છત્તીસગઢમાં વર્ષના અંત સધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દિવસોમાં ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધુ છે. આ સાથે જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શું રાજ્યમાં કોંગ્રેસ સરકાર રિપીટ કરશે કે, પછી ભાજપનું કમળ ખીલશે? આ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે. છત્તીસગઢમાં કુલ ૯૦ વિધાનસભાની સીટ છે. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે. ત્યારે આ ચૂંટણી પરિણામ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે કોંગ્રેસ બાજી મારતી નજર આવી રહી છે. કોંગ્રેસને ૪૮-૫૪ સીટ મળી શકે છે. સરકાર બનાવવા માટે છત્તીસગઢમાં ૪૬ સીટો પર જીત પ્રાપ્ત કરવાની રહેશે.ત્યારે આવી સ્થિતિમાં સર્વેના પરિણામમાં કોંગ્રેસે જાદુઈ આંકડો પાર કરી…
Author: Shukhabar Desk
ભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-૩ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-૩ અને ચંદ્રયાન-૨ ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચન્દ્રયાન-૩નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો છે. ઈસરોએ ચંદ્રયાન-૩ના લેન્ડીંગ વિષે પણ એક મહત્વની અપડેટ આપી છે. ઈસરોએ આજે ચંદ્રયાન-૩ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી…
કંસ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા રાજકોટના ૩૩ વર્ષીય શખસે પાડોશી યુવતી પર નજર બગાડી. દરરોજ સોસાયટીમાં તે સ્વરૂપવાન યુવતિને જાેવા માટે બહાર આવતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તેણે હદ તો ત્યારે વટાવી જ્યારે આ યુવતિના બાથરૂમમાં કેમેરા ફિટ કરવાનું નક્કી કર્યું. પરિવારમાં યુવતી, તેના ભાભી અને માતા સહિત ભાઈ રહેતો હતો. તેવામાં ભાભી અને યુવતી પર આ શખસની નજર પહેલાથી જ ખરાબ હોવાનું સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. તે અવાર નવાર કોઈક બહાને તેમના ઘરમાં જાેતો જ રહેતો હતો. તેવામાં હવે કેમેરા લગાવ્યા બાદ પાડોશમાં રહેતા ભાભી અને યુવતીએ સ્ટિંગ ઓપરેશન કરી ભાંડો ફોડ્યો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ૩૩ વર્ષીય શખસ…
શહેરના અઠવા વિસ્તારમાં ૪૨ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ટેલરિંગનું કામ કરતા જયેશભાઈ પટેલે આજે સવારે બાથરૂમમાં નાહવા જતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને સારવાર અર્થે નવી સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા જ લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. બાઈક ચલાવતા હોય કે ચાલતા ચાલતા, ઊંઘમાંથી ઊઠવાની સાથે જ હાર્ટ એટેક આવવાથી મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક…
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે સાવ વિરામ લઈ લીધો હોય તેવી સ્થિતિ બની ચૂકી હતી. પરંતુ શનિવારથી એટલે કે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા,અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દિવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં આગાહી…
વડોદરાના પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા NIRએ શહેરની જ એક બેન્કમાં ૫૫ લાખ રૂપિયા એફડી કરવા માટે આપ્યા હતા. પરંતુ બેંકના તત્કાલિન મેનેજરે તેમની સાથે મોટો કાંડ કરી દીધો છે. વડોદરાની સિટી યુનિયન બેંકમાં ખાતું ધરાવતા એનઆરઆઈને બેંકમાં ૫૫ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવવાની હતી. તે માટે એનઆરઆઈ એ તત્કાલિન બેંક મેનેજરને સેલ્ફ લખેલો ૫૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ બેંક મેનેજરે તે ચેક બેંકમાં ખાતું ધરાવતા તેમના મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. અંતે જ્યારે એફડી પાકવાની મુદત આવી ત્યારે બેંક મેનેજરે કરેલા કાંડનો ભાંડો ફૂટી ગયો હતો. હવે બેંક મેનેજર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં બેંક…
કલેક્ટર ઓફિસમાં છાનગપતિયાંમાં થોડા દિવસ પહેલા તાત્કાલીક અસરથી સસ્પેન્ડેડ થઈ જનારા ડીએસ ગઢવીના કેસમાં હવે મોડી અપડેટ સામે આવી છે. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ કલેક્ટર આનંદ ગઢવીને ફસાવવાના મામલામાં મહિલા એડીએમ કેતકી વ્યાસ ( જીએએસ), એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કેબિનમાં સ્પાય કેમેરા લગાવીને કલેક્ટરને ઘરભેગા કરવાના આ કેસમાં હવે મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં. કલેક્ટરની ગેરહાજરીમાં સ્પાય કેમેરા લગાવવાના આ કેસમાં હવે એટીએસ આગળની કાર્યવાહી કરી રહી છે. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો હતો અને ક્લીપ વિવાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. જાણકારી મુજબ કલેક્ટરની કેબિનમાં સ્પાય…
શહેરમાં સાયબર ફ્રોડ અને હેકિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ રેવન્યુની પ્રેક્ટિસ કરતા ૩૫ વકીલના બેન્ક એકાઉન્ટમાંથી ૧૦-૧૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ ગઠિયાને પકડવામાં પોલીસે ગણતરીના કલાકો લગાવ્યા હતા. તેવામાં ૨૦ કરોડ રૂપિયા આના ખાતામાં હોવાનું જાણવા મળતા અનેક સાયબર ફ્રોડના કિસ્સાઓનો પર્દાફાશ થઈ શકે છે. પહેલા તો બધાની લાગી રહ્યું હતું કે આ એક વેબસાઈટ હેક થવાની ઘટના છે. પરંતુ ત્યારપછી આધારકાર્ડની વિગતો પચાવી પાડી હોવાની આશંકાએ વકીલોને ગઠિયો હજારો રૂપિયાનો ચૂનો લગાવી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વકીલો પોતાનું રોજિંદુ કામ કરી રહ્યા હતા તેવામાં અચાનક એક પછી એક…
કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે. સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત ડુંગળીની નિકાસ પર ૪૦ ટકાની ભારે ડ્યુટી લાદવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. કેન્દ્ર સરકારે શનિવારે સાંજે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી ડ્યૂટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડ્યૂટી લગાવવાનો ર્નિણય કર્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ટામેટાં પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચવાની આશંકા હતી.…
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં આકાર લઈ રહ્યું છે. સૌ હરિભક્તોને આનંદ થાય એવા સમાચાર આવ્યા છે. અગાઉ ચર્ચાતું હતું કે, ૨૦૨૪માં સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાશે અને હવે તેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે. BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજાે પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે. BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે. અબુધાબીના અબુ મુરેકામાં ૨૦૧૮ની સાલમાં ૨૭ એકર…