુલ અરજીઓ આવે છે તેમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ભારતીયોનો છે. વર્ષ ૨૦૨૨માં ગોલ્ડન પાસપોર્ટની કુલ અરજીઓમાં ૯.૪ ટકા હિસ્સો ભારતીયોનો હતો. ગોલ્ડન પાસપોર્ટ મેળવવા માટે તમારે કોઈ દેશમાં નોંધપાત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અથવા ત્યાંની કંપનીમાં શેર ખરીદવા પડે છે. તેની સામે તમને ઢગલાબંધ દેશોનું એક્સેસ મળી જાય છે અને બિઝનેસને ઝડપથી વિસ્તારી શકાય છે. જ્યારે કોઈ દેશમાં સારી એવી રકમનું રોકાણ કરીને તેના બદલામાં સિટિઝનશિપ મેળવવામાં આવે ત્યારે તેને ગોલ્ડન પાસપોર્ટ ફેસિલિટી કહેવામાં આવે છે. ભારતમાં બિઝનેસમેન કોમ્યુનિટી આ પાસપોર્ટ મેળવવામાં આગળ…

Read More

ઓક્ટોબર મહિનો સમાપ્ત થવાના આરે છે. આ પછી નવેમ્બર શરૂ થશે. આવતા મહિને એટલે કે નવેમ્બર ૨૦૨૩માં ઘણા તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બેંકોમાં બમ્પર રજાઓ મળવાની છે. રજાઓના કારણે બેંકોને લગતા ગ્રાહકોના કામ પર અસર પડી શકે છે. જાે તમારે પણ બેંકને લગતું કોઈ કામ કરવાનું હોય તો જલ્દીથી જલ્દી કરી લો જેથી તમને પાછળથી પસ્તાવું ન પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો મુજબ, બેંકો તમામ જાહેર રજાઓ અને અમુક પ્રાદેશિક રજાઓ પર ચોક્કસ રાજ્યના આધારે બંધ રહેશે. પ્રાદેશિક રજાઓ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર, આગામી મહિનામાં કુલ ૧૬…

Read More

કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ જસ્ટિન ટ્રૂડો ભારત સાથે સંબંધો બનાવી શક્યા નથી. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. જાે તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારશે. કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને કેનેડિયન સંસદમાં વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવરે મંગળવારે એક રેડિયો શોમાં સામેલ થયા હતા. અહી તેમણે કહ્યું હતું કે અમારે ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમે એકબીજા સાથે અસંમત હોઈ શકીએ છીએ પરંતુ ઔપચારિક સંબંધ જરૂરી છે. તેમણે ૪૧ કેનેડિયન…

Read More

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં ૬૫૦૦ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ બેઠક દરમિયાન નાગરિકોના જીવન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને યુદ્ધમાં નાગરિકોના જીવનને લઈને ચિંતિત છે. અમે ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરીએ છીએ. રાજદૂત આર રવિન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્દોષ લોકોના મોત પર ચિંતા અને શોક વ્યક્ત કરનારા પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા. સંકટના આ સમયમાં ભારત ઈઝરાયેલની સાથે છે. આતંકવાદીઓનો સામનો કરી રહેલા લોકો પ્રત્યે…

Read More

ટેક્નોલોજીની મદદથી ઝડપથી વિકસી રહેલા વિશ્વની સાથે કાર્બન ઉત્સર્જનમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વમાં પૃથ્વીના પર્યાવરણ માટે ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જાે સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જન આ રીતે ચાલુ રહેશે, તો તે પૃથ્વીને સળગતી ભઠ્ઠીમાં ફેરવશે જ્યાં માનવ સંસ્કૃતિ માટે ટકી રહેવું મુશ્કેલ બનશે. તેની અસર વિશ્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ વ્યાપક જાેવા મળશે. ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં આગાહી કરવામાં આવી છે કે ૨૦૪૦ સુધીમાં દેશના ઘણા શહેરોમાં ગરમી ૪ થી ૧૦ ગણી વધી શકે છે. આ અભ્યાસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લોબલ…

Read More

કરિશ્મા કપૂર અને આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’ દરેક જનરેશનનાં લોકોની મનપસંદ મૂવી છે. ફિલ્મમાં બંને સ્ટાર્સની સિઝલિંગ કેમેસ્ટ્રી આજે પણ લોકોનાં મનમાંથી નિકળી નથી. તેવામાં ફિલ્મનાં ડાયરેક્ટર ધર્મેશ દર્શને ફિલ્મનાં એક સીનને લઈને મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મમાં કરિશ્મા અને આમિર ખાનનો એક કિસિંગ સીન હતો. એ સીન કેવી રીતે શૂટ થયો એ વિશે જણાવતાં ડાયરેક્ટર ધર્મેશ દર્શને કહ્યું કે કરિશ્મા સેટ પર પ્રોફેશનલ હતી. તેમણે પોતાના અને આમિરનાં કિસિંગ સીનનો વિરોધ નહોતો કર્યો. કરિશ્મા કામને લઈને ખૂબ ઈમાનદાર અને પેશનેટ હતી. તેમણે આ પહેલા ક્યારેય પણ કિસિંગ સીન નહોતો શૂટ કર્યો. ડાયરેક્ટરે કહ્યું કે તેવામાં હું કરિશ્માની ડ્રેસ…

Read More