સની દેઓલની ફિલ્મ ગદર ૨ સુપરહિટ જઈ રહી છે. આ ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને બીજું વીકએન્ડ પણ પૂરું થયું છે. જેમાં પણ ફિલ્મ અદભુત પ્રદર્શન કર્યું છે. ગદર ૨ એ બીજા વીકએન્ડમાં જબ્બર કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ ગદરઃ એક પ્રેમ કથાએ પણ બોક્સ ઓફિસ પર દમદાર દેખાવ કર્યો હતો. હવે ગદર ૨નું કલેક્શન પણ દમદાર જાેવા મળી રહ્યું છે. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શના મત મુજબ અત્યાર સુધીમાં આ ફિલ્મ ૩૭૫ કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી ચૂકી છે. આ સાથે બીજા વીકએન્ડમાં તેણે ૯૦ કરોડની કમાણી કરી છે. હિન્દી સિનેમા માટે…
Author: Shukhabar Desk
સલમાન ખાન હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. તે બોલીવૂડનો ટોપ એક્ટર છે. આજે પણ ઘણી ફિલ્મો તેના નામ પર ચાલે છે. જાેકે, થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પીટાઈ ગઈ હતી. ત્યારબાદ તેની ફિલ્મો અંગે કોઈ અપડેટ આવી નહોતી. જાેકે, હવે સલમાન ખાન એકદમ નવા લૂકમાં જાેવા મળી રહ્યો છે. જેના કારણે તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાન ખાન તાજેતરમાં મુંબઇ ખાતે પાર્ટીમાં જાેવા મળ્યો હતો. તે કારમાંથી નીચે ઊતર્યો તો તેને જાેતાની સાથે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સલમાન ખાને મુંડન કરાવ્યું…
સાતમ આઠમનાં તહેવાર પહેલા રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયાનો ઘટાડો થતાં મોંઘવારીના મોરચો થોડી રાહત મળી છે. જાેકે આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ થી ૩,૦૪૦ રૂપિયા બોલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકનાં પગલે ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે. જેના કારણે સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે. વિદેશી બજારોમાં ખાદ્ય તેલ (ખાસ કરીને સૂર્યમુખી અને સોયાબીન તેલ)ના ઘટતા ભાવ વચ્ચે ગયા સપ્તાહે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં ખાદ્યતેલો, તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ…
કર્મકાંડનો વ્યવસાય કરતા શખ્સને સીએમઓના અધિકારી બનીને રૌફ મારવો ભારે પડ્યો છે. જીએસટી વિભાગના અધિકારીને ફોન કરીને ધમકી આપતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે તપાસ કરી સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી લીધો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે લવકુશ દ્વિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીના કાકા ઉંઝામાં પેઢી ધરાવી વેપાર ધંધો કરે છે. જીએસટી વિભાગના અધિકારી દ્વારા આ પેઢી પર સ્થળ તપાસ કરી હતી અને પેઢીના કેસની તપાસના કામે નોટિસ આપી હતી. જીએસટીના અધિકારીએ તેના કાકાની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય તે માટે સીએમઓનો ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી જીએસટી વિભાગના અધિકારીને ધાક ધમકી આપી હતી. જીએસટીના અધિકારીને શંકા જતા…
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક નબીરાએ બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કર્યો છે. અમદાવાદમાં બનેલી તથ્ય વાળી ઘટનાની હજી શ્યાહી સુકાઈ નથી પરંતુ અકસ્માતની ઘટના પર કોઈ રોક લાગતો નથી. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી નાખી હતી. ‘પોલીસનો છોકરો છુ,’ તેમ કહી રોફ જમાવનારા નબીરા પર લોકો રોષે ભરાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ગાંધીનગરમાં નબીરાએ સર્જેલા અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી રોફ જમાવવા જતાં લોકોમાં ગુસ્સો જાેવા મળ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.…
ગૂગલ મેપનો ઉપયોગ કરતા કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તેમને એન્ટાર્કટિકામાં કહેવાતા નાઝી બંકર મળ્યા છે. તેમનો સૌથી મોટો દાવો એ છે કે નાઝી જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર બીજા યુદ્ધમાં બચી ગયા બાદ એન્ટાર્કટિકામાં બનેલા આ બંકરમાં રહેવા આવ્યો હતો. અહીં તેમણે તેમના જીવનનો લાંબો સમય પસાર કર્યો. આ દાવાથી લોકોને આશ્ચર્ય થયું છે. વાસ્તવમાં, બીજા વિશ્વ યુદ્ધ વિશે ઘણી પ્રકારની અફવાઓ છે. આમાં સૌથી મોટી અફવા એ છે કે નાઝી જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર જર્મનીથી ભાગી ગયો હતો. કેટલાક લોકો કહે છે કે તેણે મૃત્યુ સુધીનો સમય આજેર્ન્ટિનામાં વિતાવ્યો હતો. જાેકે, એ સાબિત થઈ ચૂક્યું છે કે હિટલરે…
સોશિયલ મીડિયા પર તમે જાતજાતના વીડિયો જાેતો હશો, પરંતુ તેમાંથી કેટલાક એવા હોય છે કે, જેના પર તમે કશું જ વિચારતા કે સમજી શકતા નથી, બસ તે જાેઈ તમે હસ્યા જ કરો છો. હાલમાં એક વૃદ્ધ વ્યક્તિનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મહિલાના અવાજમાં ગાયેલા ગીત પર અદ્ભૂત ડાન્સ કરી રહ્યો છે. તમે લતા મંગેશકરનું સુંદર ગીત સજના ??હૈ મુઝે, સજના કે લિયે.’ સાંભળ્યું જ હશે અને તેના વર્ઝન પર લોકોને વિવિધ પ્રકારના ડાન્સ કરતા પણ જાેયા હશે. જાેકે, આજે અમે તમને જે ડાન્સ બતાવવા જઈ રહ્યા છીએ તે તમે ભાગ્યે જ જાેયો હશે, કારણ…
જ્યારે વ્યક્તિનું કામ સરળતાથી થતું નથી ત્યારે તે લાંચ આપીને તેને સરળતાથી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં ઘણા કામો લાંચ લઈને પણ કરવામાં આવે છે. આ કારણથી લોકો લાંચ આપવામાં પણ અચકાતા નથી. પુખ્ત વયના અને બાળકો પણ જાણે છે કે, ભારતમાં લાંચ આપીને ઘણી વસ્તુઓ કરી શકાય છે. આ કારણોસર જ તેઓ લાંચ લેનારાઓને પૈસા આપવાનું શરૂ કરે છે. એક IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર આવી તસવીર શેર કરી છે, જે ભારતમાં લાંચની પ્રથાનો પર્દાફાશ કરતી દેખાઈ રહી છે. બોર્ડની પરીક્ષાનો ડર ઘણા બાળકોમાં જાેવા મળે છે. આ પરીક્ષાઓના પરિણામના આધારે બાળકોને આગળ પ્રવેશ મળે છે. જાેકે, બાળકોની…
આસામમાં સેંકડો ચાહકોએ ભવ્ય વિદાય આપીને ‘દાદા હાથી’ને શ્રદ્ધાંજલિ આપી. આ હાથી બિજુલી પ્રસાદને આસામના સોનિતપુર જિલ્લામાં મેગોર ગ્રુપના બિહાલી ટી એસ્ટેટમાં વિશેષાધિકાર મળ્યો હતો. તેમણે જીવનભર શાહી આતિથ્ય માણ્યું અને તેમની વિદાય ભવ્ય હતી. આદિવાસી માહુત (રક્ષક) થોમસ મુર્મુ સાથે હાથી બિજુલી પ્રસાદને ૨૦૧૮માં બોરગાંગથી બિહાલી ચાના બગીચામાં લાવવામાં આવ્યો હતો. જ્યારે હાથી મેગોર જૂથ દ્વારા ખરીદવામાં આવ્યો હતો, ત્યારે થોમસના પિતા તેના રખેવાળ હતા અને તે થોમસ હતા જેમણે તેના મૃત્યુ પછી તેની સંભાળ લીધી હતી. થોમસે કહ્યું કે, ‘વીજળી મારું જીવન છે અને ચાના બગીચામાં મારું કામ તેની સંભાળ રાખવાનું છે. વીજળીના કારણે જ હું મારા પરિવારનું…
તાજેતરમાં ભારતના ૨૧ સ્ટુડન્ટ્સને અમેરિકાએ એરપોર્ટ પરથી જ ડિપોર્ટ કરી દેતા ઘણા લોકોને આંચકો લાગ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ કાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા, તેમણે બધી લિગલ પ્રક્રિયા કરી હતી અને કોલેજાેમાં એડમિશન પણ લીધા હતા. આમ છતાં તેમને કોઈ પણ કારણ આપ્યા વગર ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના પર પાંચ વર્ષ માટે એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી પણ શક્યતા છે. ભારતીયોને અમેરિકાએ એરપોર્ટ પરથી સીધા ડિપોર્ટ કરી દીધા હોય તેવું અનેક વખત બન્યું છે. સવાલ એ થાય છે કે આવું શા માટે થાય છે અને વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવે ત્યાર પછી શું થાય…