મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી ૧૯ ઓગસ્ટના રોજ મંડલા પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના કાર્યકરોને સંયમ રાખવાની સલાહ આપી હતી. ચૂંટણીમાં આક્ષેપોનો જવાબ આપતાં તેમણે કાર્યકરોને સંયમનો માર્ગ ન છોડવા જણાવ્યું હતું. જાેકે, ભાજપના કાર્યકરો તેમના સંયમ માટે જાણીતા છે. ઉમા ભારતીએ કહ્યું કે, ભારતમાં જાે કોઈ નેતા સૌથી વધુ અસહિષ્ણુતાનો શિકાર બન્યા હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જાે કોઈ નેતા વિપક્ષના અસભ્ય વર્તનનો સૌથી વધુ ભોગ બન્યા હોય તો તે ઁસ્ મોદી છે. PM મોદીનું આજ સુધી જેટલું અપમાન થયું છે એટલું કોઈનું અપમાન થયું નથી. પરંતુ તેમનું અપમાન કરનારાઓ આજે કોઈ કામના નથી.રાજ્યના પૂર્વ CM ભાજપના…
Author: Shukhabar Desk
ઉત્તરપૂર્વ દિલ્હીમાં એક જ રાતમાંત્રણ કુખ્યાત બદમાશોએ લૂંટના ઈરાદે એક પછી એક ત્રણ અલગ અલગ જગ્યા પર હુમલા કર્યા હતા. આટલું જ બદમાશોએ ત્રણ લોકો પર ચપ્પું હુલાવ્યું હતું. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જાેકે બે લોકોએ કોઈ રીતે છુપાઈને કે અંધારાનો લાભ લઈ પોતાનો જીવ બચાવ્યો હતો. ખરેખર દિલ્હી પોલીસને લૂંટ અને ચાકૂબાજીની ઘટનાનો પ્રથમ કૉલ રાતના ૧૧ઃ૩૩ વાગ્યે આવ્યો હતો. જાેકે બીજાે કૉલ ૧૨ઃ૩૦ વાગ્યે અને ત્રીજાે કૉલ ૧ઃ૦૨ વાગ્યે આવ્યો હતો. બદમાશોએ પ્રથમ શિકાર શેર મોહમ્મદ નામની વ્યક્તિને બનાવી હતી. બદમાશોએ તેને ચપ્પાં માર્યા પરંતુ તે ઘરની અંદર છુપાઈ ગયો અને જેનાથી તેને લૂંટી ના શકાયો. જ્યારે…
ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ થતાં જ લોકો પાયલોટે સિથોલી પાસે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ પહેલા બેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગ લાગી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ગ્વાલિયરથી ફાયર સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિનમાં આગ…
લદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટિ્વટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.” કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પર બાઇક રાઇડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રી રોકાણ કરશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ૨૦ ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ…
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને આઈએમએફસુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીસતરફથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. મૂડીસએ ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા બીએએ૩ રેટિંગ જાળવી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, ત્યાં ભારત શાનદાર વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. મૂડીસઇન્વેસ્ટર્સ સર્વિસે ગઈકાલે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ જાળવી રાખીને ભારતનું રેટિંગ અને આઉટલુક યથાવત રાખ્યો છે. મૂડીસના મતે ભારતીય અર્થવ્યવસ્થા આ ગતિએ આગળ વધતી…
ભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો ર્નિણય લેવાયો હતો. જાેકે હવે સરકારે આ ર્નિણય રદ કરીને મંદિરોને ફંડ જારી કરવાનો ર્નિણય ચાલુ રાખ્યો છે. કર્ણાટકમાં લગભગ ૩૪૦૦૦ જેટલા મંદિરો આવેલા છે. તેમાંથી એ કેટેગરીમાં ૧૭૫ મંદિરો આવેલા છે જેમની આવક ૨૫ લાખ રૂપિયા વાર્ષિક છે. જ્યારે બી કેટેગરીમાં ૧૫૮ મંદિરો છે અને તેમની આવક ૫ લાખથી ૨૫ લાખ વચ્ચે વાર્ષિક છે. જાેકે સી કેટેગરીના મંદિરોની આવક ૫ લાખ જેટલી વાર્ષિક છે. ૧૪ ઓગસ્ટે વિભાગ દ્વારા એક સર્ક્યુલર જાહેર…
ભારતીય રિઝર્વ બેંકનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આરબીઆઈ લોન મેળવવાનું સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા જેટલી જલ્દી બને તેટલી જલ્દી આપવામાં આવશે. આ સાથે આ પોર્ટલ મિનિટોમાં લોન સંબંધિત તમામ માહિતી પણ આપશે. ભારતીય રિઝર્વ બેંકના આ પોર્ટલની મદદથી ફ્રીક્સન લેસ ક્રેડિટ મેળવી શકાય છે. આ પોર્ટલ દરેક વર્ગના લોકોને એક્સેસ આપશે. આ પબ્લિક ટેક પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે કેન્દ્રીય બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિઝર્વ બેંક ઇનોવેશન હબ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તેમાં એક ઓપન આર્કિટેક્ચર, ઓપન એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) અને ધોરણો પણ હશે. આ…
વડોદરા જિલ્લા વહીવટી તંત્રમાં ૧૪૨ અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એકજ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારી કર્મચારીઓ ની બદલી કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. બઢતી પામેલા ૮૪ સહિત ૧૪૨ નાયબ મામલતદાર ક્લાર્ક અને તલાટીઓને પણ બદલી નાંખવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ ૩૬ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ૩૫ ફીમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ માટે આજથી કોર્પોરેશનની વેબસાઈટ પર…
કોરોના કાળ બાદ રેપોરેટમાં સતત વધારો થવાના કારણે હોમ લોનના હપ્તા મોંઘા થઈ રહ્યા છે. દેશના ટોચના શહેરોમાં લોકોને મોંઘવારી નડી રહી છે. ત્યારે દેશમાં અમદાવાદ અત્યારે સૌથી સસ્તું શહેર હોવાનું પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટ પરથી જાણવા મળે છે. આ યાદી મુજબ હાલ મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર છે. ત્યારબાદ હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈનો ક્રમ આવે છે. રિપોર્ટ મુજબ અમદાવાદીઓ પોતાની આવકમાંથી ૨૩ ટકા રકમ હોમ લોનના હપ્તા ભરવામાં ખર્ચે છે. જ્યારે મુંબઈમાં લોકો પોતાની આવકની ૫૫ ટકા રકમ તેમાં વાપરે છે. નાઇટ ફ્રેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અફોર્ડેબીલિટી ઇન્ડેક્સમાં માસિક હપ્તાના આધારે જીવનનિર્વાહને ધ્યાનમાં લેવાયું છે. જે…
બ્રાઝીલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાને ભૂલમાં જીવતી જ દફનાવી દેવામાં આવી હતી. જે ઘણા દિવસો સુધી તાબુતમાં બેસુધ પડી રહી હતી. આ દરમિયાન મહિલાએ પોતાને બહાર નીકાળવા માટે ઘણી મહેનત કરી હતી. બાદમાં તેની ચીસો સાંભળીને લોકોએ તેને ૧૧ દિવસ બાદ કબરમાંથી જીવતી બહાર નીકાળી હતી. જાેકે બાદમાં તેનું મોત નીપજ્યું હતું. ખરેખરમાં વર્ષ ૨૦૧૮માં કબર ખોદીને મહિલાને બહાર નીકાળવામાં આવી તો તેની ફરિયાદ પોલીસને મળી હતી. પોલીસ ત્યારે આ મામલાની તપાસ કરી રહી હતી. હવે ઘણા વર્ષો બાદ દંગ કરી નાંખે તેવું સત્ય સામે આવ્યું છે. આ મહિલાની ઓળખ ૩૭ વર્ષીય રોસાંગેલા મલ્મેડા ડોસ…