કરિશ્મા કપૂર અને આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’ દરેક જનરેશનનાં લોકોની મનપસંદ મૂવી છે. ફિલ્મમાં બંને સ્ટાર્સની સિઝલિંગ કેમેસ્ટ્રી આજે પણ લોકોનાં મનમાંથી નિકળી નથી. તેવામાં ફિલ્મનાં ડાયરેક્ટર ધર્મેશ દર્શને ફિલ્મનાં એક સીનને લઈને મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મમાં કરિશ્મા અને આમિર ખાનનો એક કિસિંગ સીન હતો. એ સીન કેવી રીતે શૂટ થયો એ વિશે જણાવતાં ડાયરેક્ટર ધર્મેશ દર્શને કહ્યું કે કરિશ્મા સેટ પર પ્રોફેશનલ હતી. તેમણે પોતાના અને આમિરનાં કિસિંગ સીનનો વિરોધ નહોતો કર્યો.
કરિશ્મા કામને લઈને ખૂબ ઈમાનદાર અને પેશનેટ હતી. તેમણે આ પહેલા ક્યારેય પણ કિસિંગ સીન નહોતો શૂટ કર્યો. ડાયરેક્ટરે કહ્યું કે તેવામાં હું કરિશ્માની ડ્રેસ કેવી હશે, બેકગ્રાઉન્ડ સેક્સી નહીં હોય વગેરે માહિતી આપી રહ્યો હતો. ત્યારે કરિશ્માએ કહ્યું કે,’ તમારે આટલું બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી.’ આ બાદ મેં કરિશ્માની માં બબીતાજીને બોલાવ્યું અને તેમણે જ આખો સીન નેરેટ કર્યો કારણકે કરિશ્મા એ સમયે ઘણી યંગ હતી. તેની ઈમેજ પણ સારી હતી. તેમણે કહ્યું કે ‘કરિશ્માની માં બબીતાજી ૩ દિવસ સુધી કિસિંગ સીનની શૂટિંગ દરમિયાન સેટ પર હાજર રહી અને મેં તેમને જવા માટે પણ નહોતું કહ્યું. ‘ કરિશ્મા-આમિરનાં આ કિસિંગ સીનનાં ૪૭ રીટેક્સ લેવા પડ્યાં હતાં. ડાયરેક્ટરે કહ્યું કે ફિલ્મનાં પ્રોડ્યુસર ઈચ્છતાં હતાં કે ૌજજ સીન પોસ્ટર પર ફીચર કરવામાં આવે જેથી ફિલ્મને લઈને બઝ ક્રિએટ થાય. પણ ડાયરેક્ટરે તેની પરમિશન ન આપી.